Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાજીના પંચમુખી કોમ્પલેક્ષમાં ભૂગર્ભ ગટર સમસ્યાનો ઉકેલ:કોર્પોરેટર ની હાજરીમાં સમારકામની કામગીરી શરૂ કરાઈ

    10 hours ago

    અંબાજીના શાંતિનિકેતન સ્કૂલ પાસે આવેલા પંચમુખી કોમ્પલેક્ષમાં ભૂગર્ભ ગટરની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાના નિરાકરણ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક સ્થળ પર હાજર રહીને આ કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. આ વિસ્તારના વેપારીઓ અને સ્થાનિક રહીશો ભૂગર્ભ ગટર લાઈન ચોકઅપ થવા અથવા તકનીકી ખામીને કારણે ગટરના પાણી ભરાવા અને દુર્ગંધની સમસ્યાથી પરેશાન હતા. આ સમસ્યા સ્થાનિકો માટે ભારે હાલાકીનું કારણ બની હતી અને લાંબા સમયથી વિવાદનો મુદ્દો હતી. પ્રજાને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે, કોર્પોરેટર ની સીધી દેખરેખ હેઠળ લાઈન રિપેરિંગ અને સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. કામગીરી દરમિયાન અન્ય સરકારી સેવાઓની ભૂગર્ભ લાઈનોને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે GUDC, GEB અને સાબરમતી ગેસ કંપનીના અધિકારીઓને પણ સ્થળ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કોર્પોરેટર દિપક પટેલ ,રોહિત પટેલ સાથે પૂર્વ કોર્પોરેટર જયેશભાઈ ગણપતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિભાગોના સંકલનથી કામગીરી ઝડપથી અને સુચારુ રૂપે પૂર્ણ કરી શકાય તે માટે પૂર્વ આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કોસ્ટ ગાર્ડે રાઈફલથી પોતાની જાત પર ગોળી ચલાવી:સ્થિતિ નાજુક હોવાથી જવાન કે.ડી હોસ્પિટલ રીફર, પત્ની બેભાન હાલતમાં; ગાંધીનગરમાં કોસ્ટ ગાર્ડ ઓફિસર્સ મેસનો બનાવ
    Next Article
    મહેસાણા રેલવે સ્ટેશન પર મહિલા TTE- મુસાફર વચ્ચે મારામારી:ટિકિટ ચેકિંગ સમયે બાળકને ધક્કો મારી લાફો માર્યો, છેડતીના કેસમાં ફસાવવાની ધમકી આપ્યાનો પરિવારનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment