Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં રાત્રે ધોધમાર વરસાદ:નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, રસ્તાઓ જળમગ્ન બનતા વાહનચાલકોને હાલાકી

    7 hours ago

    પાટણ શહેરમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ટૂંકા સમયમાં જ ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ જળમગ્ન બનતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દિવસ દરમિયાન શહેરમાં માત્ર ઝરમર વરસાદી છાંટા પડ્યા હતા, જેનાથી વાતાવરણમાં ભેજ અને બફારો વધ્યો હતો. જોકે, મોડી રાત્રે અચાનક આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું અને ધોધમાર વરસાદ શરૂ થયો. રાત્રિના આ ભારે વરસાદે સમગ્ર શહેરને પ્રભાવિત કર્યું. ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આનાથી વાહનવ્યવહાર પર માઠી અસર પડી. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતા રાત્રિના સમયે સ્થાનિકોને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો. વરસાદને કારણે કુણઘેર બસ સ્ટેશન પાસે એક ટ્રેલર ડિવાઈડર પર ચડી ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    The working class men who risked everything at Jantar Mantar
    Next Article
    સરકારે વિદ્યાર્થીઓની માંગણીઓ સ્વિકારતા કોંગ્રેસે 'વિજ્યોત્સવ' મનાવ્યો:વેરાવળમાં રેલી કાઢવાનો પ્રયાસ કરતા 25થી વધુ કાર્યકરો ડિટેઈન, પુંજા વંશે પોલીસ પર પક્ષપાતનો આક્ષેપ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment