Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ કન્યા વિદ્યાલયમાં દીકરીઓ માટે વ્યાખ્યાન:ડૉ. ભારતીબેન પટેલે માનસિક-શારીરિક સ્વાસ્થ્ય પર માર્ગદર્શન આપ્યું

    10 hours ago

    પાટણની શ્રીમતી કે. કે. સરકારી કન્યા વિદ્યાલયમાં દીકરીઓ માટે "સશક્ત દીકરી – સ્વસ્થ મન, સુરક્ષિત જીવન અને ઉજ્જવળ ભવિષ્ય" વિષય પર એક વ્યાખ્યાન યોજાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ આજના સામાજિક પડકારો અંગે સમજણ વિકસાવવાનો હતો. ડૉ. ભારતીબેન પટેલે વિદ્યાર્થિનીઓને તરુણાવસ્થા દરમિયાન જરૂરી સાવચેતીઓ, વ્યક્તિગત સ્વચ્છતા, માનસિક તંદુરસ્તી અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દીકરીઓને આત્મવિશ્વાસ, સંયમ અને સજાગતા સાથે ઉજ્જવળ ભવિષ્ય તથા કારકિર્દી તરફ આગળ વધવા પ્રેરણા આપી. વ્યાખ્યાન દરમિયાન દીકરીઓના મનમાં ઉદ્ભવતા વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમને આજના સમયમાં વિવિધ લાલચો અને ભ્રામક પ્રલોભનોથી સાવચેત રહી પોતાની પ્રતિભા અને ક્ષમતાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની મહત્વપૂર્ણ સલાહ પણ અપાઈ હતી. ડૉ. ભારતીબેન પટેલે દીકરીઓના સર્વાંગી વિકાસ માટે આવા જાગૃતિમૂલક કાર્યક્રમના આયોજન બદલ શાળાના આચાર્ય ડૉ. દિનેશ પ્રજાપતિને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનો પરિચય કમલાબેન જેઠવાણીએ કરાવ્યો, સંચાલન નમ્રતાબેન ઠક્કરે કર્યું અને આભારવિધિ સુનિલભાઈ દેસાઈએ વ્યક્ત કરી હતી. શાળા પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    TRP ગેમઝોન અગ્નિકાંડમાં ખેર સહિત 6 તત્કાલીન અધિકારી કાયમી ઘરભેગા:રાજકોટ મનપાનો હાઇકોર્ટમાં ખુલાસો, સાગઠીયાના નિવૃત્તિના લાભો અટકાવ્યા, વકીલે કહ્યું-અધિકારીઓને જવાબદાર ગણી ડિસમિસ કર્યાની દેશની પહેલી ઘટના
    Next Article
    ગ્રામ્ય વિકાસ વિભાગમાં મોટા પાયે વહીવટી ફેરફારો:રાજ્ય સરકારે TDO અને વિસ્તરણ અધિકારીઓની બઢતી, બદલીના આદેશો જાહેર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment