Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TTE સામે ફરિયાદ:મહેસાણા રેલ્વે સ્ટેશન પર ટિકિટ હોવા છતાં મહિલા TTEએ પૈસા માગી ઝપાઝપી કરી!

    2 days ago

    વડોદરાથી ટ્રેનમાં મહેસાણા રેલ્વે સ્ટેશન પર ઉતરેલા એક પરિવાર સાથે ગંભીર ઘટના સામે આવી છે. ટિકિટ હોવા છતાં મહિલા TTEએ પૈસાની માંગણી કરી હતી અને પૈસા આપવાની ના પાડતાં મહિલા મુસાફર સાથે ઝપાઝપી કરી લાફા માર્યા હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. આ મામલે પીડિત પરિવારે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ​વડોદરામાં રહેતાં કાજલબેન પ્રેમકુમાર રાય તેમના પતિ અને બે બાળકો સાથે વડોદરાથી મહેસાણા આવવા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મહેસાણા રેલ્વે સ્ટેશને ઉતરીને તેઓ ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ટ્રેનમાં તેમની પાસે કાયદેસરની ઓનલાઈન ટિકિટ હોવા છતાં, મહિલા TTEએ ટિકિટ માંગ્યા બાદ પૈસાની માંગણી કરી હતી અને નહીં આપે તો નીચે ઓફિસમાં આવવું પડશે તેવી ધમકી આપી હતી. વિવાદ વધતાં મહિલા TTEએ કાજલબેનને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને ગળાના ભાગે નખથી ઈજા પહોંચાડી હતી. મહિલા TTEએ તેમના નાના બાળકને પણ ધક્કો માર્યો હતો. ​ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, જ્યારે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો, ત્યારે ત્યાં હાજર સ્ટેશન માસ્તર દિનેશ રાઠોડે પણ કાજલબેનના પિતાને "તમારી છોકરીને જેલમાં પુરાવવી છે" તેવી ધમકી આપી હતી. મહિલા TTEનું નામ લક્ષ્મીબેન જનાર્દન હોવાનું સામે આવ્યું છે. આ મામલે રેલવે પોલીસમાં ફરીયાદ કરીછે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:મનપાની મહેર : જનતાના પૈસે ખાનગી પ્લોટોની મફત સફાઇ, ક્યાંક માત્ર ચાર્જ તો ક્યાંક 50 હજાર સુધી દંડ
    Next Article
    વર્ષોથી એકજ સ્થળે રહેલા કેટલાકના પરત આવવા ધમપછાડા:જિલ્લામાં વહીવટદારો સહિત 34 પોલીસ કર્મીની આંતરિક બદલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment