Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TP ચેરમેનનો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યકક્ષાના મંત્રીને પત્ર:ટ્રાફિક સમસ્યા અને 5 કિમીના ધક્કામાંથી મુક્તિ માટે GSECLની બંધ રેલવે લાઈનની જગ્યામાંથી રસ્તો આપવા માંગ

    7 hours ago

    સુરત મહાનગરપાલિકાના નગર નિયોજન સમિતિના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યકક્ષાના મંત્રી કૌશીકભાઈ વેકરીયાને પત્ર લખીને ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)ની બંધ પડેલ રેલવે લાઈનની જગ્યા રોડ કનેક્ટિવિટી માટે સુરત મહાનગરપાલિકાને સુપ્રત કરવા રજૂઆત કરી છે. આ પત્રની નકલ GSECLના મેનેજિંગ ડિરેક્ટરને પણ મોકલવામાં આવી છે. આ રસ્તો ખુલવાથી ઉત્રાણ, કોસાડ અને મોટા વરાછા વિસ્તારને સીધી કનેક્ટિવિટી મળશે અને લોકોને આશરે 5 કિલોમીટરનો લાંબો ધક્કો ઓછો થશે, જેનાથી સમય અને ઇંધણની મોટી બચત થશે. ઉત્રાણથી મોટા વરાછા જવા સીધો રસ્તો પણ નથી પત્રમાં જણાવ્યા મુજબ, સુરત મહાનગરપાલિકાના નવા (સરથાણા) પૂર્વ ઝોન-બી વિસ્તારમાં ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 86 (કોસાડ) અને ફાઈનલ ટી.પી. સ્કીમ નં. 27 (ઉત્રાણ-કોસાડ) વચ્ચે GSECLની ખુલ્લી જગ્યા આવેલી છે, જેમાં અગાઉ ઉત્રાણ પાવર હાઉસમાં જતી રેલવે લાઈન હતી, જે વર્ષોથી બંધ હાલતમાં છે. આ જગ્યાના કારણે બંને ટી.પી. સ્કીમો વચ્ચે કનેક્ટિવિટી થતી નથી. બીજી તરફ, ઉત્રાણના વી.આઈ.પી. સર્કલથી ઉત્રાણ પાવર હાઉસ પાસે મોટા વરાછા જવા માટે પૂરતી પહોળાઈનો રસ્તો ન હોવાથી જંકશન પાસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને ઉત્રાણથી મોટા વરાછા જવા સીધો રસ્તો પણ નથી. લોકોને 5 કિલોમીટરનો ઘેરાવો કાપવો પડે છે રેલવે લાઈનની પૂર્વે ટી.પી. સ્કીમ નં. 24 (મોટા વરાછા-ઉત્રાણ) અને ટી.પી. સ્કીમ નં. 25 (મોટા વરાછા) જેવા ગીચ રહેણાક અને વિકસિત વિસ્તારો આવેલા હોવાથી લોકોને 5 કિલોમીટરનો ઘેરાવો કાપવો પડે છે. આ સમસ્યાના નિવારણ માટે ફાઈનલ ટી.પી. સ્કીમ નં. 27ની ઉત્તર-પશ્ચિમે 18.00 મીટર પહોળાઈનો રોડ-A (આશરે 3,347 ચો.મી.), ઉત્તરે 18.00 મીટર પહોળાઈનો રોડ-B (આશરે 1,741 ચો.મી.) અને ઉત્તર-પૂર્વે 36.00 મીટર પહોળાઈનો રોડ-C (આશરે 2,579 ચો.મી.) બંધ રેલવે લાઈનમાંથી પસાર કરીને ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 86ના સૂચિત રસ્તાઓ સાથે જોડવાનું આયોજન છે. રસ્તો બનાવવાની મંજૂરી અને જગ્યા ફાળવવા માંગ આ કનેક્ટિવિટીથી ટી.પી. સ્કીમ નં. 84માંથી પસાર થતા 90 મીટર રિંગરોડ સુધી પણ સીધી પહોંચ મળશે. તેનાથી ટ્રાફિકનું ભારણ હળવું થશે, સરળ પરિવહન મળશે અને કોસાડ તથા મોટા વરાછા વિસ્તારોનો ઝડપથી વિકાસ થશે. વહેલી તકે રસ્તો બનાવવાની મંજૂરી અને જગ્યા ફાળવવા માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    AMCની દબાણ હટાવવાની કાર્યવાહી:વેજલપુર અને સરખેજમાં રહેણાંક સહિત 75 બાંધકામો દૂર કરી 1.62 કિમી ટી.પી. રોડ ખુલ્લો કરાયો
    Next Article
    વડનગરમાં ‘તાના-રીરી મહોત્સવ’નો દ્વિતીય દિવસ:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે હેતલ મહેતા જોષી અને માલિની અવસ્થીને ‘તાના-રીરી એવોર્ડ’ એનાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment