Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આજે બનાસકાંઠાના લોકોએ વટ પાડી દીધો':ભીલડીમાં પીએમ મોદીએ કહ્યું, દુનિયામાં આટલી મોટી ખાટલા સભા ક્યારેય નહીં થઈ હોય, આ ગિનીઝ રેકોર્ડ સમાન

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 30 અને આવતીકાલે 31 ઓક્ટોબર બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમોમાં ભાગ લેશે. આજે 30 ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત, પીએમ કિસાન યોજનાનો આશરે ₹19,000 કરોડનો 24મો હપ્તો જાહેર કરવામાં આવશે. જ્યારે આવતીકાલે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી યોજાશે. આજે પીએમ મોદીના આગમનને પગલે ડીસાના ભીલડીમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. આજે ભીલડીમાં 14 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સવારે આશરે 9:30 વાગ્યે બનાસકાંઠામાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (ET-IVF) લેબોરેટરી અને ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર-BBBRCના પશુ ફાર્મની મુલાકાત લેશે. ત્યારબાદ સવારે આશરે 10:30 વાગ્યે તેઓ ₹14,000 કરોડથી વધુનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. આ પ્રસંગે બે ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપવાની સાથે ઉપસ્થિત લોકોને સંબોધન પણ કરશે. લાઈવ બ્લોગમાં વાંચો પળેપળની અપડેટ્સ :
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-TRF સાથે જોડાયેલા 10 સભ્યોની ધરપકડ:લોકો પાસેથી પૈસા એકત્ર કરીને આતંકવાદીઓ સુધી પહોંચાડતા હતા; જેલમાં બંધ આતંકીઓના સંપર્કમાં હતા
    Next Article
    અમરેલીના માલકનેશમાં મારણ કરી સિંહ ઘરમાં ઘૂસ્યો:કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો; લોકો ભયભીત થઈ છત પર ચડી ગયા; વનવિભાગે ટ્રાન્ક્વીલાઈઝ કરી રેસ્ક્યુ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment