Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્મીમેરમાં 20 મિનિટ સુધી બંધ રહેલું હૃદય ફરી ધબક્યું:23 વર્ષીય યુવકને મળ્યું નવજીવન, CPR અને ઈલેક્ટ્રિક શોક આપી મરણતોલ સ્થિતિમાંથી ઉગાર્યો

    9 hours ago

    સુરત શહેરની પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોએ તબીબી ક્ષેત્રે એક અદ્ભુત અને અકલ્પનીય ચમત્કાર કરી બતાવ્યો છે. સામાન્ય રીતે માનવ હૃદય જો કેટલીક સેકન્ડો માટે પણ બંધ પડી જાય તો વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત માનવામાં આવે છે પરંતુ, અહીંના તબીબોની સુઝબુઝ અને તાત્કાલિક સારવારને કારણે 15થી 20 મિનિટ સુધી સંપૂર્ણપણે બંધ પડી ગયેલા હૃદયને ફરી ધબકતું કરવામાં સફળતા મળી છે. મરણતોલ સ્થિતિમાંથી બહાર આવેલા 23 વર્ષીય યુવક 20 દિવસની સઘન સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈને હસતા મોઢે ઘરે પરત ફર્યો છે. પેશાબની નળીમાં પથરીનું ઓપરેશન કરવા પહોંચ્યા હતા દર્દી મળતી માહિતી મુજબ સુરતના રૂસ્તમપુરા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય ભરતભાઈ પટેલને પેશાબની નળીમાં પથરીની તકલીફ હતી. આ માટે તેમને 15 જૂનના રોજ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમામ જરૂરી રિપોર્ટ આવ્યા બાદ 20 જૂનના રોજ સવારે 9 વાગ્યે તેમને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા. ઓપરેશન માટે દર્દીના કમરથી નીચેના ભાગને નિશ્ચેતન (એનેસ્થેસિયા) કરવાનું ઇન્જેક્શન આપીને સર્જરી શરૂ કરવામાં આવી હતી. ઓપરેશન ટેબલ પર અચાનક ધબકારા અને બીપી શૂન્ય થઈ ગયા ઓપરેશન શરૂ થયાના થોડા જ સમયમાં, સવારે 9.50 વાગ્યે અચાનક જ સ્થિતિ વણસી હતી. ભરતભાઈના હૃદયના ધબકારા અનિયમિત બનવા લાગ્યા હતા. જોતજોતામાં તેમનું બ્લડપ્રેશર અને ધબકારા અત્યંત નીચે જતા રહ્યા હતા અને આખરે તેમનું હૃદય બંધ પડી ગયું હતું. ઓપરેશન ટેબલ પર જ દર્દીના હૃદયે કામ કરવાનું બંધ કરી દેતાં તબીબોની ટીમ ક્ષણભર માટે દોડધામમાં મુકાઈ ગઈ હતી. ડોક્ટરોની ટીમે 20 મિનિટ સુધી ઈલેક્ટ્રિક શોક અને CPR આપીને આપ્યું નવજીવન પરિસ્થિતિની ગંભીરતા પારખીને એનેસ્થેસિયા અને મેડિસિન વિભાગના ડોક્ટરોની ટીમે એક પણ ક્ષણનો બગાડ કર્યા વિના યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. દર્દીને કૃત્રિમ શ્વાસ આપવા શ્વાસનળીમાં ટ્યુબ નાખી ઓક્સિજન આપવામાં આવ્યો અને તાત્કાલિક CPR શરૂ કરાયું. આટલું જ નહીં, દર્દીને ડિફિબ્રિલેટર મશીન વડે ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવ્યા હતા. સતત 15થી 20 મિનિટ સુધી તબીબોની ટીમે કરેલા અથાક પ્રયાસો બાદ ચમત્કાર સર્જાયો હતો અને ભરતભાઈનું બંધ પડી ગયેલું હૃદય ફરીથી ધબકવા લાગ્યું હતું. 20 દિવસ ICUમાં સારવાર લીધા બાદ હસતા મોઢે દર્દી ઘરે પરત ફર્યો હૃદય પુનઃ ધબકતું થયા બાદ દર્દીને તાત્કાલિક વેન્ટિલેટર સપોર્ટ પર આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. સ્મીમેરના તબીબોની રાત-દિવસની સઘન દેખરેખ અને ચોકસાઈભરી સારવારના પરિણામે દર્દીની સ્થિતિમાં ધીમે-ધીમે સુધારો થવા લાગ્યો હતો. થોડા દિવસોમાં તેઓ વેન્ટિલેટર વિના જાતે શ્વાસ લેતા થઈ ગયા હતા. હોસ્પિટલમાં 20 દિવસની લાંબી અને કાળજીપૂર્વકની સારવાર બાદ ભરતભાઈ સંપૂર્ણપણે સ્વસ્થ થઈને પોતાના પગે ચાલીને ઘરે પરત ફર્યા હતા. પરિવારજનોએ સ્મીમેરના તમામ ડોક્ટરો અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપાની બેદરકારીથી વધુ એકનો ભોગ લેવાયો:હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાના PA બાઈક 3 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતાં રોડ પર પટકાયા, સંદીપ યાદવે ઘટનાસ્થળે જીવ ગુમાવ્યો
    Next Article
    રીક્ષા ગેંગ ચોર ટોળકીનો સાગરીત ઝડપાયો:રીક્ષામાં પેસેન્જરની નજર ચુકવી સોનાના દાગીનાની ચોરી કરતા, રૂ.3.51 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment