Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCની દબાણ હટાવવાની કાર્યવાહી:વેજલપુર અને સરખેજમાં રહેણાંક સહિત 75 બાંધકામો દૂર કરી 1.62 કિમી ટી.પી. રોડ ખુલ્લો કરાયો

    7 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટી.પી. રોડ પરના દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે વેજલપુર અને સરખેજ વોર્ડમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વેજલપુર વોર્ડમાં ટી.પી. સ્કીમ નં. 83 (વેજલપુર-ગ્યાસપુર-મકતમપુર) હેઠળ ચામુંડા નગર અંડરપાસથી એકલદેવ નગર (સાલપરા) સુધીના 9 મીટર પહોળા ટી.પી. રોડ પરનાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. આ કામગીરી દરમિયાન 29 રહેણાક બાંધકામ, 14 કોમર્શિયલ બાંધકામ, પાંચ ધાર્મિક દેરી અને ત્રણ કમ્પાઉન્ડ વોલ સહિત કુલ 51 બાંધકામો દૂર કરી 525 મીટર લાંબો ટી.પી. રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. 24 કોમર્શિયલ બાંધકામો દૂર કરીને 1100 મીટર લાંબો ટી.પી. રોડ ખુલ્લો કરાયો બીજી તરફ સરખેજ વોર્ડ નં. 33માં ટી.પી. સ્કીમ નં. 444 (સનાથલ) હેઠળ સનાથલ ચોકડીથી બાકરોલ તરફ જતા રિંગ રોડને સમાંતર આવેલા 12 મીટર પહોળા ટી.પી. રોડ પર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં કુલ 24 કોમર્શિયલ બાંધકામો દૂર કરીને 1100 મીટર લાંબો ટી.પી. રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. બંને વિસ્તારોમાં દબાણ હટાવવા માટે કુલ ચાર દબાણ ગાડી, ત્રણ જેસીબી મશીન, એક હિટાચી મશીન અને ખાનગી કોન્ટ્રાક્ટરના 20 મજૂરોની મદદ લેવામાં આવી હતી. AMC દ્વારા વેજલપુર અને સરખેજમાં કુલ 75 બાંધકામો દૂર કરીને આશરે 1.62 કિલોમીટર લાંબા ટી.પી. રોડને દબાણમુક્ત કરવામાં આવ્યો છે. આ કામગીરીથી બંને વિસ્તારોમાં રોડની ઉપલબ્ધ પહોળાઈનો ઉપયોગ વધશે અને સ્થાનિક વાહનવ્યવહારને સરળતા મળી શકશે.
    Click here to Read More
    Previous Article
    दूरदर्शन का पंचायत और गुल्लक माना जाता था ये सीरियल, दिखती थी मिडिल क्लास फैमिली की कहानी, सिर्फ 6 एपिसोड के लिए बना था, पॉपुलैरिटी ऐसी कि तुरंत बनाने पड़े 7 और एपिसोड
    Next Article
    TP ચેરમેનનો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યકક્ષાના મંત્રીને પત્ર:ટ્રાફિક સમસ્યા અને 5 કિમીના ધક્કામાંથી મુક્તિ માટે GSECLની બંધ રેલવે લાઈનની જગ્યામાંથી રસ્તો આપવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment