Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉંડણી ગામની ગૌચર અને તળાવમાંથી માટીની ચોરી:તલાટીમંત્રીએ TDO, મામલતદાર અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી

    7 hours ago

    મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઉંડણી ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં આવેલી ગૌચરની જમીનમાં મોટાપાયે ગેરકાયદેસર માટી ખોદકામ અને માટી ચોરી થતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉંડણી ગામના સર્વે નંબર 1066 પર આવેલા તળાવમાંથી છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા ઇસમો દ્વારા કોઇપણ પ્રકારની સત્તાવાર મંજૂરી લીધા વિના મોટાપાયે માટીનું ગેરકાયદેસર ખોદકામ કરીને માટીની ચોરી કરવામાં આવી રહી છે. સ્થળ નિરીક્ષણ દરમિયાન તળાવમાં મોટા પ્રમાણમાં ઊંડા ખાડાઓ પડી ગયા હોવાનું અને ભારે પ્રમાણમાં ખોદકામ થયું હોવાનું ધ્યાને આવ્યું છે. આ પ્રકારની બેફામ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે સરકારી ગૌચર જમીન તેમજ તળાવને ભારે નુકસાન પહોંચી રહ્યું છે.જેનાથી સરકારી મિલકતને આર્થિક નુકસાન થવાની સાથે જાહેર હિતને પણ માઠી અસર થઈ રહી છે. તલાટી મંત્રી તરફથી લેખિત રજૂઆત કરવામાં આવી આ ગંભીર બાબતે તલાટી કમ મંત્રી દ્વારા ઉંડણી ગ્રામ પંચાયતના સરપંચ અને પંચાયત કમિટીને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી. આથી સરકારી મિલકતને વધુ નુકસાન થતું અટકાવવા માટે સ્થળ તપાસ કરી ગેરકાયદેસર માટી ખોદકામ બંધ કરાવવા,માટી ચોરીમાં સંડોવાયેલા જવાબદાર વ્યક્તિઓની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે. આ મામલે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર વડનગર અને ખેરાલુ પ્રાંત અધિકારીને પણ લેખિત જાણ કરવામાં આવી છે. સરપંચ અને સભ્યોને પણ આ બાબતે જાણ કરી છે- તલાટી મંત્રી તલાટી રમેશભાઇ દરજીએ ભાસ્કર ને જણાવ્યું કે,ગામના અમુક લોકોએ જણાવ્યું કે ગૌચરમાંથી માટી ચોરાય છે.જેથી મેં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે મોટા પ્રમાણ માં ખનીજ ચોરી થઈ છે.આ ગૌચર ગામથી અંદાજે બે કિલોમીટર દૂર આવી છે.હાલમાં મેં આ બાબતે ઉપર ના અધિકારીઓ ને લેખિતમાં જાણ કરી છે.અને સરપંચ અને સભ્યોને પણ આ બાબતે જાણ કરી છે. ગામના સરપંચ એ ભાસ્કર ને જણાવ્યું કે હું છેલ્લા ત્રણ માસ થી ગામમાં હાજર નથી.મારા અંગત કામથી બહાર છું.આ બાબતે મને જાણવા મળ્યું છે.હું જોવડાઈ લઉ છું.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં 173 શિક્ષણ સહાયકોને પુરા પગારના આદેશ અપાયા:DEO કચેરીએ આયોજિત સમારોહમાં વિતરણ; શાળા સંચાલકો, શિક્ષકો અને શિક્ષણ સહાયકો ઉપસ્થિત રહ્યા
    Next Article
    'Barish ho ya dhoop, jeete bina nahin jayenge' Ranchi Students Protest mein bole Students |Jharkhand

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment