Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સવારે ચા પીવા નીકળેલા માતાને કાળ ભરખી ગયો:મહેસાણાના પાંચોટ ગામે અકસ્માત સર્જી નાસી છૂટેલા સરકારી બસ ચાલક સામે ગુનો દાખલ, પરિવારમાં શોકનો માહોલ

    9 hours ago

    મહેસાણા તાલુકાના પાંચોટ ગામ નજીક બસ સ્ટેન્ડ પાસે હાઈવે રોડ પર આજે વહેલી સવારે પૂરઝડપે આવી રહેલી સરકારી બસે ચાલતી જતી એક આધેડ મહિલાને જોરદાર ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ બસનો ચાલક પોતાની બસ સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ સમગ્ર મામલે મૃતકના પુત્ર દ્વારા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરાર બસ ચાલક વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. વહેલી સવારે ચા પીવા માટે ઘરેથી નીકળ્યા અને રસ્તામાં કાળ ભરખી ગયો પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, પાંચોટ ગામના દેવીપૂજકવાસ વિસ્તારમાં રહેતા અને મહેસાણા કસબામાં શાકભાજીનો વેપાર કરતા 30 વર્ષીય વિજયભાઈ છોટુભાઈ દેવીપૂજક પોતાના પરિવાર અને માતા-પિતા સાથે રહે છે. તેમના 50 વર્ષીય માતા હીરાબેન પણ શાકભાજીનો વેપાર કરતા હતા. આજે તા. 20 નવેમ્બર, 2026ના રોજ સવારના આશરે સવા છ વાગ્યાના સુમારે પરિવારના સભ્યો ઘરે હાજર હતા ત્યારે હીરાબેન પાંચોટ બસ સ્ટેન્ડ પર ચા પીવા માટે ચાલતા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. થોડી જ વારમાં વિજયભાઈના કુટુંબી કાકા સંજયભાઈએ ઘરે આવીને જાણ કરી હતી કે પાંચોટ બસ સ્ટેન્ડ નજીક યોગેશ્વર માર્બલ આગળ રોડ પર હીરાબેનનો અકસ્માત થયો છે. કપાળ અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત અકસ્માતના સમાચાર મળતા જ વિજયભાઈ, તેમના પત્ની પારુલબેન અને પિતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા, જ્યાં હીરાબેન રોડ પર મૃત હાલતમાં પડેલા હતા અને તેમને કપાળ, માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થળ પર સરકારી બસ (નંબર GJ 18 Z 9452) ઊભી જોવા મળી હતી, પરંતુ ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં પીએમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપાયો હતો. હાલ મહેસાણા તાલુકા પોલીસે ફરાર બસ ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડનગરમાં ‘તાના-રીરી મહોત્સવ’નો દ્વિતીય દિવસ:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે હેતલ મહેતા જોષી અને માલિની અવસ્થીને ‘તાના-રીરી એવોર્ડ’ એનાયત
    Next Article
    Ground Report | જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠી તળેટી | Jay Girnari | lili parikrama 2026 | news

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment