Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    195 ગામડાઓમાંથી સુભાષબ્રિજ-વસ્ત્રાલ RTOમાં નોંધણી કરાવશો તો AMC ટેક્સ લેશે:વર્ષે 10 કરોડની આવક વધવાનો અંદાજ; સુરત મનપા બાદ AMCનો નિર્ણય

    1 day ago

    અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને મહેસાણા જિલ્લાની આસપાસના ગામડાઓના રહેવાસીઓ હવે જો અમદાવાદના સુભાષ બ્રિજ અને વસ્ત્રાલ આરટીઓમાંથી ગાડી પાર્સિંગ કરાવશે તો તેમણે અમદાવાદ કોર્પોરેશનનો વ્હીકલ ટેક્સ ચૂકવવો પડશે. આજે 10 જુલાઈના રોજ મળેલી રેવન્યુ કમિટીની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ગાંધીનગર અથવા મહેસાણા આરટીઓમાંથી પાસિંગ થશે તો તેમણે AMCનો ટેક્સ ચૂકવવો પડશે નહી. સુરત મહાનગરપાલિકામાં આ નિયમ લાગુ કરવામાં આવેલો હોવાથી હવેથી સુરત મહાનગરપાલિકા પાસેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શીખ લઈને આ નિર્ણય લીધો છે. કોર્પોરેશનની 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોનો સમાવેશ રેવન્યુ કમિટીના ચેરમેન મુકેશ પટેલ અને ડેપ્યુટી ચેરમેન વિરાટ પુરોહિતે જણાવ્યું હતું કે આજે મળેલી રેવન્યુ કમિટીની બેઠકમાં અમદાવાદ જિલ્લાના સાણંદ, દસ્ક્રોઇ અને ધોળકા તેમજ ગાંધીનગરના કલોલ, કડી, દહેગામ, ગાંધીનગર, ખેડા જિલ્લાના મહેમદાવાદ, ખેડા અને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના 195 જેટલા ગામો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા હોય તેઓ અમદાવાદના સુભાષ બ્રિજ અને વસ્ત્રાલ આરટીઓમાંથી જો વાહન પાસિંગ કરાવશે તો તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો વ્હીકલ ટેક્સ ચૂકવવો પડશે. જેનાથી વાર્ષિક 10 કરોડ રૂપિયાની આવક વધારે થઈ શકે તેવો અંદાજ છે. ગ્રામ પંચાયતનો રહેઠાણનો દાખલો રજૂ કરીને AMCનો વાહનવેરો ભરતા નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ઉપયોગમાં લેવાતા વાહનો ઉપર વાહનવેરો વસૂલવાની જોગવાઈ છે. તેમ છતાં હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદને અડીને આવેલા AUDA તથા ગ્રામપંચાયત વિસ્તારોના ઘણા વાહન માલિકો નવું વાહન ખરીદતી વખતે ગ્રામ પંચાયતનો રહેઠાણનો દાખલો રજૂ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વાહનવેરો ભરતા નથી, પરંતુ તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ-રસ્તાઓનો નિયમિત ઉપયોગ કરે છે. પરિણામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આવકનું નુકસાન થાય છે તથા સમાન પરિસ્થિતિમાં શહેરના રહેવાસીઓ વાહનવેરો ભરે છે જ્યારે AMC હદને અડીને આવેલા બહારના વિસ્તારોના વાહન માલિકો વેરો ભર્યા વિના સમાન સુવિધાનો લાભ લેતા હોવાથી સમાનતા જળવાતી નથી. સુરત મનપા બાદ અમદાવાદ મનપાનો નિર્ણય જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડીંગ કમિટી ઠરાવ મુજબ સુરત મહાનગરપાલિકાની હદથી 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા ગામો/વિસ્તારોમાં નવા વાહનોની નોંધણી કરાવતા વાહન માલિકો પાસેથી વાહનવેરો વસૂલવાની નીતિ અમલમાં છે. આથી સુરત મહાનગરપાલિકાની આવકમાં વધારો થયો છે. આ બાબતોને ધ્યાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ હદને અડીને આવેલા 195 ગામો/વિસ્તારો માટે સુરત મહાનગરપાલિકાની સમકક્ષ નીતિ અમલમાં મૂકવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં વધારો થશે.
    Click here to Read More
    Previous Article
    TRP ગેમઝોન અગ્નિકાંડમાં 6 અધિકારી કાયમી ઘરભેગા:તત્કાલિન CFO ઈલેશ ખેર, ફાયર સ્ટેશન ઓફિસર વિગોરા અને TP વિભાગના 4 અધિકારી ડિસમિસ, મનસુખ સાગઠીયાના નિવૃત્તિના લાભો અટકાવ્યા
    Next Article
    અમરેલીમાં ઊર્જા મંત્રીએ ખેડૂતો સાથે પાક અંગે ચર્ચા કરી:ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિનો તાગ મેળવ્યો, કૌશિક વેકરિયાએ ખેતરમાં ખેડૂતો સાથે ચા પીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment