Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મહાનગરપાલિકાની આવતીકાલે સામાન્ય સભા:ચાર નવી TP સ્કીમ સહિત કરોડોના વિકાસ કામો પર લાગશે મંજૂરીની મહોર, RMC પ્લાન્ટ માટે નવી SOP જાહેર થશે

    1 day ago

    ગાંધીનગર પાટનગરના વિકાસને વધુ વેગ આપવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે શનિવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પાટનગરના વિકાસ, નવી ટાઉન પ્લાનિંગ સ્કીમો અને વહીવટી મંજૂરીઓ સહિત કુલ સાત જેટલા મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરીને નિર્ણયો લેવામાં આવશે. જોકે આ સામાન્ય સભાની કાર્યસૂચિમાં સૌથી પહેલાં ગત 20 મે 2026ના રોજ યોજાયેલી સભાની કાર્યવાહીના પ્રોસીડીંગ્સને મંજૂરી આપવામાં આવશે. કમિશનર તરફથી આવેલી ભલામણો પર નિર્ણય લેવાશે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે શનિવારે સામાન્ય સભાનું આયોજન કરાયું છે. આ સામાન્ય સભાની કાર્યસૂચિમાં મહત્વનો મુદ્દો શહેરના જુદા જુદા વિસ્તારોની મુસદ્દારૂપ નગર રચના યોજનાઓ એટલે કે ટી.પી. સ્કીમો અંગેનો છે. જેમાં કમિશનર તરફથી આવેલી ભલામણો પર નિર્ણય લેવાશે. મુખ્યત્વે મુસદ્દારૂપ નગર રચના યોજના નંબર 5 જે કુડાસણ, રાંદેસણ, ધોળાકુવા અને ઇન્દ્રોડા વિસ્તારને સાંકળે છે. ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ સમિતિએ ગત એપ્રિલ માસમાં મંજૂરી આપી હતી જે અંતર્ગત નગર રચના અધિકારી દ્વારા મે 2025માં પ્રારંભિક યોજનાના નિર્ણયો જાહેર કરતાં પહેલાં રજૂ કરાયેલી ફેર દરખાસ્તને પરામર્શ આપવાની બાબત શામેલ છે. જેને ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ સમિતિએ ગત એપ્રિલ માસમાં મંજૂરી આપી હતી. આ ઉપરાંત, મુસદ્દારૂપ નગર રચના યોજના નંબર 3 એટલે કે કુડાસણ-કોબા અને યોજના નંબર 22 એટલે કે કુડાસણ-રાંદેસણની પ્રારંભિક યોજનાના નિર્ણયો જાહેર કરતાં પહેલાંની ફેર દરખાસ્તો પર પણ કમિશનરની ભલામણ અન્વયે મંજૂરીની મહોર મારવામાં આવશે. તમામ સ્કીમો પાટનગરના વિકાસ માટે મહત્વની સાબિત થશે તેવી જ રીતે અમીયાપુર-ઝુંડાલ-સુઘડ વિસ્તારને આવરી લેતી મુસદ્દારૂપ નગર રચના યોજના નંબર 410 માં પણ નગર રચના અધિકારીની ફેર દરખાસ્ત અંગે ટાઉન પ્લાનિંગ સમિતિના ઠરાવ મુજબ આગળની મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ તમામ સ્કીમો પાટનગરના વિકાસ માટે મહત્વની સાબિત થશે. સરકારી બાંધકામોની ગુણવત્તાનું યોગ્ય મોનિટરિંગ થઈ શકશે નગર રચનાની યોજનાઓ ઉપરાંત ગાંધીનગરમાં થઈ રહેલા ઝડપી શહેરીકરણ વચ્ચે બાંધકામોની ગુણવત્તા અને નિયમન માટે પણ મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવશે. શહેરમાં રેડીમિક્સ ક્રોંક્રિટ એટલે કે RMC પ્લાન્ટના વપરાશ અને તેના લાયસન્સ માટેની એક કડક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મંજૂર કરવાનો પ્રસ્તાવ આ બેઠકમાં રજૂ કરવામાં આવશે. આ નવી SOP લાગુ થવાથી ગેરકાયદેસર કે નિયમ વિરુદ્ધ ચાલતા પ્લાન્ટ્સ પર લગામ કસાશે અને સમગ્ર પાટનગરમાં ચાલી રહેલા ખાનગી તેમજ સરકારી બાંધકામોની ગુણવત્તાનું યોગ્ય મોનિટરિંગ થઈ શકશે. ગ્રાન્ટમાં વધારો કરવાની સ્થાયી સમિતિની ભલામણ આ બેઠકના એજન્ડા પર વહીવટી અને રમતગમતના ખર્ચ સંબંધી બાબતો પણ રાખવામાં આવી છે. પાલજ સ્થિત આઈઆઈટી ખાતે યોજાયેલી ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-20 ડે-નાઇટ ટુર્નામેન્ટના આયોજન બદલ અભય ડેકોરેટર્સને ચૂકવવાની થતી રૂપિયા 2,83,200 ની રકમ અને તેની ગ્રાન્ટમાં વધારો કરવાની સ્થાયી સમિતિની ભલામણને આ સામાન્ય સભા સમક્ષ આખરી બહાલી માટે મૂકવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સરકારી વકીલે કહ્યું- ગ્લૂ ટ્રેપ પ્રતિબંધને લઈને ખેડૂતોનો વિરોધ:હાઈકોર્ટે ઓથોરિટી પાસે રિપોર્ટ માંગ્યો, કહ્યું- ગ્લૂ ટ્રેપનો એવો વિકલ્પ શોધવો, જે પ્રાણીઓને ઓછો નુકસાનકારક હોય
    Next Article
    ગોધરામાં મંડપ બાંધતા શ્રમિકનું વીજ કરંટથી મોત:ભેજવાળા વાતાવરણમાં મંડપનું કાપડ બાંધતી વખતે હાથ જીવંત વાયરને અડી જતાં કરંટ લાગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment