Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંકડા નજીક TUV કારમાંથી દેશી દારૂ ઝડપાયો:નંબર પ્લેટ વગરની કારમાંથી રૂ. 5.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

    10 hours ago

    મોરબી તાલુકા પોલીસે વાંકડા ગામની સીમમાંથી નંબર પ્લેટ વગરની TUV-300 કારમાંથી ગેરકાયદેસર દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને વાહન સહિત કુલ રૂ. 5.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહીબીશન અને જુગાર અંગે પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે સિલ્વર કલરની મહિન્દ્રા TUV-300 કાર, જેના પર નંબર પ્લેટ નહોતી, તેમાં પાસ-પરમિટ વગરનો કેફી પીણાનો જથ્થો ભરીને માળિયા (મીયાણા) તરફથી મોરબી તરફ લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી વાંકડા ગામની સીમમાં વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કારને અટકાવી તેની તલાશી લેવામાં આવતા, તેમાંથી 800 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ. 1,60,000 આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત, રૂ. 4 લાખની કિંમતની TUV-300 કાર પણ જપ્ત કરી હતી. આમ, કુલ રૂ. 5,60,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં 25 ખેડૂતોને ડાંગરનું બિયારણ નિઃશુલ્ક અપાયું:આણંદ કૃષિ યુનિવર્સિટીએ 'પાનમ ધાન' જાતના બિયારણનું વિતરણ કર્યું
    Next Article
    LRD પોલીસ ભરતીની OMR શીટ અને પ્રોવિઝનલ આન્સર કી જાહેર:12,733 ભરતીના ઉમેદવારો 29 જૂન સુધી ડાઉનલોડ કરી શકશે, 24 જૂન સુધી વાંધા-સૂચનો મંગાવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment