Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMC એસ્ટેટ વિભાગ હવે જાગ્યું:શહેરમાં ચાલુ બાંધકામ સાઈટો પર દિવાલ પડવાની ઘટના બાદ તપાસ, 11 સાઇટો પર રજાચિઠ્ઠી સ્થગિત કરી કામગીરી બંધ

    7 hours ago

    શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદના કારણે ચાલુ બાંધકામ સાઈટો ઉપર દિવાલ પડવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ચોમાસાની શરૂઆત પહેલા ચેકિંગ કરવાનું હોય છે, પરંતુ બે દિવસના વરસાદમાં બાંધકામ સાઈટો પર દિવાલો પડવાની ઘટના બન્યા બાદ હવે તંત્ર જાગ્યું છે. શહેરની કુલ 166 ચાલુ બાંધકામ સાઇટ્સનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિયમોનું પાલન ન કરતી કુલ 11 બાંધકામ સાઇટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ સાઇટ્સના ડેવલપર, એન્જિનિયર તથા ક્લાર્ક ઓફ વર્ક્સને શો-કોઝ નોટિસ આપી ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે અને રજાચિઠ્ઠી સ્થગિત કરવામાં આવી છે અને બાંધકામ પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવી છે. પૂરતી સલામતીની વ્યવસ્થા કરવા તાકીદ સાથે લેબર કોલોની પણ ખાલી કરાવવામાં આવી છે. દિવાલ પડવાની ઘટના બાદ એસ્ટેટ વિભાગ કામગીરી બતાવવા દોડ્યું શહેરમાં અનેક જગ્યાએ ચાલુ બાંધકામ સાઇટો ઉપર બિલ્ડરો અને ડેવલોપર દ્વારા નિયમોનું પાલન કરવામાં આવતું નથી. શહેરની વચ્ચે બાંધકામ સાઈટો બનાવવામાં આવી રહી છે, ત્યારે આજુબાજુમાં રહેણાંક વિસ્તાર આવેલો હોય છે જેમાં કેટલાક લોકોને હેરાનગતિ થતી હોય છે, ત્યારે એસ્ટેટ વિભાગના અધિકારીઓ બાંધકામ સાઈટો ઉપર તપાસ કરતા નથી જેના કારણે બિલ્ડરો દ્વારા મનમાની કરવામાં આવતી હોય છે. બાંધકામ સાઈટો પર દિવાલ પડવાની આ દુર્ઘટનાઓ વધી રહી છે, ત્યારે એસ્ટેટ વિભાગના અધિકારીઓ કામગીરી બતાવી રહ્યા છે. એસ્ટેટ વિભાગ અને બિલ્ડરો વચ્ચે સાંઠગાંઠ હોવાના પગલે તપાસ ન કરવામાં આવતી હોવાની ચર્ચા છે. AMCનું બાંધકામ સાઈટો પર ચેકિંગ, શો-કોઝ નોટિસો પાઠવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 45, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 30, પશ્ચિમ ઝોનમાં 27, મધ્ય ઝોનમાં 2, ઉત્તર ઝોનમાં 18, પૂર્વ ઝોનમાં 35 તથા દક્ષિણ ઝોનમાં 9 સાઇટ્સ સહિતની સાઈટ્સ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બાંધકામ સાઈટો ઉપર ડેવલોપર અને બિલ્ડરો દ્વારા જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ ન કરનાર બાંધકામ સાઇટ્સના ડેવલપર અને એન્જિનિયરિંગ સુપરવાઇઝરોને નોટિસ તેમજ શો-કોઝ નોટિસ પાઠવી ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છેનો સમાવેશ થાય છે. તમામ સાઇટ્સ પર યોગ્ય બેરિકેડિંગ, યોગ્ય સ્ટ્રટિંગ (Strutting) વ્યવસ્થા, ડી-વોટરિંગ પંપિંગ વ્યવસ્થા, લેબર કોલોની તથા બેઝમેન્ટની સલામતી માટે કરવામાં આવેલી વ્યવસ્થા તેમજ સ્થળ પર એન્જિનિયર અને સુપરવાઇઝર દ્વારા કરવામાં આવતા મોનિટરિંગ અંગે ખાસ ચકાસણી કરવામાં આવી હતી. ખાસ કરીને બેઝમેન્ટ લેવલે ચાલી રહેલા બાંધકામ દરમિયાન સલામતીના તમામ માપદંડોનું પાલન થાય છે કે નહીં તેની વિશેષ તપાસ કરવામાં આવી હતી. કઈ કઈ સાઈટોની રજા ચિઠ્ઠી અને કામ બંધ
    Click here to Read More
    Previous Article
    સરકારે વિદ્યાર્થીઓની માંગણીઓ સ્વિકારતા કોંગ્રેસે 'વિજ્યોત્સવ' મનાવ્યો:વેરાવળમાં રેલી કાઢવાનો પ્રયાસ કરતા 25થી વધુ કાર્યકરો ડિટેઈન, પુંજા વંશે પોલીસ પર પક્ષપાતનો આક્ષેપ કર્યો
    Next Article
    जंतर मंतर के जश्न की पूरी रिपोर्ट, राहुल, अखिलेश, उद्धव की प्रतिक्रिया

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment