Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TRP ગેમઝોન અગ્નિકાંડમાં ખેર સહિત 6 તત્કાલીન અધિકારી કાયમી ઘરભેગા:રાજકોટ મનપાનો હાઇકોર્ટમાં ખુલાસો, સાગઠીયાના નિવૃત્તિના લાભો અટકાવ્યા, વકીલે કહ્યું-અધિકારીઓને જવાબદાર ગણી ડિસમિસ કર્યાની દેશની પહેલી ઘટના

    12 hours ago

    રાજકોટમાં 2024માં થયેલા TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં 6 અધિકારી કાયમી ઘરભેગા કરી દેવાયા છે. ગુજરાત હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો આધારે સુનાવણી શરૂ કરી હતી. જેમાં આજની સુનાવમીમાં હાઈકોર્ટમાં રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. મનપાએ કહ્યું છે કે, સમગ્ર કેસની તપાસમાં મનપાના જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ મનપાએ હાઈકોર્ટમાં કહ્યું હતું કે, ગેમઝોન અગ્નિકાંડની બાદ જે તપાસ કરવામાં આવી છે તેમાં જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરાઈ છે. આ અધિકારીઓને સિવિલ સર્વિસ નિયમો હેઠળ સજા ફટકારાઈ છે. અન્ય એક અધિકારીને સેવામાંથી દૂર કરવામાં આવ્યો છે. જ્યારે વર્ગ એકના વરિષ્ઠ અધિકારી સામે સજાની કાર્યવાહી કરાઈ છે. સુઓ મોટો પીટીશનમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં રાજકોટ મનપા ફાયર ઓફિસર રોહિત વિગોરા, ટીપી વિભાગના અધિકારી ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, ઇલેશ ખેર અને રાજેશ મકવાણાને ડિસમિસ કરવામાં આવ્યા છે. જ્યારે ચીફ ટીપીઓ મનસુખ સાગઠિયા અગાઉથી વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ ગયાં છે. મનપાના તત્કાલિન ચીફ ફાયર ઓફિસ ઈલેશ ખેર, તત્કાલિન ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા અને ટાઉન પ્લાનિંગ વિભાગના ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા અધિકારીને ડિસમિસ કરી દેવાયા છે. જ્યારે તત્કાલિન TPO મનસુખ સાગઠીયાના નિવૃત્તિના લાભો અટકાવવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા ખાતાકીય તપાસના અનુસંધાને આ 'ડિસ્મિસલ ફોર સર્વિસ' કરવામાં આવ્યા છે. મનસુખ સાગઠિયાને પ્રોવિઝનલ પેન્શન ચૂકવાશે તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા નિવૃત્તિવય વટાવી જતાં તેનું રજાનું રોકડ રૂપાંતર સસ્પેન્ડ કરી માત્ર પ્રોવિઝનલ પેન્શન ચુકવવા નિર્ણય કરાયો છે. આ કેસને લઈ એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ભારતમાં સૌથી પહેલો વહેલો એવો કિસ્સો છે કે જેની અંદર અધિકારીઓને જવાબદાર, ખાતાકીય તપાસ હેઠળ જવાબદારી અને જવાબદાર ગણી અને તેઓને 'ડિસ્મિસલ ઓફ સર્વિસ' કરવામાં આવેલા હોય. ચારેય અધિકારી 'ડિસ્મિસલ ફોર સર્વિસ' એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જે તે વખતે બનાવો અને તેની પહેલાના સંબંધિત સમયમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તથા આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે સર્વિસ કરનારાઓ ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા આ ચારેયને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા ખાતાકીય તપાસના અનુસંધાને 'ડિસ્મિસલ ફોર સર્વિસ' કરવામાં આવ્યા છે અને ફાયર સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવનાર રોહિત વિગોરા છે, તેમને પણ 'ડિસ્મિસલ ઓફ સર્વિસ' કરવામાં આવ્યા છે. ખાતાકીય તપાસમાં તમામ અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી વધુમાં નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લગભગ મારી જાણ મુજબ આ ભારતમાં સૌથી પહેલો વહેલો એવો કિસ્સો છે કે જેની અંદર અધિકારીઓને જવાબદાર, ખાતાકીય તપાસ હેઠળ જવાબદારી અને જવાબદાર ગણી અને તેઓને 'ડિસ્મિસલ ઓફ સર્વિસ' કરવામાં આવેલા હોય. ખાતાકીય તપાસમાં તમામ અધિકારીઓની ગંભીર બેદરકારી બહાર આવી છે અને આ ગંભીર બેદરકારીના કારણે જ તેમની સામે કડક કાર્યવાહી કરી ડિસમિસ કરવામાં આવ્યા છે. 27 લોકોના મોત થયા અને તેમની પાછળ આ જ બધા અધિકારીઓ જવાબદાર હોવાનું કમિશનરની તપાસમાં સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. હવે કોઈ અધિકારીને સરકારી લાભ મળશે નહીં: બાર એસો.ના પૂર્વ ઉપપ્રમુખ રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ ઉપપ્રમુખ અને મૃતકના પરિવાર વતી લડત આપતા સિનિયર એડવોકેટ સુરેશ ફળદુએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મનપા કમિશનર દ્વારા જવાબદાર અધિકારીઓ સામે ડિસમિસ કરવામાં આવ્યા છે. કડક કાર્યવાહી કરવામાં આવતા હવે તેમને એક પણ પ્રકારના સરકારી લાભો મળી શકશે નહીં. તેમને એક પણ પ્રકારની રકમ પણ મળશે નહિ પરંતુ હવે આ તમામ અધિકારીઓને મળવા પાત્ર થતી રકમ સરકાર દ્વારા મૃતકોમાં પરિવારજનોને આપવામાં આવે તો તેમને સાચો ન્યાય મળ્યો કહેવાય. ક્યા અધિકારીનો શું રોલ? મનસુખ સાગઠીયા અગ્નિકાંડના મુખ્ય આરોપી અને ટીપીઓ સાગઠિયાને ધરપકડ બાદ તુરંત સસ્પેન્ડ કરાયા હતા. તેઓ સસ્પેન્શન દરમિયાન જ ૩૦ જૂન ૨૦૨૬ ના રોજ વયનિવૃત્ત થયા છે અને મનપા દ્વારા તેમના તમામ આર્થિક લાભો અને પેન્શન અટકાવી દેવાયા છે. તેમની સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ પણ ચાલી રહ્યો છે. ઇલેશ ખેર મનપાના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને ફાયર સેફ્ટી કિલયરન્સ વગર ગેમઝોન ચલાવવા દેવાની બેદરકારી બદલ ધરપકડના 48 કલાકમાં જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમણે ફાયર એનઓસીથી લઇ તમામ વસ્તુઓ જોવાની અને કન્ફોર્મ કરવાની રહેતી હતી. પોલીસ તો માત્ર તેમને જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા પૂર્ણ કરી કેસ ફોર્વર્ડ કરી દે, પરંતુ ચીફ ફાયર ઓફિસર તરીકે ઇલેશ ખેરએ બધું ચકાસવાની, ખરાઇ કરવાની અને ત્યાર બાદ જરૂરી પગલાં ભરવાની જરૂર હતી, પરંતુ એ ફરજ નિભાવવામાં તેઓ સંદતર નિષ્ફળ ગયા હતા, મુકેશ મકવાણા અને ગૌતમ જોષી (ATP) નિયમો નેવે મૂકીને ગેમ ઝોનને ચાલુ રાખવામાં મદદ કરવા અને કાગળોમાં ગેરરીતિ આચરવા બદલ દોષિત ઠેરવાયા હતા. રાજેશ મકવાણા(ATP) અને જયદીપ ચૌધરી (આસિસ્ટન્ટ એન્જિ.) ઘટના બાદ પુરાવાઓનો નાશ કરવા અને ગેમ ઝોનના રજિસ્ટરમાં બેક-ડેટ એન્ટ્રી (તારીખ પાછળની તારીખે) કરી સરકારી દસ્તાવેજોમાં ચેડાં કરવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી. રોહિત વિગોરા (સ્ટેશન ઓફિસર) ઘટના સમયે સ્થળ પર ફાયર સેફટી અંગે જરૂરી નિરીક્ષણ અને કાયદેસરની ફરજ ન નિભાવવા બદલ તેમની ધરપકડ કરાઈ હતી. મે, 2024માં TRP ગેમઝોન અગ્નિકાંડ 25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં આગ લાગતાં 27 લોકોનાં મોત થયાં હતાં અને 3 જેટલા લોકોને ઇજા પહોંચી હતી, જે અંગે પોલીસે ફરિયાદી બની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં કુલ 16 આરોપી સામે ગુનો દાખલ થયો હતો, જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન TPO મનસુખ ધનજીભાઇ સાગઠિયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, ટીપી શાખાના એન્જિનિયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રેકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત માટે ચિંતાજનક સમાચાર:સેટેલાઇટ ઇમેજમાંથી વાદળો ગાયબ; સુપર ટાયફૂન બાવીના કારણે દેશમાં ચોમાસું ધીમું પડશે
    Next Article
    પાટણ કન્યા વિદ્યાલયમાં દીકરીઓ માટે વ્યાખ્યાન:ડૉ. ભારતીબેન પટેલે માનસિક-શારીરિક સ્વાસ્થ્ય પર માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment