Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LRD પોલીસ ભરતીની OMR શીટ અને પ્રોવિઝનલ આન્સર કી જાહેર:12,733 ભરતીના ઉમેદવારો 29 જૂન સુધી ડાઉનલોડ કરી શકશે, 24 જૂન સુધી વાંધા-સૂચનો મંગાવાયા

    10 hours ago

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે યોજાયેલી ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ભાવનગર અને ગાંધીનગર ખાતે લેવાયેલી લેખિત પરીક્ષાની OMR શીટ સ્કેન કરી ભરતી બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો 29 જૂન, 2026 સુધી પોતાની OMR શીટ ડાઉનલોડ કરી શકશે. સાથે જ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી (Provisional Answer Key) પણ જાહેર કરવામાં આવી છે, જેથી ઉમેદવારો પોતાના જવાબોની ચકાસણી કરી શકે. ઉમેદવારો 24 જૂન સુધી વાંધા-સૂચનો ને રજૂઆત કરી શકશે બોર્ડે ઉમેદવારોને સૂચના આપી છે કે, તેઓ માસ્ટર પ્રશ્નપત્રના આધારે જવાબોની ખરાઈ કરે. જો કોઈ ઉમેદવારને પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવાયેલા જવાબ અંગે વાંધો કે રજૂઆત કરવી હોય તો તે યોગ્ય પુરાવા અને આધાર સાથે 24 જૂન, 2026ના રોજ સાંજે 6:00 વાગ્યા સુધી ઓનલાઈન રજૂઆત કરી શકશે. આ રીતે અરજી મોકલી શકશો ભરતી બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, ઈ-મેઈલ, પોસ્ટ, કુરિયર અથવા અન્ય કોઈ માધ્યમથી મોકલાયેલી રજૂઆતો સ્વીકારવામાં આવશે નહીં. ઉપરાંત નિર્ધારિત સમયમર્યાદા બાદ મળતી અરજીઓ પણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. રાજ્યભરના હજારો ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયાનો આ મહત્વનો તબક્કો માનવામાં આવી રહ્યો છે. ઉમેદવારોને સમયસર OMR શીટ અને આન્સર કી તપાસી જરૂરી હોય તો ઓનલાઈન વાંધા-સૂચનો રજૂ કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વાંકડા નજીક TUV કારમાંથી દેશી દારૂ ઝડપાયો:નંબર પ્લેટ વગરની કારમાંથી રૂ. 5.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
    Next Article
    मजार की दीवार तोड़ने के मामले में चंद्रशेखर ने प्रशासन को जमकर हड़काया, मेरा इंतजार क्यों नहीं किया

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment