Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડેન્ગ્યુની ઝપેટમાં 87 જવાન, એકનું મોત, કાર્ડિયાક અરેસ્ટની આશંકા:50 સાજા અને 37 સારવાર હેઠળ, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પરેડ માટે આવ્યા'તા; ગાંધીનગર સિવિલમાં આરોગ્યમંત્રી દોડી આવ્યા

    7 hours ago

    કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પરેડમાં ભાગ લેવા ગુજરાત આવેલા સુરક્ષા દળોના જવાનોની તબિયત બગડતાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં BSF, CRPF અને ITBPના કુલ 87 જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 50 જવાનો સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે, જ્યારે 37 જવાનો હાલ સારવાર હેઠળ છે. આ દરમિયાન સારવાર લઈ રહેલા એક જવાનનું મોત થયું હતું. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને જવાનોના ખબર-અંતર પૂછ્યા હતા અને સારવારની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. 50 જવાનોને રજા, 37ની સારવાર ચાલુ આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ઓરિસ્સા, ઝારખંડ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢથી આવેલા સુરક્ષા દળોના જવાનોને તાવ અને અન્ય શારીરિક તકલીફોની ફરિયાદ બાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તબીબોની સઘન સારવાર અને યોગ્ય સંભાળને કારણે 50 જવાનોની તબિયતમાં સુધારો થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ સારવાર હેઠળ રહેલા 37 જવાનોની સ્થિતિ સ્થિર છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. કોઈ જવાનની સ્થિતિ ગંભીર ન હોવાનું પણ મંત્રીએ જણાવ્યું હતું. જવાનના મોત પાછળ કાર્ડિયાક અરેસ્ટની આશંકા હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક જવાનનું અચાનક અવસાન થતાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શરૂઆતમાં તમામ જવાનોની સ્થિતિ સ્થિર હતી, પરંતુ એક જવાને અચાનક છાતીમાં અસહ્ય દુખાવાની ફરિયાદ કરી હતી. તબીબોએ તાત્કાલિક ECG સહિતની જરૂરી તપાસ કરીને તેમને ICUમાં ખસેડ્યા હતા. જોકે, સઘન સારવાર છતાં જવાનને બચાવી શકાયા નહોતા. પ્રાથમિક તારણ મુજબ જવાન તાવ અને શારીરિક અસ્વસ્થતા હોવા છતાં ભારે કસરત અને વર્કઆઉટ ચાલુ રાખતા હતા. તેના કારણે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, જવાનના મૃત્યુનું ચોક્કસ કારણ ફાઇનલ પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. જવાનોને પૌષ્ટિક ભોજન અને પૂરતું પાણી આપવા સૂચના આરોગ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. મીતા પરીખ સહિત તબીબોની ટીમ સાથે બેઠક કરીને સારવારની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશની સરહદોની સુરક્ષા કરતા જવાનોની યોગ્ય સારવાર અને સંભાળ રાખવી જરૂરી છે. સારવારમાં કોઈ કચાશ ન રહે તે માટે તેમણે તબીબોને જરૂરી સૂચનાઓ આપી હતી. સારવાર હેઠળના જવાનોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેમજ સવારે પૌષ્ટિક નાસ્તો, તાજાં ફળો, ફ્રૂટ જ્યુસ, સલાડ અને ડૉક્ટરોની ભલામણ મુજબનું ભોજન સમયસર આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. ડેન્ગ્યુની સારવાર દરમિયાન કોઈ જવાનને તાત્કાલિક પ્લેટલેટ્સની જરૂર પડે તો વિલંબ ન થાય તે માટે રક્ત અને પ્લેટલેટ્સના સ્ટોકની પણ સમીક્ષા કરવામાં આવી હતી. રહેઠાણ સ્થળે દિવસમાં બે વાર ફોગિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા જવાનોના સ્વાસ્થ્યની દેખરેખ માટે કામગીરી કરવામાં આવી રહી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. જવાનો જ્યાં રોકાયા છે ત્યાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરરોજ બે વાર ફોગિંગ અને કીટકનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત, જવાનોના રહેઠાણ સ્થળે સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનું 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાત રેસિડેન્ટ ડૉક્ટરોની ટીમ તૈનાત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ જવાનોની સારવાર માટે નિષ્ણાત રેસિડેન્ટ ડૉક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે. તમામ જવાનોને સમયસર અને યોગ્ય સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    CJPના જંતર-મંતર પ્રદર્શનમાં થયેલી હિંસાની તપાસ ફરીથી થશે:ક્રાઇમ બ્રાન્ચે નવી FIR નોંધી; સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર 17 FIR રદ
    Next Article
    ગોલ્ડન આઉટફિટમાં ગીતા રબારીનો પરી જેવો લુક:નવસારીમાં રોબોટને ડોલાવી દે એવા ગરબા કરાવ્યા; ત્રણ તાળી ગરબા ને રાસ રમી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment