Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપા ક્લાર્કની પરીક્ષાની તૈયારીને આખરી ઓપ:717 ક્લાર્કની જગ્યાઓ સામે 8 રાજ્યોના 1.16 લાખ ઉમેદવારો મેદાનમાં, સુરત, અમદાવાદ અને રાજકોટ એકઝામ

    10 hours ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત ત્રીજી શ્રેણી ક્લાર્કની ભરતી પરીક્ષા હાલ ભારે ચર્ચાના કેન્દ્રમાં છે. પાલિકાના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત આટલા વિશાળ પાયે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરત, અમદાવાદ અને રાજકોટ એમ રાજ્યના 3 મુખ્ય શહેરોમાં આવેલા 400 પરીક્ષા કેન્દ્રો પર અધધધ 1.16 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. ક્લાર્ક સંવર્ગની કુલ 717 ખાલી જગ્યાઓ સામે ઉમેદવારોની આટલી મોટી સંખ્યા નોંધાતા પાલિકા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાના સંચાલન માટે યુદ્ધના ધોરણે તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 11 ઓક્ટોબરે પરીક્ષા યોજાશે પાલિકા તંત્ર દ્વારા વિવિધ 2500થી વધુ પદો પર સીધી ભરતી કરવા માટે છેલ્લા 6 મહિનાથી સઘન કવાયત ચલાવવામાં આવી રહી હતી. ગત 11 માર્ચ, 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી ભરતી જાહેરાત બાદ સમગ્ર ભરતી પ્રક્રિયા માટે કુલ 2 લાખથી પણ વધુ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ ભરતી અભિયાનના મહત્ત્વપૂર્ણ ભાગરૂપે રવિવારે, 11 ઓક્ટોબરના રોજ મેગા પરીક્ષા યોજાનાર છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા માત્ર ઉમેદવારો માટે જ નહીં, પરંતુ એકસાથે 3 શહેરોમાં આટલી વિરાટ વ્યવસ્થા સંભાળનાર પાલિકા વહીવટી તંત્ર માટે પણ કસોટી સમાન સાબિત થશે. 8 રાજ્યોના ઉમેદવારો મેદાને આ પરીક્ષાનું એક મોટું આકર્ષણ એ પણ છે કે તેમાં ગુજરાત સહિત દેશના 8 રાજ્યોના ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. ત્રણ શહેરોના કુલ 400 કેન્દ્રો પૈકી એકલા સુરત શહેરમાં જ 250 જેટલા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જ્યાં આશરે 80,000 જેટલા પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેશે. જ્યારે બાકીના ઉમેદવારો અમદાવાદ અને રાજકોટના કેન્દ્રો પર બેઠક ગ્રહણ કરશે. 2 કલાકનો સમય અને 100 વૈકલ્પિક પ્રશ્નો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો, ઉમેદવારોને 2 કલાકના સમયગાળામાં 100 વૈકલ્પિક પ્રશ્નો (MCQ) ધરાવતું પ્રશ્નપત્ર હલ કરવાનું રહેશે. પરીક્ષા સંપૂર્ણ પારદર્શિતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી યોગ્ય બેઠક વ્યવસ્થા, નિરીક્ષકો, જરૂરી સ્ટાફ કર્મીઓ તેમજ સુપરવાઇઝરોની નિયુક્તિ સહિતની તમામ વહીવટી તૈયારીઓનો ધમધમાટ પૂર્ણ કરી લેવાયો છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચની 14મી સદીની જામા મસ્જિદનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો:જૈનોએ કોર્ટમાં અરજી કરીને ભગવાન મલ્લિનાથની મૂર્તિની સુરક્ષા-પૂજાની મંજૂરી માગી, આજે સુનાવણી
    Next Article
    સુરતના સીમાડામાં શર્મસાર કરતી ઘટના:સ્વામીનારાયણ ગુરુકુળની છત પર વયોવૃદ્ધ સાસુને સ્નાન કરાવતી વખતે પુત્રવધૂએ લાફા ઝીંક્યા, વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment