Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાની બેદરકારીથી વધુ એકનો ભોગ લેવાયો:હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાના PA બાઈક 3 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતાં રોડ પર પટકાયા, સંદીપ યાદવે ઘટનાસ્થળે જીવ ગુમાવ્યો

    10 घंटे पहले

    સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા આહિર ચોકથી માનસરોવર સોસાયટી તરફ જવાના રસ્તા પર ગત રાત્રે અંદાજે 10:30 વાગ્યાના સુમારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. હિન્દુવાદી નેતા અને સનાતન સંઘના આગેવાન ઉપદેશ રાણાના પર્સનલ આસિસ્ટન્ટ 24 વર્ષીય સંદીપ યાદવ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે રોડ પર પાણી અને કાદવ-કીચડથી ભરાયેલા 2 થી 3 ફૂટ ઊંડા ગંભીર ખાડામાં તેમનું બાઈક અચાનક ખાબક્યું હતું. જેના કારણે સંદીપ યાદવ જોરદાર ઉછળીને રોડ પર પટકાયા હતા. તેમને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. માત્ર 24 વર્ષની નાની વયે અણધાર્યા અવસાનથી સંદીપના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તે મારો નાનો ભાઈ હતો, ઓફિસ-ઘરનું તમામ કામ સંભાળતો: ઉપદેશ રાણા પોતાના અંગત આસિસ્ટન્ટના કરૂણ મોત અંગે જાણ થતાં જ હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા હોસ્પિટલ અને સ્મશાનગૃહ ખાતે પહોંચ્યા હતા. તેમણે ભારે હૈયે અને આક્રોશ સાથે જણાવ્યું હતું કે, સંદીપ છેલ્લા 6 થી 7 વર્ષથી સતત મારી સાથે જ રહેતો હતો. તે માત્ર મારો પીએ કે કર્મચારી નહોતો પરંતુ મારા નાના ભાઈ સમાન હતો. મારી ઓફિસથી લઈને ઘર સુધીની તમામ જવાબદારીઓ તે ખુબ જ પ્રામાણિકતાથી સંભાળતો હતો. તે હજુ અપરિણિત હતો અને પરિવારનો મોટો આધાર હતો. સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે આજે એક ઉગતો યુવાન અને નિર્દોષ છોકરો આપણી વચ્ચેથી છીનવાઈ ગયો છે. આ માત્ર અકસ્માત નથી પરંતુ પાલિકાની ઘોર બેદરકારીનું પરિણામ છે. વરસાદી ખાડાઓએ ગોડાદરાના રસ્તાને 'મોતનો પટ્ટો' બનાવ્યો ગોડાદરા વિસ્તારના 150 ફૂટના આ મુખ્ય રોડ પર સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર 5 થી 7 જેટલા મોટા અને ઊંડા ખાડાઓ છેલ્લા ઘણા સમયથી યથાવત છે. ચોમાસાના વરસાદને કારણે આ ખાડાઓમાં કાદવ અને પાણી ભરાઈ જાય છે, જેથી વાહનચાલકોને ખાડાની ઊંડાઈનો ખ્યાલ આવતો નથી. આ ઉપરાંત રોડ પર સ્ટ્રીટ લાઈટોના થાંભલા ઊભા કરવામાં આવ્યા છે પરંતુ રાત્રિના સમયે એકપણ લાઈટ ચાલુ હોતી નથી. ઉપદેશ રાણાએ ઉમેર્યું હતું કે, જો રસ્તા પર લાઈટો ચાલુ હોત અને પાલિકાએ વરસાદી ખાડાઓ પૂરવાનું કામ કર્યું હોત તો આજે સંદીપ આપણી વચ્ચે જીવંત હોત. રાત્રે અંધારામાં વાહનચાલકો માટે આ રસ્તો સાક્ષાત મોતનો કૂવો બની ગયો છે. સ્થાનિકોએ માર્ક કરેલા ખાડાના સાઈનબોર્ડ પણ હટાવી દેવાયા આ અકસ્માત બાદ એક અત્યંત ચોંકાવનારી બાબત સામે આવી છે. સ્થાનિક રહીશોએ અકસ્માતો રોકવાના હેતુથી અને વાહનચાલકોની સુરક્ષા માટે સ્વખર્ચે રોડ પરના ઊંડા ખાડાઓની આસપાસ માર્કિંગ (સાઈનબોર્ડ/નિશાનીઓ) કર્યા હતા. ઉપદેશ રાણાએ આક્ષેપ કરતા કહ્યું કે, જ્યારે પાલિકા તંત્રે કોઈ કામગીરી ન કરી ત્યારે સ્થાનિક લોકોએ જાતે ખાડાઓ માર્ક કર્યા હતા જેથી રાત્રે કોઈ અકસ્માત ન થાય. પરંતુ રાત્રિના સમયે અજાણ્યા તત્વો કે તંત્ર દ્વારા તે માર્કિંગ પણ હટાવી દેવામાં આવ્યા હતા! જો ભૂતકાળના અકસ્માતોમાંથી પાલિકાએ કોઈ સબક લીધો હોત તો આજે કોઈની છત છીનવાઈ ન હોત. દેવા ચોકી તરફ પણ 3 મોટા ખાડાઓ પડ્યા છે જેના પર તંત્રનું કોઈ ધ્યાન નથી. પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ મૃતકના પરિવારજનો, સનાતન સંઘ અને સ્થાનિક રહીશોમાં સુરત મહાનગરપાલિકાના રોડ-બિલ્ડિંગ વિભાગ અને ઝોનલ અધિકારીઓ સામે કાળો અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ તંત્ર સામે નારેબાજી કરીને માંગ કરી છે કે આ અકસ્માત માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે માનવવધ અથવા ગંભીર બેદરકારીનો ગુનો નોંધવામાં આવે. સાથે જ ગોડાદરા વિસ્તારના તમામ બિસમાર રસ્તાઓ અને બંધ સ્ટ્રીટ લાઈટોનું 24 કલાકની અંદર સમારકામ કરવામાં આવે. ઉપદેશ રાણાએ ઉચ્ચ સત્તાધીશો અને આલા અફસરોને વિનમ્ર અપીલ કરી છે કે આ બાબતને ગંભીરતાથી લઈને ત્વરિત સુધારાત્મક પગલાં ભરવામાં આવે જેથી ભવિષ્યમાં અન્ય કોઈ પરિવારનો દીકરો આ રીતે બેદરકારીનો ભોગ ન બને.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 22 દિવસમાં 6 હત્યા:ભાભી સાથેના આડા સંબંધ મુદ્દે યુવકને પિતરાઈ ભાઈએ છરીના 7 ઘા ઝીંકી પતાવી દીધો, મુખ્ય આરોપીની ધરપકડ અન્ય એક ફરાર
    Next Article
    સ્મીમેરમાં 20 મિનિટ સુધી બંધ રહેલું હૃદય ફરી ધબક્યું:23 વર્ષીય યુવકને મળ્યું નવજીવન, CPR અને ઈલેક્ટ્રિક શોક આપી મરણતોલ સ્થિતિમાંથી ઉગાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment