Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં મંડપ બાંધતા શ્રમિકનું વીજ કરંટથી મોત:ભેજવાળા વાતાવરણમાં મંડપનું કાપડ બાંધતી વખતે હાથ જીવંત વાયરને અડી જતાં કરંટ લાગ્યો

    1 day ago

    ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલી રામેશ્વર સોસાયટીમાં મંડપ બાંધકામ દરમિયાન વીજ કરંટ લાગવાથી એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. મૃતક શ્રમિકની ઓળખ ગોધરા તાલુકાના પીપળીયા ગામના 40 વર્ષીય અર્જુનસિંહ પ્રભાતસિંહ સોલંકી તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, અર્જુનસિંહ અન્ય શ્રમિકો સાથે રામેશ્વર સોસાયટીમાં એક શુભ પ્રસંગ માટે મંડપ બાંધી રહ્યા હતા. ભેજવાળા વાતાવરણમાં મંડપનું કાપડ બાંધતી વખતે તેમનો હાથ નજીકમાંથી પસાર થઈ રહેલા વીજ પોલ પરના જીવંત વાયરને અડી ગયો હતો. જીવંત વાયરમાંથી પસાર થતા હાઈવોલ્ટેજ કરંટને કારણે અર્જુનસિંહ ઘટનાસ્થળે જ ફસડાઈ પડ્યા હતા અને ગંભીર કરંટ લાગવાથી તેમનું તત્કાળ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે ગોધરા હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મહાનગરપાલિકાની આવતીકાલે સામાન્ય સભા:ચાર નવી TP સ્કીમ સહિત કરોડોના વિકાસ કામો પર લાગશે મંજૂરીની મહોર, RMC પ્લાન્ટ માટે નવી SOP જાહેર થશે
    Next Article
    Pop-up books are not just for kids, they are also tools for therapy, satire

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment