Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-TRF સાથે જોડાયેલા 10 સભ્યોની ધરપકડ:લોકો પાસેથી પૈસા એકત્ર કરીને આતંકવાદીઓ સુધી પહોંચાડતા હતા; જેલમાં બંધ આતંકીઓના સંપર્કમાં હતા

    13 hours ago

    જમ્મુ-કાશ્મીર પોલીસે શોપિયાંમાં આતંકવાદી ફંડિંગ કરનારા એક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે લશ્કર-એ-તૈયબા (LeT) અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સાથે જોડાયેલા 10 સભ્યોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ નેટવર્કના સંબંધ કેન્દ્રશાસિત પ્રદેશની અલગ-અલગ જેલોમાં બંધ આતંકવાદીઓ અને તેમના સહયોગીઓ સાથે હતા. આ મામલે વધુ લોકોની ધરપકડ થઈ શકે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ લોકો પાસેથી ગુપ્ત રીતે પૈસા ભેગા કરતા હતા. ત્યારબાદ આ પૈસાને નાણાકીય નેટવર્ક દ્વારા આતંકવાદીઓ સુધી પહોંચાડવામાં આવતા હતા, જેથી તેમની પ્રવૃત્તિઓમાં મદદ કરી શકાય. ધરપકડ કરાયેલા આરોપીઓ શોપિયાં, પુલવામા અને કઠુઆના રહેવાસી છે ધરપકડ કરાયેલા આરોપીઓમાં શોપિયાંના સૈદપોરા બાલાના ઓવૈસ શફી નાઈકૂ, રાવલપોરાના તજામુલ અહમદ શાહ, ચિત્રગામ કલાંના મોજ ઈરબાલ અને ઈમદાદ યુસુફ ગનાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પુલવામાના મુર્રનના સાકિબ ઝહૂર વાની અને લિયાકત નઝીર લોન, અરમોહના આમિર અહમદ ગનાઈ, શોપિયાંના ટ્રેંજ સ્થિત નાદીગુંડના ફિરદૌસ ઠોકર તથા કઠુઆના ચેક હરિયાના મોહમ્મદ હનીફ અને કાજુની પણ ધરપકડ કરવામાં આવી છે. ઓનલાઈન લેવડદેવડની તપાસમાં આતંકવાદી ભંડોળના નેટવર્કનો પર્દાફાશ પોલીસે જણાવ્યું કે તપાસ દરમિયાન અલગ-અલગ પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવેલા અનેક શંકાસ્પદ ઓનલાઇન વ્યવહારોની જાણ થઈ. તેમની તપાસમાં આતંકવાદી ફંડિંગ સાથે જોડાયેલા નેટવર્કનો પર્દાફાશ થયો. આ મામલે શોપિયાં પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ લોકો પાસેથી લીધેલા પૈસાથી આતંકવાદીઓને સ્માર્ટફોન અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડતા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે આ મામલે વધુ ધરપકડો થઈ શકે છે. 2019માં આર્ટિકલ-370 હટાવ્યા બાદ અસ્તિત્વમાં આવ્યું TRF જમ્મુ-કાશ્મીરના આતંકવાદી સંગઠનોમાં ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) નવું નામ છે. 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 હટાવવામાં આવ્યા બાદ તે અસ્તિત્વમાં આવ્યું હતું. ભારત સરકાર પણ માને છે કે આ લશ્કર-એ-તૈયબાનું પ્રોક્સી આતંકવાદી સંગઠન છે. આ આતંકવાદી સંગઠન જવાનો અને સામાન્ય નાગરિકોની હત્યા ઉપરાંત સરહદ પારથી ડ્રગ્સ અને હથિયારોની તસ્કરીમાં પણ સામેલ રહ્યું છે. સુરક્ષા મામલાના જાણકારો જણાવે છે કે સરહદ પારથી ISIના હેન્ડલર્સે જ લશ્કર-એ-તૈયબાની મદદથી TRFને ઊભું કર્યું હતું. -------------
    Click here to Read More
    Previous Article
    તોફાની બેટિંગ કર્યા પછી પણ વૈભવને પ્લેઇંગ-11માંથી બહાર કર્યો:ભારતે ટૉસ જીતીને બોલિંગ લીધી; ભુવી પણ બહાર, ઈશાન કિશન-મયંક યાદવ પરત ફર્યા
    Next Article
    'આજે બનાસકાંઠાના લોકોએ વટ પાડી દીધો':ભીલડીમાં પીએમ મોદીએ કહ્યું, દુનિયામાં આટલી મોટી ખાટલા સભા ક્યારેય નહીં થઈ હોય, આ ગિનીઝ રેકોર્ડ સમાન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment