Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોલ્ડન આઉટફિટમાં ગીતા રબારીનો પરી જેવો લુક:નવસારીમાં રોબોટને ડોલાવી દે એવા ગરબા કરાવ્યા; ત્રણ તાળી ગરબા ને રાસ રમી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા

    8 hours ago

    ગોલ્ડન આઉટફિટમાં પરી જેવા સુંદર લુક સાથે લોકગાયિકા ગીતાબેન રબારીએ નવસારીના 'રાસલોક' નવરાત્રિ મહોત્સવમાં પોતાના મધુર સુરોથી એવી રમઝટ બોલાવી કે રોબોટ પણ ઝૂમી ઉઠ્યો હતો. ગીતા રબારીના તાલ પર એક તરફ હ્યુમનાઈડ રોબોટે આબેહૂબ ગરબા રમીને સૌનું ધ્યાન ખેંચ્યું, તો બીજી તરફ તેમના ત્રણ તાળી ગરબા અને રાસના તાલે હજારો ખેલૈયાઓએ મંત્રમુગ્ધ થઈને ગરબે ઘૂમવાની અદભુત મજા માણી હતી. ગરબાના સ્ટેપ્સ અને તાળીઓનું વિશેષ પ્રોગ્રામિંગ આ વિશેષ રોબોટને લાવનાર 'ફ્લેગશિપ' કંપનીના પીનલ બારોટે જણાવ્યું હતું કે, તેમની કંપની નવી પેઢીને ભવિષ્યની ટેકનોલોજીથી માહિતગાર કરવા માટે આવી રોબોટિક સર્વિસિસ ઇવેન્ટ્સમાં પૂરી પાડે છે. આ હ્યુમનાઈડ રોબોટને ગુજરાતી ગરબાની પરંપરા મુજબ ખાસ પ્રોગ્રામ અને ટીચ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આજનું અને આવનારું ભવિષ્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા રોબોટિક્સનું છે. આપણી સંસ્કૃતિને આધુનિક માધ્યમથી નવી પેઢી સમક્ષ રજૂ કરવી એ જ એનો મુખ્ય હેતુ છે. ડિજિટલ યુગમાં નવી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત 'રાસલોક' નવરાત્રિના આયોજક હર્ષલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ રોબોટને ગરબાના વિવિધ ગીતો, તાલ અને તેના પર લેવાતા સ્ટેપ્સનું સંપૂર્ણ નોલેજ આપવામાં આવ્યું છે. આ પ્રયોગ માત્ર લોકોના મનોરંજન કે આકર્ષણ પૂરતો સીમિત નથી, પરંતુ યુવાનો અને બાળકો માટે રોબોટિક્સ તથા ડિજિટલ પ્લેટફોર્મ પર ભવિષ્યમાં કેવી રીતે કામ કરી શકાય તે સમજવા માટેનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. લોકઉત્સવમાં ટેકનોલોજીનો નવો અધ્યાય હાલમાં સમગ્ર નવસારીમાં આ રોબોટ અને ગીતા રબારીની જુગલબંધી ભારે વાયરલ થઈ રહી છે. સામાન્ય રીતે ફેક્ટરીઓ કે પ્રયોગશાળાઓ સુધી સીમિત રહેતી રોબોટિક ટેકનોલોજી હવે આપણી સાંસ્કૃતિક વિરાસત અને તહેવારોનો ભાગ બની રહી છે, જેણે નવસારીના નવરાત્રિ મહોત્સવમાં એક નવો અને અનોખો ઈતિહાસ રચ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ડેન્ગ્યુની ઝપેટમાં 87 જવાન, એકનું મોત, કાર્ડિયાક અરેસ્ટની આશંકા:50 સાજા અને 37 સારવાર હેઠળ, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પરેડ માટે આવ્યા'તા; ગાંધીનગર સિવિલમાં આરોગ્યમંત્રી દોડી આવ્યા
    Next Article
    10th October CJP Protest, Gyanesh Kumar से सवाल पूछने वाले Dhruv Rathee का क्या है Haryana से नाता?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment