Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પટેલ, વાણિયા, બ્રાહ્મણ મેલું ઉપાડે મહિને 50 હજાર આપીશ':પૂર્વ સીએમ શંકરસિંહના નિવેદનથી વિવાદ; પાટીદાર-બ્રહ્મ સમાજે કહ્યું-માફી માગો

    8 hours ago

    'અનામત કોઈ મહેરબાની કરીને નથી આપેલી, આખી જિંદગી ભોગવ્યું છે. હું બધાને કહું તમારે જો મેલું ઉપાડવાવાળી નોકરી કરવી હોય, તમે પટેલ-વાણિયા-બ્રાહ્મણ કોઈપણ હોય જે આના વિરોધી હોવ, તો મેલું ઉપાડવા માટે મહિને ₹50,000 પગાર હું તમને આપું, તમે આ લોકોનું મેલું ઉપાડો' આ શબ્દો છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના. કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા વચ્ચે બાપુએ નર્મદામાં આપેલા આ નિવેદનથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. બ્રહ્મ સમાજના અગ્રણી અને ભાજપના નેતા યજ્ઞેશ દવે અને પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથીરિયાએ વિરોધ કર્યો અને બાપુ માફી માગે તેવી માગ કરી છે. યજ્ઞેશ દવેએ કહ્યું કે, "મારે બાપુને એ કહેવાનું છે કે શંકરસિંહ બાપુ આવા શુભ કાર્યોની શરૂઆત તમે તમારા પોતાના જાતથી જ કરો. તમે મારા ઘરનું મેલું ઉપાડો હું પાંચ લાખ રૂપિયા દર મહિને તમને આપીશ." વાઘેલાએ 50 હજારની વાત કરી હતી, જેની સામે યજ્ઞેશ દવેએ 5 લાખની ઓફર આપીને બાપુના નિવેદનનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ સરકાર નકામી છે તો એને બદલી કાઢો:શંકરસિંહ વાઘેલા નર્મદામાં સાગબારાના ખોપીમાં વન અધિકાર સત્યાગ્રહમાં 2 ઓક્ટોબરે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જંગલ જમીનના સાચા માલિક આદિવાસીઓ છે.આદિવાસીઓએ આંદોલનના માર્ગે સમય વેડફવાને બદલે સરકારને બદલી કાઢવી જોઈએ.ખેડૂતોના આગેવાનોએ આગામી દિવસોમાં બળદગાડા સાથે ગાંધીનગર પહોંચીને સરકાર સામે આંદોલન કરવું જોઈએ. આ સરકાર નકામી છે તો એને બદલી કાઢો.અમે અલગ ભીલિસ્તાન રાજ્યનું સમર્થન જાહેર કરીએ છીએ. આદિવાસીઓ અલગ ભીલિસ્તાન બનાવે એમાં મારું પૂરે પૂરું સમર્થન છે. આખી દુનિયાને ખબર છે કે સૌથી દુઃખી સમાજ આદિવાસી સમાજ છે. દિલ્હી અને ગાંધીનગરમાં બેઠેલા લોકો અનામતના દુશ્મન છે. "બાપુ પોતે શરૂઆત કરે, હું 5 લાખ આપીશ" દેશમાં પ્રથા નાબૂદ થઈ છતાં રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ દવેએ વધુમાં જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલા શરૂઆતથી જ વિવાદિત નિવેદનો અને કાર્યો કરવા માટે ટેવાયેલા છે. ભારતમાં માથે મેલું ઉપાડવાની પ્રથા વર્ષો પહેલા જ નાબૂદ થઈ ચૂકી છે. જે સમાજ આ કામ કરતો હતો તેમને સમાનભેર જીવવા માટે અગાઉની અને વર્તમાન સરકારોએ અનેક કાર્યો કર્યા છે. ત્યારે માત્ર રાજકીય માઈલેજ લેવા માટે કોમ-કોમ કે ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાવવું તદ્દન અયોગ્ય છે. બાપુએ કંઈ પણ બોલતા પહેલા વિચાર કરવો જોઈએ કે રાજકીય લાભ ખાતર સમાજને ન છંછેડાય. પોતાના સમાજને કેમ બાકાત રાખ્યો? યજ્ઞેશ દવેનો સવાલ શંકરસિંહ પર નિશાન સાધતા દવેએ સવાલ ઉઠાવ્યો હતો કે વાઘેલાએ માત્ર ત્રણ સમાજ - પાટીદાર, બ્રાહ્મણ અને વાણિયા સમાજને જ કેમ ટાર્ગેટ કર્યા? તેઓ પોતે ક્ષત્રિય છે અને સવર્ણ સમાજમાંથી જ આવે છે, તો તેમણે પોતાના સમાજનું નામ કેમ ન લીધું? આ બધું દર્શાવે છે કે તેઓ માત્ર વિવાદ ઊભો કરવા માંગે છે. દવેએ સ્પષ્ટ ચીમકી આપી છે કે બ્રહ્મ સમાજ કે અન્ય કોઈ સમાજને આવી રીતે ટાર્ગેટ કરવામાં આવશે, તો બ્રહ્મ સમાજ તે સાંખી લેશે નહીં. 'બાપુના 'રાજકીય લગ્નો'થી પ્રજા વાકેફ છે' વાઘેલાના કોંગ્રેસમાં પરત ફરવા અંગે યજ્ઞેશ દવેએ કટાક્ષ કર્યો હતો કે બાપુ અગાઉ પણ ઘણા બધા 'રાજકીય લગ્નો' કરી ચૂક્યા છે અને હવે ફરીથી નવું રાજકીય લગ્ન કરવા જઈ રહ્યા છે. ભાજપમાંથી અલગ થયા બાદ તેમણે કેટલાય પક્ષો સાથે જોડાણ કર્યા છે. બાપુના કોંગ્રેસમાં જવાથી પક્ષને લાભ થશે કે નહીં તે કોંગ્રેસ જાણે, પરંતુ ગુજરાતની પ્રજા હવે કોંગ્રેસ અને શંકરસિંહ બાપુ બંનેને સારી રીતે ઓળખી ગઈ છે. કોઈ ચોક્કસ વર્ગને ખુશ કરવા માટે વાત કરાઈ: અલ્પેશ કથીરિયા પાટીદાર સમાજના યુવા નેતા અને ભાજપ નેતા અલ્પેશ કથીરિયાએ શંકરસિંહ વાઘેલાના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. તેમણે આ નિવેદનને એકદમ ફાલતુ અને બકવાસ ગણાવતા કહ્યું કે, તે તેમની ઉંમર અને પરિપક્વતાની તદ્દન વિરુદ્ધ છે. જ્ઞાતિ-જાતિ વચ્ચે વેરઝેર ફેલાવતી અને રૂપિયા 50,000 આપીને મહેલ ઉપાડવાની વાતો માત્ર કોઈ ચોક્કસ વર્ગને ખુશ કરવા માટે જ કરાઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા નેતાને આવા નિવેદનો માટે શરમ આવવી જોઈએ અને રાજનેતાઓએ આવી ખુશામતખોરીથી દૂર રહેવું જોઈએ. 'લાગણી દુભાવવા બદલ શંકરસિંહ માફી માંગે' આ વિવાદમાં માફી પર સૌથી વધુ ભાર મૂકતા અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટ માંગણી કરી છે કે શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવેદન અંગે 100% માફી માંગવી જ જોઈએ. તેમણે જણાવ્યું કે મોટા મંચ પરથી આવી વાહિયાત વાતો કરવાથી સમાજના લોકોની લાગણીઓ દુભાય છે, અને આ કોઈ એવી સામાન્ય વાત નથી જેને લોકો હસીને કાઢી મૂકે. તેમણે સ્પષ્ટતા અને માફીની માંગ કરતા વધુમાં ઉમેર્યું હતું કે વડીલોએ આવા નિવેદનોથી બચવું જોઈએ, અને તેમની ઉંમર પ્રમાણે કાં તો તેમણે મૌન રહેવું જોઈએ અથવા તો ન બોલવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    આપના નેતાઓ સભા સંબોધતા રહ્યા'ને ભાજપે ખેલ પાડી દીધો:ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા આપના 100 કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા
    Next Article
    Sasan Gir Lions Safari Postponed | આજથી સાસણમાં સિંહ દર્શન શરૂ નહીં થાય | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment