Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના સીમાડામાં શર્મસાર કરતી ઘટના:સ્વામીનારાયણ ગુરુકુળની છત પર વયોવૃદ્ધ સાસુને સ્નાન કરાવતી વખતે પુત્રવધૂએ લાફા ઝીંક્યા, વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ

    9 hours ago

    સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા ગામ નજીક પારિવારિક સંબંધોને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સીમાડા સ્થિત સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળની છત પર એક પુત્રવધૂ પોતાની વૃદ્ધ સાસુને સ્નાન કરાવવા દરમિયાન માર મારી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો સામે આવતાં જ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો, જેને પગલે સરથાણા પોલીસે ત્વરિત પગલાં ભરી દંપતીને પોલીસ મથકે બોલાવી પૂછપરછ હાથ ધરી છે. પાડોશીએ મોબાઇલમાં કરતૂત કેદ કરી વીડિયો વાયરલ કર્યો સીમાડા ગામમાં આવેલી સ્વામિનારાયણ ગુરુકુળની બાજુમાં જ એક ખાનગી બિલ્ડિંગ આવેલી છે. ગુરુકુળની છત પર એક મહિલા વૃદ્ધાને નવડાવી રહી હતી, તે દરમિયાન મહિલાએ અચાનક વૃદ્ધા પર હાથ ઉપાડી લાફા મારવાનું શરૂ કરી દીધું હતું. બાજુની બિલ્ડિંગમાં રહેતા એક જાગૃત નાગરિકે પોતાની નજરે આ ક્રૂરતા જોતાં તુરંત જ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલમાં કેદ કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે તપાસ કરતાં ગુરુકુળના પ્યુનનો પરિવાર હોવાનું ખૂલ્યું વીડિયો વાયરલ થતાં જ સરથાણા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તાબડતોબ પોલીસ ટીમ તપાસ અર્થે ગુરુકુળ પહોંચી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આ ગુરુકુળમાં પ્યુન તરીકે નોકરી કરતો યુવક પોતાના પરિવાર સાથે છત પર આવેલા રૂમમાં રહે છે. વીડિયોમાં દેખાતી વયોવૃદ્ધ મહિલા પ્યુનની સગી માતા છે અને તેમની સાથે ગેરવર્તન કરી માર મારનાર મહિલા તેમની પુત્રવધૂ કિરણબેન છે. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તુરંત જ પુત્ર અને પુત્રવધૂને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. પુત્રવધૂની કબૂલાત: ‘સાસુ માનસિક અસ્વસ્થ છે, આવેશમાં આવીને હાથ ઉપડી ગયો’ સરથાણા પોલીસ મથકે પૂછપરછ દરમિયાન પુત્રવધૂ કિરણબેને જણાવ્યું હતું કે, તેઓ છેલ્લાં બે વર્ષથી સાસુની સેવા કરી રહ્યા છે. સાસુની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેમને સારા-નરસાનું ભાન રહેતું નથી અને તેઓ કપડામાં જ હાજત કરી દેતા હોય છે. છેલ્લાં ચાર દિવસથી તેઓ સ્નાન કરવાનો સતત ઇનકાર કરી રહ્યા હતા, જેથી તેમને બળજબરીપૂર્વક સ્નાન કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તે સમયે સાસુ નહાવા દેતા ન હોવાથી પોતે આવેશમાં આવી ગયા હતા અને આ પ્રકારનું અશોભનીય વર્તન કરી બેઠા હતા. મહિલાએ પોતાની ભૂલ સ્વીકારી પોલીસ સમક્ષ માફી પણ માંગી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપા ક્લાર્કની પરીક્ષાની તૈયારીને આખરી ઓપ:717 ક્લાર્કની જગ્યાઓ સામે 8 રાજ્યોના 1.16 લાખ ઉમેદવારો મેદાનમાં, સુરત, અમદાવાદ અને રાજકોટ એકઝામ
    Next Article
    રાસલોક નવરાત્રિમાં હ્યુમનાઈડ રોબોટે ગરબા કર્યા:ગીતા રબારીના તાલે ત્રણ તાળી ગરબા અને રાસ રમી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા; નવસારીમાં AI રોબોટિક્સ ટેકનોલોજી અને સંસ્કૃતિનો અનોખો સંગમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment