Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CJPના જંતર-મંતર પ્રદર્શનમાં થયેલી હિંસાની તપાસ ફરીથી થશે:ક્રાઇમ બ્રાન્ચે નવી FIR નોંધી; સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર 17 FIR રદ

    8 hours ago

    દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે 20 જુલાઈએ રાજધાનીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાની પરિસ્થિતિની તપાસ માટે નવી FIR નોંધાવી છે. ન્યૂઝ એજન્સી PTI મુજબ, સૂત્રોનો દાવો છે કે તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે હિંસા પાછળ કોઈ મોટું કાવતરું તો નહોતું ને. ઉશ્કેરણી કરનારાઓની ઓળખ કરવામાં આવશે અને એ પણ જાણવા મળશે કે શું આ પહેલેથી રચાયેલું સુનિયોજિત કાવતરું હતું. સુપ્રીમ કોર્ટે 20થી 25 જુલાઈ દરમિયાન થયેલા પ્રદર્શનો સાથે સંબંધિત 17 FIR રદ કરી દીધી હતી. કોર્ટે આ જ ઘટનાઓ સાથે સંબંધિત અન્ય રાજ્યોમાં નોંધાયેલી FIR પર પણ કાર્યવાહી નહીં કરવાનો નિર્દેશ આપ્યો હતો. દિલ્હી પોલીસ બોલી- CJPની સંસદ કૂચ ગેરકાયદેસર હતી દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે 20 જુલાઈની સંસદ કૂચ ગેરકાયદેસર હતી. તેની મંજુરી આપવામાં આવી નહોતી. જંતર-મંતર પરના પ્રદર્શનમાં અનેક હિસ્ટ્રીશીટર પણ આવી ગયા હતા. પોલીસે જણાવ્યું કે સંસદ કૂચ દરમિયાન પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડી નાખ્યા અને પોલીસ સાથે મારામારી કરી, જેના કારણે પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યું નહોતું. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રદર્શનકારીઓ પર જરૂર કરતાં વધુ બળપ્રયોગ કરવામાં આવ્યો નહોતો. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સચિન શર્માએ સોગંદનામું રજુ કરીને આ માહિતી આપી હતી. પોલીસની જબરદસ્તી અંગે કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માગ કરતી અરજીઓના જવાબ તરીકે તેને રજૂ કરવામાં આવ્યું હતું. 20 જુલાઈના સંસદ કૂચની 2 તસવીરો… CJP વિરોધ 49 દિવસ ચાલ્યો, 20 જુલાઈની પોલીસ કાર્યવાહી બાદ વિવાદ વધ્યો કોકરોચ જનતા પાર્ટી (CJP)નું જંતર-મંતર પ્રદર્શન 20 જૂનથી શરૂ થયું હતું. 20 જુલાઈના ‘સંસદ ચાલો’ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો હતો, જ્યારે CJPએ પોલીસ પર લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ ઘાયલ થયાના અહેવાલો સામે આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પેટાચૂંટણીમાં બંગાળની નંદીગ્રામ-રેજીનગર બેઠકો પર ભાજપ આગળ:તમિલનાડુમાં TVK-AIADMKને એક-એક બેઠક પર વધત; આસામની લોકસભા બેઠક પર BJPને લીડ
    Next Article
    ડેન્ગ્યુની ઝપેટમાં 87 જવાન, એકનું મોત, કાર્ડિયાક અરેસ્ટની આશંકા:50 સાજા અને 37 સારવાર હેઠળ, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પરેડ માટે આવ્યા'તા; ગાંધીનગર સિવિલમાં આરોગ્યમંત્રી દોડી આવ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment