Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં 173 શિક્ષણ સહાયકોને પુરા પગારના આદેશ અપાયા:DEO કચેરીએ આયોજિત સમારોહમાં વિતરણ; શાળા સંચાલકો, શિક્ષકો અને શિક્ષણ સહાયકો ઉપસ્થિત રહ્યા

    8 hours ago

    પંચમહાલ જિલ્લામાં 173 શિક્ષણ સહાયકોને પુરા પગારના આદેશો અપાયા છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા બિનસરકારી અનુદાનિત શાળાઓના ઉચ્ચ માધ્યમિક વિભાગના શિક્ષણ સહાયકો માટે "પુરા પગાર આદેશ વિતરણ સમારોહ" જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પંચમહાલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. આ સમારોહમાં જિલ્લાના કુલ 173 શિક્ષણ સહાયકોને પુરા પગારના આદેશોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ મુખ્ય અતિથિ તરીકે અને જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શિક્ષણ સહાયકોને પુરા પગારના આદેશો અર્પણ કરાયા હતા. આ પ્રસંગે વક્તાઓએ શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે ગુણવત્તાસભર શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળા સંચાલકો, શિક્ષકો અને મોટી સંખ્યામાં શિક્ષણ સહાયકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સુચારુ રીતે થયું હતું અને તે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    રીક્ષા ગેંગ ચોર ટોળકીનો સાગરીત ઝડપાયો:રીક્ષામાં પેસેન્જરની નજર ચુકવી સોનાના દાગીનાની ચોરી કરતા, રૂ.3.51 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    ઉંડણી ગામની ગૌચર અને તળાવમાંથી માટીની ચોરી:તલાટીમંત્રીએ TDO, મામલતદાર અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment