Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TRP ગેમઝોન અગ્નિકાંડમાં 6 અધિકારી કાયમી ઘરભેગા:તત્કાલિન CFO ઈલેશ ખેર, ફાયર સ્ટેશન ઓફિસર વિગોરા અને TP વિભાગના 4 અધિકારી ડિસમિસ, મનસુખ સાગઠીયાના નિવૃત્તિના લાભો અટકાવ્યા

    एक दिन पहले

    રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 6 અધિકારી કાયમી ઘરભેગા કરી દેવાયા છે. મનપાના તત્કાલિન ચીફ ફાયર ઓફિસ ઈલેશ ખેર, તત્કાલિન ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા અને ટાઉન પ્લાનિંગ વિભાગના 4 અધિકારીને ડિસમિસ કરી દેવાયા છે. જ્યારે તત્કાલિન TPO મનસુખ સાગઠીયાના નિવૃત્તિના લાભો અટકાવવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા ખાતાકીય તપાસના અનુસંધાને આ 'ડિસ્મિસલ ફોર સર્વિસ' કરવામાં આવ્યા છે. મનસુખ સાગઠિયાને પ્રોવિઝનલ પેન્શન ચૂકવાશે તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા નિવૃત્તિવય વટાવી જતાં તેનું રજાનું રોકડ રૂપાંતર સસ્પેન્ડ કરી માત્ર પ્રોવિઝનલ પેન્શન ચુકવવા નિર્ણય કરાયો છે. આ કેસને લઈ એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ભારતમાં સૌથી પહેલો વહેલો એવો કિસ્સો છે કે જેની અંદર અધિકારીઓને જવાબદાર, ખાતાકીય તપાસ હેઠળ જવાબદારી અને જવાબદાર ગણી અને તેઓને 'ડિસ્મિસલ ઓફ સર્વિસ' કરવામાં આવેલા હોય. મે, 2024માં TRP ગેમઝોન અગ્નિકાંડ રાજકોટ સહિત દેશભરના લોકોને હચમચાવી મૂકનાર TRP ગેમઝોન અગ્નિકાંડ 25 મે, 2024ની સાંજે થયો હતો. જેમાં જીવ ગુમાવનારા 27 લોકોના પરિવારજનો અને રાજકોટવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં અચાનક લાગેલી આગ ગણતરીની મિનિટોમાં વિકરાળ બની હતી અને જોતજોતામાં 27 લોકો ભડથું ગયા હતા. ગેમઝોનમાં આનંદ માણવા આવેલા લોકો અને પરિવારજનોમાં માતમ છવાયો હતો. ઘટનાસ્થળે અને હોસ્પિટલે દૃશ્યો એવા સર્જાયા કે મૃતદેહોના પોટલા વાળીને લઈ જવા પડ્યા હતા. વેલ્ડિંગના તણખાના કારણે ગેમઝોન આગનો ગોળો બની ગયો 25 મે 2024ને શનિવારનો દિવસ. સાંજના 5.30 વાગ્યે રાજકોટ શહેરના નાના મવા રોડ પર TRP ગેમ ઝોનમાં અનેક યુવક યુવતીઓ વિવિધ ગેમ્સનો આનંદ માણી રહ્યા હતા. આ દરમિયાન પતરાંના શેડમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 3 લોકો વેલ્ડિંગ કામ કરી રહ્યા હતા અને એક વ્યક્તિ તેની પાસે ખુરશી પર આરામથી બેઠી હતી. જ્યાં આ વેલ્ડિંગનું કામ ચાલતું હતું ત્યાં નજીક ટાયર પડ્યા હતા અને તેનાથી થોડે દૂર જ ફોમ શીટ પડેલી હતી. સ્નો પાર્ક બનાવવા ગ્રાઉન્ડ ફ્લોર પર વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું. આ વેલ્ડિંગના તણખાંના ઝરે છે ને 27 જિંદગી કોલસો બની જાય છે. ચારેય અધિકારી 'ડિસ્મિસલ ફોર સર્વિસ' એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જે તે વખતે બનાવો અને તેની પહેલાના સંબંધિત સમયમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તથા આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે સર્વિસ કરનારાઓ ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા આ ચારેયને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા ખાતાકીય તપાસના અનુસંધાને 'ડિસ્મિસલ ફોર સર્વિસ' કરવામાં આવ્યા છે અને ફાયર સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવનાર રોહિત વિગોરા છે, તેમને પણ 'ડિસ્મિસલ ઓફ સર્વિસ' કરવામાં આવ્યા છે. ખાતાકીય તપાસમાં તમામ અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી વધુમાં નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લગભગ મારી જાણ મુજબ આ ભારતમાં સૌથી પહેલો વહેલો એવો કિસ્સો છે કે જેની અંદર અધિકારીઓને જવાબદાર, ખાતાકીય તપાસ હેઠળ જવાબદારી અને જવાબદાર ગણી અને તેઓને 'ડિસ્મિસલ ઓફ સર્વિસ' કરવામાં આવેલા હોય. ખાતાકીય તપાસમાં તમામ અધિકારીઓની ગંભીર બેદરકારી બહાર આવી છે અને આ ગંભીર બે દરકારીના કારણે જ તેમની સામે કડક કાર્યવાહી કરી ડિસમિસ કરવામાં આવ્યા છે. 27 લોકોના મોત થયા અને તેમની પાછળ આ જ બધા અધિકારીઓ જવાબદાર હોવાનું કમિશનરની તપાસમાં સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટમાં વકીલની ડાગળી ચસકી, CJIને ગાળો ભાંડી:જજને આદેશ આપવા લાગ્યો, કાગળો ઉછાળ્યા; સિક્યોરિટીએ ખેંચીને બહાર કાઢ્યો, કોર્ટે અવમાનનાની કાર્યવાહી ન કરી
    Next Article
    195 ગામડાઓમાંથી સુભાષબ્રિજ-વસ્ત્રાલ RTOમાં નોંધણી કરાવશો તો AMC ટેક્સ લેશે:વર્ષે 10 કરોડની આવક વધવાનો અંદાજ; સુરત મનપા બાદ AMCનો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment