Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીક્ષા ગેંગ ચોર ટોળકીનો સાગરીત ઝડપાયો:રીક્ષામાં પેસેન્જરની નજર ચુકવી સોનાના દાગીનાની ચોરી કરતા, રૂ.3.51 લાખનો મુદ્દામાલ જપ્ત

    8 hours ago

    મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રીક્ષામાં પેસેન્જરોને બેસાડી તેની નજર ચુકવી સોનાના દાગીનાની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી ગણતરીના કલાકોમાં અનડિટેક્ટ ચોરીનો ગુનો ઉકેલી નાખ્યો છે. LCBની ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન કડી-નંદાસણ તરફથી આવતી એક શંકાસ્પદ લીલા રંગની રીક્ષા નં. GJ.02.BU.2026 અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે બેચરાજી ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવીને રીક્ષાચાલક નવાજશરીફ યુસુફભાઇ માંડલીક (રહે. કડી) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. મહિલા પેસેન્જરના થેલામાંથી સોનાના દાગીના ચોર્યાની કબૂલાત પોલીસે આરોપી પાસેથી રૂ.1.25 લાખની કિંમતની સોનાના પેન્ડલ સાથેની ચેન, રૂ.21 હજારની સોનાની બુટ્ટી, મોબાઈલ અને રીક્ષા મળીને એકંદર રૂ. 3,51,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીની સઘન પૂછપરછ દરમિયાન તેણે તેના અન્ય ત્રણ સાગરીતો પઠાણ અલીખાન છોટેખાન, પઠાણ સરફરાજખાન છોટેખાન અને બહેલીમ શાહરૂખખાન (તમામ રહે. કડી) સાથે મળીને છત્રાલ ખાતેથી રીક્ષામાં એક મહિલા પેસેન્જરને બેસાડી તેમના થેલામાંથી સોનાના દાગીના ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. આ અંગે ખાતરી કરતા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનો ગુનો ડિટેક્ટ થયો છે. એક સાગરીત રીક્ષા ચલાવતો અને અન્ય સાગરીતો પેસેન્જર બનીને પાછળ બેસતા આ ગેંગની ગુનો કરવાની પદ્ધતિ મુજબ તેઓ રીક્ષા સ્ટેન્ડ પર ઉભા રહી એક સાગરીત રીક્ષા ચલાવતો અને અન્ય સાગરીતો પેસેન્જર બનીને પાછળ બેસતા હતા. રસ્તામાં ભોગ બનનાર પેસેન્જરને વચ્ચે બેસાડી, જોર-જોરથી વાતો કરી તેની નજર ચુકવી થેલામાંથી રોકડ કે દાગીના સેરવી લેતા અને બાદમાં અન્ય પેસેન્જર ઉતારવાનું બહાનું બતાવી ભોગ બનનારને રસ્તામાં ઉતારીને ફરાર થઈ જતા હતા. હાલમાં એલ.સી.બી. પોલીસે પકડાયેલ આરોપી અને મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે પોલીસ સ્ટેશને સોંપીને ફરાર ત્રણેય વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સ્મીમેરમાં 20 મિનિટ સુધી બંધ રહેલું હૃદય ફરી ધબક્યું:23 વર્ષીય યુવકને મળ્યું નવજીવન, CPR અને ઈલેક્ટ્રિક શોક આપી મરણતોલ સ્થિતિમાંથી ઉગાર્યો
    Next Article
    પંચમહાલમાં 173 શિક્ષણ સહાયકોને પુરા પગારના આદેશ અપાયા:DEO કચેરીએ આયોજિત સમારોહમાં વિતરણ; શાળા સંચાલકો, શિક્ષકો અને શિક્ષણ સહાયકો ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment