Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા રેલવે સ્ટેશન પર મહિલા TTE- મુસાફર વચ્ચે મારામારી:ટિકિટ ચેકિંગ સમયે બાળકને ધક્કો મારી લાફો માર્યો, છેડતીના કેસમાં ફસાવવાની ધમકી આપ્યાનો પરિવારનો આક્ષેપ

    11 hours ago

    મહેસાણા રેલવે સ્ટેશન પર ઓનડ્યુટી મહિલા TTE (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર) દ્વારા કાયદેસરની ટિકિટ હોવા છતાં નાણાંની માંગણી કરી ઉગ્ર બોલાચાલી, ઝપાઝપી અને મારપીટ કરી હોવાનો એક પરિવારે આક્ષેપ કર્યો છે. આ મામલે વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતા કાજલબેન પ્રેમકુમાર રાયે મહેસાણા રેલવે પોલીસ સ્ટેશનમાં મહિલા TTE લક્ષ્મીબેન જનાર્દન સિંગ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અરજી કરી છે. રેલવે સ્ટેશન પર મહિલા TTE અને મહિલા મુસાફર વચ્ચે થયેલી મારામારીનો વીડિયો પણ સામે આવ્યો છે. આ બાબતે દિવ્ય ભાસ્કર દ્વારા તપાસ અધિકારી વિસાભાઈનો સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવા નું ટાળ્યું હતું. પરિવાર વડોદરાથી મહેસાણા આવ્યો હતો ઘટનાની વિગત મુજબ, ફરિયાદી કાજલબેન, તેમના પતિ પ્રેમકુમાર અને 5 વર્ષ અને દોઢ વર્ષના બે બાળક સાથે ગતરોજ (27 જૂન) વડોદરાથી બાંદ્રા-ભગત કી કોઠી એક્સપ્રેસ ટ્રેનમાં મહેસાણા આવવા નીકળ્યા હતા. તેમની પાસે કાયદેસરની ઓનલાઇન કન્ફર્મ એસી અને સ્લીપર ટિકિટ તેમજ પાંચ વર્ષના બાળકની જનરલ ટિકિટ પણ હતી. મહિલા TTEએ બાળકની ટિકિટ ઝૂંટવી ધક્કો માર્યાનો આરોપ ટ્રેન રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ મહેસાણા પ્લેટફોર્મ નંબર 4 પર આવી પહોંચતા આખો પરિવાર સામાન સાથે ઓવરબ્રિજ પરથી બહાર નીકળી રહ્યો હતો. તે સમયે ત્યાં ફરજ પર તૈનાત મહિલા TTE લક્ષ્મીબેને તેમની પાસે ટિકિટ માંગતા ફરિયાદીએ તમામ ટિકિટો બતાવી હતી. જોકે, મહિલા TTEએ બાળકની જનરલ ટિકિટ ફરિયાદીના પતિના હાથમાંથી ઝૂંટવી લીધી હતી અને પરત આપવાનો ઇનકાર કરી પૈસાની માંગણી કરી હતી. મુસાફર પરિવારે કાયદેસર ટિકિટ હોવાથી પૈસા આપવાનો ઇનકાર કરતા જ મહિલા TTE ઉશ્કેરાઈ ગઈ હતી અને રકઝક દરમિયાન પાંચ વર્ષના માસૂમ બાળકને જોરદાર ધક્કો મારી નીચે પાડી દીધો હતો. બાળકને મારવા મામલે સવાલ કરતા TTEએ લાફો માર્યા કાજલબેને પોતાના બાળકને ધક્કો મારવા અંગે પૂછતાં જ મહિલા TTEએ બિભત્સ ગાળો આપી, કાજલબેન સાથે ઝપાઝપી કરી ગાલ પર લાફો મારી દીધો હતો. એટલું જ નહીં, ગળાના ભાગે નખ મારી ઉઝરડા કર્યા હતા અને બચાવ કરવા જતાં કાજલબેનનો હાથ મરડી નાખ્યો હતો. આ દરમિયાન દોઢ વર્ષના નાના બાળકને પણ ધક્કો મારવામાં આવ્યો હતો. TTEએ ફોન કરી અન્ય માણસોને બોલાવ્યાં, અશોભનીય વર્તન કર્યું આ ઝપાઝપી જોઈને કાજલબેનના પતિ વચ્ચે પડતાં મહિલા TTEએ "હું કોણ છું તે બતાવું" તેમ કહી પતિને છેડતીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ TTEએ ફોન કરીને અન્ય 4-5 અજાણ્યા માણસોને બોલાવી લીધા હતા, જેમણે પણ આવીને મુસાફર પતિ સાથે અશોભનીય વર્તન કર્યું હતું. ઘટના વણસતા રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલો થાળે પાડી પરિવારને રેલવે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. સિનિયર સ્ટેશન માસ્ટરે પણ પરિવારને ધમકી આપી ત્યારબાદ ફરિયાદી મહિલાએ પોતાના પિતા અનિલરાયને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. મુસાફર પરિવાર જ્યારે પોલીસને હકીકત જણાવી રહ્યો હતો, તે સમયે મહિલા TTEએ તેમના સિનિયર સ્ટેશન માસ્ટર દિનેશ રાઠોડને ત્યાં બોલાવ્યા હતા. સિનિયર સ્ટેશન માસ્ટરે પણ ભોગ બનનાર પરિવાર પક્ષના પિતાને 'તમારી છોકરીને જેલમાં પૂરી દેવાની છે' તેવી ધમકી આપી હોવાનો પણ પોલીસમાં કરેલી અરજીમાં ઉલ્લેખ કરાયો છે. હાલમાં રેલવે પોલીસે ભોગ બનનાર મહિલાની અરજીના આધારે તપાસ હાથ ધરી છે. જ્યારે સામાન્ય ઇજાઓ પામેલી મુસાફર મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે.
    Click here to Read More
    Previous Article
    અંબાજીના પંચમુખી કોમ્પલેક્ષમાં ભૂગર્ભ ગટર સમસ્યાનો ઉકેલ:કોર્પોરેટર ની હાજરીમાં સમારકામની કામગીરી શરૂ કરાઈ
    Next Article
    રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં:દાતાઓએ લાખો રૂપિયાનાં ખર્ચે આપેલી રિક્ષાઓ સેલરમાં ધૂળ ખાય છે, 10 પૈકી 2-3 ચાલુ રીક્ષામાં પણ દર્દીઓને બદલે સામાન ફેરવાતો હોવાનો પર્દાફાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment