Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 22 દિવસમાં 6 હત્યા:ભાભી સાથેના આડા સંબંધ મુદ્દે યુવકને પિતરાઈ ભાઈએ છરીના 7 ઘા ઝીંકી પતાવી દીધો, મુખ્ય આરોપીની ધરપકડ અન્ય એક ફરાર

    10 hours ago

    એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્ત રંજીત બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રાજકોટ શહેરમાં 22 દિવસમાં બે સગા ભાઈઓ સહીત 6 લોકોની હત્યાના બનાવ સામે આવ્યા છે. તાજેતરમાં ગત શનિવારના રોજ રાજકોટના જલારામ ચોકથી ભક્તિનગર સર્કલ તરફ જતા રસ્તા પર આવેલા ધર્મજીવન એપાર્ટમેન્ટ પાસે બનેલી ખૂની હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ક્ષત્રિય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં લીંબડી હાઇવે પરથી મુખ્ય આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી અને મૃતક યુવાન પિતરાઈ ભાઈઓ હોવાનું અને તેમના વચ્ચેની જૂની અદાવત અને આડા સંબંધો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીયન છે કે આ કેસમાં આરોપીને મદદગારી કરનાર અન્ય એક શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે. રાજકોટના સહકાર મેઈન રોડ પર રઘુવીર સોસાયટી-3માં રહેતા અનુપસિંહ કેશુભા વાઘેલા (ઉ.વ.70)એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે આરોપી તરીકે જામનગર રોડ પર કૃષ્ણનગરમાં રહેતા ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા સહિત બે શખ્સનું નામ આપ્યું હતું. ગત શનિવારે 01.08.2026ના રોજ બપોરે ફરિયાદી અનુપસિંહ મેડિકલ સ્ટોરે ગયા ત્યારે માલૂમ પડયું હતું કે, બે શખ્સ એક્ટિવા પર તેમને અને તેમના પુત્ર ધનશ્યામસિંહને શોધતા હતા આ પછી તેમને સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં ધર્મેન્દ્રસિંહ અને તેની સાથે એક અજાણ્યો શખ્સ જોવા મળ્યો હતો. ત્યારબાદ સાંજે 6 વાગ્યે ઘનશ્યામસિંહના મિત્ર પ્રહલાદસિંહે ફોન કરીને પરિવારને જાણ કરી હતી કે, ધર્મજીવન એપાર્ટમેન્ટ સામે કારમાં બેઠેલા ધનશ્યામસિંહને અજાણ્યા શખ્સે બહાર બોલાવ્યા બાદ ધર્મેન્દ્રસિંહે આજે તો તને પતાવી જ દેવો છે કહી છરીના આડેધડ 6થી 7 ઘા ઝીંકી દીધા છે જેથી ગંભીર હાલતમાં ઘનશ્યામસિંહને ગોકુલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન રાત્રે 12.30 વાગ્યે દમ તોડી દેતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ છરી વડે હુમલો કરી પ્રથમ અમદાવાદ અને ત્યારબાદ ત્યાંથી પરત લીંબડી ગામે આવ્યો હતો દરમિયાન પોલીસે તેને સકંજામાં લઇ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછ દરમિયાન આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ એવી કબૂલાત આપી હતી કે, મૃતક ઘનશ્યામસિંહ વાઘેલા તેમના પિતરાઈ ભાઈ છે. આરોપી અને મૃતકના પરિવાર વચ્ચે વર્ષ 2024થી મતભેદો ચાલી રહ્યા છે. કારણ કે મૃતક ઘનશ્યામસિંહ વાઘેલાને આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મોટાભાઈના પત્ની સાથે આડા સબંધો હોવાથી તેઓ ફોનમાં વાતચીત કરતા પકડાઈ જતા 2024માં પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તેમના ગામે આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મોટાભાઈએ છરીના આડેધડ 14 જેટલા ઘા ઝીંકી દીધા હતા જો કે આ સમય તેઓનો જીવ બચી ગયો હતો અને હાલના આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ભાઈ વિરુધ્ધ હત્યાની કોશિશ અંગે ફરિયાદ નોંધાઈ હતી. મૃતક ઘનશ્યામસિંહ વાઘેલા ઉપર જીવલેણ હુમલો થતા બે વર્ષથી તેઓ અવારનવાર આરોપી ધર્મેન્દ્રસિંહ અને તેના ભાઈને ફોન કરી ધમકી આપતા હતા બનાવ બન્યાના આગલા દિવસે પણ પાંચ ધર્મેન્દ્રસિંહને 40થી 50 જેટલા ફોન કર્યા હતા જોકે ધર્મેન્દ્રસિંહે ફોન ઉપાડ્યો ન હતો. જેથી મૃતક પોતાના પર હુમલો કરી પતાવી દેશે તેવી દહેશત લાગતાં તે હુમલો કરે તે પહેલા જ આરોપી ધર્મેન્દ્રસિંહે તેને પતાવી દેવાનું કાવતરું ઘડી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા હત્યારા પિતરાઈ ભાઈની ધરપકડ કરી તેને મદદગારી કરનાર ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ ટ્રસ્ટના 500 સેવકો સોમનાથમાં સફાઈ કરશે:શ્રાવણ પૂર્વે બાપા સીતારામ સેવા ટ્રસ્ટ 15મા વર્ષે વિવિધ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવશે
    Next Article
    સુરત મનપાની બેદરકારીથી વધુ એકનો ભોગ લેવાયો:હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાના PA બાઈક 3 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતાં રોડ પર પટકાયા, સંદીપ યાદવે ઘટનાસ્થળે જીવ ગુમાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment