Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિચ્છુ ગેંગના માથાભારે આરોપી અસલમ બોડિયાની અરજી નામંજૂર:રાજકોટ જેલમાંથી વડોદરા સહિત વિવિધ જગ્યા પર ટ્રાન્સફર કરવાની માંગ કોર્ટે ફગાવી દીધી, જેલમાં પૂરતી સુરક્ષા હોવા છતા આરોપીએ અરજી કરી હતી

    1 day ago

    વડોદરાના રહેવાસી અને હાલ રાજકોટ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા માથાભારે અને ગુજસીટોકના આરોપી અસલમ બોડિયો હૈદરમિયા શેખ દ્વારા જેલ ટ્રાન્સફર કરવાની માંગ સાથે કરાયેલી અરજી કોર્ટ દ્વારા ફગાવી દીધી છે. ગુજસીટોક સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર રઘુવીર પંડ્યાએ દલીલો કરી હતી. અસલમ બોડિયો બિચ્છુ ગેંગ ચલાવતો હતો. આ ગેંગ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુજસીટોકના ગુનામાં સજા કાપી રહેલા માથાભારે અસલમ ઉર્ફે બોડિયો હૈદરમિયા શેખે રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલ અથવા વડોદરા નજીકની ભરૂચ, છોટાઉદેપુર કે બાલાસિનોર સબ-જેલમાં ટ્રાન્સફર કરવાની માંગ સાથે અરજી કરી હતી. અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, પરિવારજનોને મુલાકાતમાં મુશ્કેલી પડતી હોવાથી તેમને નજીકની જેલમાં ખસેડવામાં આવે. આ અરજી સામે રાજ્ય સરકાર અને રાજકોટ સેન્ટ્રલ જેલ સત્તાવાળાઓએ વિરોધ નોંધાવ્યો હતો. કોર્ટ સમક્ષ રજૂ થયેલા અહેવાલમાં જણાવાયું હતું કે, રાજકોટ સેન્ટ્રલ જેલમાં વધુ સારી તબીબી અને સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, કેદીઓ માટે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે પરિવારજનો સાથે સંપર્ક કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. કોર્ટે નોંધ્યું હતું કે, અરજદારે આ જ પ્રકારની અરજી અગાઉ પણ કરી હતી, જે નવેમ્બર-2025માં ફગાવી દેવામાં આવી હતી. હાલની અરજીમાં કોઈ નવા અથવા અસાધારણ સંજોગો રજૂ કરવામાં આવ્યા નથી. કેદીને પોતાની પસંદગી મુજબ જેલ પસંદ કરવાનો અધિકાર નથી અને જેલ વ્યવસ્થાપન તથા કાયદો-વ્યવસ્થાના હિતમાં કેદીની બદલી અંગેનો નિર્ણય જેલ સત્તાવાળાઓનો વિષય હોવાનું કોર્ટે જણાવ્યું હતું. કોર્ટે ટ્રાન્સફર માટે પૂરતા અને વિશ્વસનીય કારણો ન હોવાનું માનીને કોર્ટે અરજી નામંજૂર કરી હતી.
    Click here to Read More
    Previous Article
    Why Divyanka Tripathi had only soups, salads during pregnancy: ‘Was eating chaat also’
    Next Article
    સરકારી વકીલે કહ્યું- ગ્લૂ ટ્રેપ પ્રતિબંધને લઈને ખેડૂતોનો વિરોધ:હાઈકોર્ટે ઓથોરિટી પાસે રિપોર્ટ માંગ્યો, કહ્યું- ગ્લૂ ટ્રેપનો એવો વિકલ્પ શોધવો, જે પ્રાણીઓને ઓછો નુકસાનકારક હોય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment