Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરવાની ફ્રીક્વન્સી વધી:દિવાળી પૂર્વે રાજકોટથી ગોવાની ફ્લાઇટ 25 ઓક્ટોબરથી ટેકઓફ થશે

    1 day ago

    સૌરાષ્ટ્રના પ્રવાસીઓને તહેવારો ટાણે રાહત મળે એવા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા છેલ્લા 6 મહિનાથી બંધ રાખવામાં આવેલી રાજકોટ-ગોવા ડાયરેક્ટ ફ્લાઇટ સેવા 25 ઓક્ટોબરથી ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. 27 માર્ચ, 2027 સુધીના વિન્ટર શેડ્યૂલ હેઠળ આ ફ્લાઇટ સપ્તાહમાં 4 દિવસ ઉડાન ભરશે. દિવાળી વેકેશન અને શિયાળાની પ્રવાસન સિઝનમાં ગોવા જતાં લોકોને હવે કનેક્ટિંગ ફ્લાઇટ કે વાયા જવાના ધક્કામાંથી મુક્તિ મળશે. અગાઉ લોકપ્રિય રહેલો આ રૂટ તહેવારો ટાણે શરૂ થતાં મુસાફરોને સીધી હવાઈ કનેક્ટિવિટીનો મોટો ફાયદો થશે. સૌરાષ્ટ્રના લોકોમાં ગોવા પ્રવાસ માટે ખૂબ જ લોકપ્રિય ડેસ્ટિનેશન છે. તહેવારો ટાણે આ સેવા પુનઃ શરૂ થતાં મુસાફરોનો સમય બચશે. પ્રવાસીઓને અન્ય એરપોર્ટ પરથી વાયા થઈને જવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. નવરાત્રી, દિવાળી અને શિયાળાની રજાઓમાં ગોવા ફરવા જવાનું પ્લાનિંગ કરતાં હજારો સહેલાણીઓ માટે આ નિર્ણય મોટી રાહતરૂપ સાબિત થશે. અગાઉ માર્ચ 2026માં ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા મોન્સૂન શેડ્યૂલ દરમિયાન ગોવાથી ઉપડતી આશરે 25 ફ્લાઇટોના શેડ્યૂલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. આ ફેરફારના ભાગરૂપે રાજકોટ-ગોવા રૂટની સેવા 6 મહિના માટે બંધ રાખવામાં આવી હતી. હવે દિવાળી તહેવારોની નવી સિઝનમાં કંપનીએ ફરી આ લોકપ્રિય રૂટ પર સેવા બહાલ કરી છે. રાજકોટથી ગોવાની ડાયરેક્ટ ફ્લાઈટથી મુસાફરોને ક્યાં-ક્યાં ફાયદા થશે સમયની બચત: વાયા જવાના 6થી 8 કલાક સામે માંડ 1.5થી 2 કલાકમાં સીધા ગોવા પહોંચી શકાશે. તહેવારોમાં ટ્રાફિકથી મુક્તિ: દિવાળી-નવા વર્ષની ભારે ભીડ વચ્ચે સપ્તાહમાં 4 દિવસ સરળ મુસાફરીની સુવિધા મળશે. આરામદાયક મુસાફરી: અન્ય એરપોર્ટ પર ફ્લાઇટ બદલવાની ઝંઝટ વિના બાળકો, વડીલો સાથે મુસાફરી કરી શકાશે. લગેજ સુરક્ષિત: કનેક્ટિંગ ફ્લાઇટમાં સામાન બદલવા કે ખોવાઈ જવાની ચિંતા રહેશે નહીં. ઝડપી પહોંચ: ટ્રેન કે બાય-રોડના 20થી 24 કલાકના લાંબા અને થકવી દેતા પ્રવાસમાંથી મુક્તિ મળશે. ભાડામાં બચત: કનેક્ટિંગ ફ્લાઇટ્સના ભાડાના બદલે સિંગલ ડાયરેક્ટ ટિકિટથી બજેટ નિયંત્રણમાં રહેશે. રાજકોટ એરપોર્ટથી હાલ 14 ફ્લાઈટ્સ ઓપરેટ થાય છે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દેશના અલગ-અલગ મોટા શહેરો સાથે કનેક્ટિવિટી સતત વધી રહી છે. હાલમાં આ એરપોર્ટ પરથી દેશનાં મુખ્ય શહેરો, મુંબઈ, દિલ્હી સહિતનાં સ્થળો માટે દૈનિક તથા સપ્તાહિક મળીને કુલ 14 જેટલી ફ્લાઈટ્સ નિયમિત ઉડાન ભરી રહી છે. ગોવાની ફ્લાઇટ ઉમેરાતાં એરપોર્ટ પર હવાઈ ટ્રાફિક અને મુસાફરોની અવરજવરમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    પતિના પેન્શન પર નિર્ભર રહેવાને બદલે યુટ્યુબ પરથી સિલાઈ શીખ્યાં:સિલાઈ કામ શીખી વૃદ્ધાએ 400 ગરીબબાળકોને શૈક્ષણિક કિટની મદદ કરી
    Next Article
    સિટી એન્કર:રાજકોટમાં ધારાસભ્ય દર્શિતા શાહ આયોજિત નિઃશુલ્ક ગરબાક્લાસીસમાં 8 વર્ષની બાળકીથી લઈને 86 વર્ષના વડીલો ગરબે ઘૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment