Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડનગરમાં ‘તાના-રીરી મહોત્સવ’નો દ્વિતીય દિવસ:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે હેતલ મહેતા જોષી અને માલિની અવસ્થીને ‘તાના-રીરી એવોર્ડ’ એનાયત

    7 hours ago

    મહેસાણા જિલ્લાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક નગર વડનગર ખાતે આયોજિત સુપ્રસિદ્ધ ‘તાના-રીરી મહોત્સવ’ના બીજા દિવસે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહીને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ભવ્ય સમારોહમાં નાયબ મુખ્યમંત્રીના વરદ હસ્તે શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર હેતલ મહેતા જોષી તેમજ માલિની અવસ્થીને પ્રતિષ્ઠિત ‘તાના-રીરી એવોર્ડ’થી નવાજવામાં આવ્યા હતા. સન્માનના ભાગરૂપે બંને કલાકારોને તામ્રપત્ર, પુરસ્કાર રાશિનો ચેક અને એવોર્ડ અર્પણ કરી તેમની વર્ષોની કલાસાધનાને બિરદાવવામાં આવી હતી. 'બંને બહેનોએ મલ્હાર રાગ છેડી સંગીતની અસીમ શક્તિનો પરિચય કરાવ્યો' સમારોહને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડનગરની પવિત્ર ધરાને વંદન કરી જણાવ્યું હતું કે વડનગર માત્ર એક પ્રાચીન નગર નથી, પરંતુ તે હજારો વર્ષ જૂની સંસ્કૃતિ, ઇતિહાસ, આધ્યાત્મિકતા અને સંગીતની સાધનાનું જીવંત અને વૈશ્વિક પ્રતીક છે. તેમણે 16મી સદીની સંગીત બેલડી તાના અને રીરીના ઐતિહાસિક બલિદાનને યાદ કરતા કહ્યું હતું કે, આ બંને બહેનોએ મલ્હાર રાગ છેડીને સંગીતની અસીમ શક્તિનો પરિચય કરાવ્યો હતો, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ થયેલો આ મહોત્સવ આજે વડનગરની સમૃદ્ધ પરંપરાને વિશ્વફલક પર ગુંજતી કરવાનું એક સશક્ત માધ્યમ બન્યો છે. વડનગરને દેશનું સૌથી સ્વચ્છ નગર બનાવવા અનુરોધ કર્યો વડનગરની વૈશ્વિક સિદ્ધિઓ અને વિકાસ અંગે વાત કરતા નાયબ મુખ્યમંત્રીએ ગૌરવ સાથે જાહેર કર્યું હતું કે, વડનગરના આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમને વિશ્વના પ્રતિષ્ઠિત ‘રેડ ડોટ એવોર્ડ 2026’થી સન્માનિત કરવામાં આવ્યું છે. જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. તેમણે ઉમેર્યું હતું કે શંકરાચાર્યજીએ જેને ગુજરાતનું કાશી ગણાવ્યું હતું તેવા વડનગરમાં આજે ઇતિહાસ, જ્ઞાન અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં અહીં નિર્માણ પામી રહેલા મ્યુઝિયમ ઑફ મ્યુઝિક અને શર્મિષ્ઠા લેક જેવા પ્રકલ્પો પ્રવાસન અને રોજગારીની નવી તકો ઉભી કરશે તથા વડનગર વિશ્વભરના સંગીત પ્રેમીઓ માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે. આ તકે તેમણે નાગરિકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવાનો સંકલ્પ લઈ વડનગરને દેશનું સૌથી સ્વચ્છ નગર બનાવવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. સરકાર નવી પેઢીને આપણા વારસાથી પરિચિત કરાવવા પ્રયત્નશીલ આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે, વડનગરના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં મુખ્યમંત્રી તરીકે આ મહોત્સવની શરૂઆત કરાવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય તાના-રીરીના યોગદાનને વિશ્વ સુધી પહોંચાડવાનો અને શાસ્ત્રીય સંગીતની પરંપરાને જીવંત રાખવાનો છે. રાજ્ય સરકાર કલાકારોને યોગ્ય મંચ પૂરું પાડીને નવી પેઢીને આપણા સમૃદ્ધ વારસાથી પરિચિત કરાવવા સતત પ્રયત્નશીલ છે. પંડિત પૂર્વાયન ચેટર્જીએ સિતાર વાદન દ્વારા શ્રોતાઓ મંત્રમુગ્ધ મહોત્સવના બીજા દિવસે શાસ્ત્રીય અને લોકસંગીતના દિગ્ગજ કલાકારોની સુમધુર પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. જેમાં પંડિત જયતીર્થ મેવુન્ડી અને શ્વેતા ગુંજન જોશીએ પોતાના શાસ્ત્રીય ગાયન દ્વારા ભક્તિભાવ રેલાવ્યો હતો, જ્યારે પંડિત પૂર્વાયન ચેટર્જીએ સિતાર વાદન દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત કલાકાર ભૌમિક શાહે લોકગીતોની રમઝટ બોલાવીને ઉપસ્થિત જનમેદનીના દિલ જીતી લીધા હતા.
    Click here to Read More
    Previous Article
    TP ચેરમેનનો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યકક્ષાના મંત્રીને પત્ર:ટ્રાફિક સમસ્યા અને 5 કિમીના ધક્કામાંથી મુક્તિ માટે GSECLની બંધ રેલવે લાઈનની જગ્યામાંથી રસ્તો આપવા માંગ
    Next Article
    સવારે ચા પીવા નીકળેલા માતાને કાળ ભરખી ગયો:મહેસાણાના પાંચોટ ગામે અકસ્માત સર્જી નાસી છૂટેલા સરકારી બસ ચાલક સામે ગુનો દાખલ, પરિવારમાં શોકનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment