Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી વકીલે કહ્યું- ગ્લૂ ટ્રેપ પ્રતિબંધને લઈને ખેડૂતોનો વિરોધ:હાઈકોર્ટે ઓથોરિટી પાસે રિપોર્ટ માંગ્યો, કહ્યું- ગ્લૂ ટ્રેપનો એવો વિકલ્પ શોધવો, જે પ્રાણીઓને ઓછો નુકસાનકારક હોય

    1 day ago

    ગ્લૂ ટ્રેપના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ખરીદ ઉપર પ્રતિબંધ મૂકવાના માંગ સાથે થયેલી જાહેર હિતની અરજી ઉપર આજે એડવોકેટ જનરલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે તેના માટે સેન્ટ્રલ એક્ટ લાગુ પડે છે. જેથી તેમાં સીધો સુધારો રાજ્ય કરી શકે નહીં. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે વહીવટી શખ્તતા કેળવીને તેના ઉપર પ્રતિબંધ રાખો. કાયદામાં સુધાર કરવાની સત્તા રાજ્ય પાસે નથી. સેન્ટ્રલ એનિમલ વેલ્ફર બોર્ડ નિયમો બનાવી શકે છે. દરેક જિલ્લામાંથી સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડે રીપોર્ટ મંગાવ્યો અમુક રાજ્યે પ્રાણીઓને લગતી બાબતોમાં સુધાર કર્યા છે. પરંતુ તે અલગ બાબતને લગતા હતા. હવે સરકારી રિઝોલ્યુશનથી કલેક્ટર અને પોલીસ કમિશનરને કડક ગ્લૂ ટ્રેપ ઉપર કડક પ્રતિબંધના પાલનની સૂચના અપાઈ છે. દરેક જિલ્લામાંથી સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડે રીપોર્ટ મંગાવ્યો છે. જાહેરનામાના ભંગ બદલ સરકારી હુકમનો અનાદર કરવાની સજા થશે. વળી ગ્લૂ ટ્રેપનું ઉત્પાદન લોકલ ઉત્પાદકો નથી કરતા, તે ઓનલાઇન વેચાય છે. ખેડૂતોનો પણ ગ્લૂ ટ્રેપ ઉપર પ્રતિબંધને લઈને વિરોધ હાઇકોર્ટે કહ્યું હતું કે ખુલ્લે આમ નકલી પનીર લોકોના મોઢા સુધી પહોંચી રહ્યું છે, ત્યારે ગ્લૂ ટ્રેપનું ઉત્પાદન ક્યાં મોટી વાત છે. વળી એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે ખેડૂતો પણ ગ્લૂ ટ્રેપ ઉપર પ્રતિબંધને લઈને વિરોધ કરી રહ્યા છે. કારણ કે ઉંદરો ખેતીને નુકસાન કરે છે. વળી અનાજના વખારોમાં પણ મોટુ નુકસાન કરે છે. હાઇકોર્ટે કહ્યું હતું કે ગ્લૂ ટ્રેપનો એવો વિકલ્પ શોધવો જરૂરી છે, જે પ્રાણીઓને ઓછો નુકસાનકારક હોય. હાઇકોર્ટે ઓથોરિટી પાસે રિપોર્ટ માંગીને વધુ સુનવણી આગામી સમયમાં રાખી છે. રાજ્ય સરકારે વિધાનસભામાં બિલ મુકવાની રજૂઆત કરી હતી ઉલ્લેખનીય છે કે, ગ્લુ ટ્રેપના ખરીદ, વેચાણ, ઉત્પાદન સામે BNS ની ધારા અંતર્ગત શિક્ષાત્મક કાર્યવાહી અંગે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા સત્રમાં બિલ મુકાઈ શકે તેવી રજૂઆત કરાઈ હતી, પરંતુ પાછળથી કાયદાકીય રીતે શક્ય ન હોવાનું જણાવ્યું છે. અગાઉ આ મુદ્દે હાઇકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, પ્રાણીઓ પરની ક્રુરતાનો કાયદો કેન્દ્ર સરકારનો છે અ્ને સમવર્તી યાદીમાં હોવાથી તેથી રાજ્ય સરકારે કેટલાક સંશોધન કરવાની જરૂર છે. જે માટે સંબંધિત વિભાગોની એક બેઠક મળી હતી. પ્રસ્તાવ ગૃહ વિભાગને પરત મોકલવામાં આવ્યો હતો જેમાં ગ્લુ ટ્રેપના ઉપયોગ, ઉત્પાદન અને વેચાણને BNSની ધારા-325 હેઠળ ગુનો ગણવાનો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવને ગૃહ વિભાગ દ્વારા લેજીસ્લેટિવ અને પાર્લામેન્ટ્રી ડિપાર્ટમેન્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. જેથી કરીને વિધાનસભામાં નવું સંશોધન અમલી બની શકે. પાર્લામેન્ટ્રી વિભાગ દ્વારા કેટલાક સુધારા કરવા પ્રસ્તાવ ગૃહ વિભાગને પરત મોકલવામાં આવ્યો હતો. ગ્લુ ટ્રેપ પર ચોંટી જવાથી દયનીય મોત ગુજરાત રાજ્યમાં અને સંપૂર્ણ દેશમાં ગ્લુ ટ્રેપના ઉપયોગ, વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ છે. પ્રિવેન્શન ઓફ ધ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ 1960 અંતર્ગત PETAની અરજી ઉપર ગુજરાત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા 05 સપ્ટેમ્બર, 2023ના રોજ પરિપત્ર બહાર પાડીને તેના ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તેના કડક અમલીકરણ માટે આ અરજી કરવામાં આવી છે. ગ્લુ ટ્રેપ પર ઉંદર, ખિસકોલી પક્ષીઓ વગેરે ચોંટી જાય છે. જેથી તેઓ ભૂખ, તરસથી રિબાય છે, તેમનો શ્વાસ રૂંધાય છે, તેઓ તેમાંથી નીકળી ન શકતા તેઓ પોતાના જ અંગોને બચકાં ભરે છે, જેથી ઘાયલ થવાથી તેનું લોહી વહે છે. ખૂબ જ દયનીય રીતે તેમનું મૃત્યુ થાય છે.
    Click here to Read More
    Previous Article
    બિચ્છુ ગેંગના માથાભારે આરોપી અસલમ બોડિયાની અરજી નામંજૂર:રાજકોટ જેલમાંથી વડોદરા સહિત વિવિધ જગ્યા પર ટ્રાન્સફર કરવાની માંગ કોર્ટે ફગાવી દીધી, જેલમાં પૂરતી સુરક્ષા હોવા છતા આરોપીએ અરજી કરી હતી
    Next Article
    ગાંધીનગર મહાનગરપાલિકાની આવતીકાલે સામાન્ય સભા:ચાર નવી TP સ્કીમ સહિત કરોડોના વિકાસ કામો પર લાગશે મંજૂરીની મહોર, RMC પ્લાન્ટ માટે નવી SOP જાહેર થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment