Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની કરોડોની TP-4ની જમીન પર ગેરકાયદેસર કબજો?:ગેરકાયદેસર દબાણથી મનપા અજાણ, કમિશનરે કહ્યું- તપાસ કરીને જાણ પગલાં લેશું

    1 week ago

    મહેસાણા મહાનગરપાલિકાની માલિકીની કરોડો રૂપિયાની જમીનો અને પ્લોટો પર ભૂમાફિયાઓ અથવા ખાનગી એજન્સીઓ દ્વારા ગેરકાયદેસર કબજો જમાવી દેવાયો હોવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પાલિકાના કોંગ્રેસના સક્રિય કોર્પોરેટર કમલેશ સુતરીયાએ આ અંગે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને એક લેખિત પત્ર પાઠવીને ટી.પી.-4 માં આવેલા પાલિકાના પ્લોટ પર થઈ રહેલા ગેરકાયદેસર દબાણ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને તાત્કાલિક તપાસની માંગ કરી છે. સરકારી પ્લોટમાં બાંધકામની સામગ્રીઓ ખડકી દેવામાં આવી કોર્પોરેટર કમલેશ સુતરીયાએ પત્રમાં જણાવ્યું છે કે, મહેસાણા મહાનગરપાલિકાના ટીપી-4 વિસ્તારમાં પાલિકાની માલિકીનો એક મોટો પ્લોટ આવેલો છે. આ સરકારી પ્લોટમાં છેલ્લા ઘણા વર્ષોથી મોટા પ્રમાણમાં લોખંડની પાઇપો, સિમેન્ટ, રેતી અને કપચી જેવી બાંધકામની સામગ્રીઓ ખડકી દેવામાં આવી છે. આ પ્લોટનો ઉપયોગ જાણે કોઈ ખાનગી કંપની કે શખસો પોતાનો પર્સનલ 'સ્ટોર યાર્ડ' હોય તે રીતે કરી રહ્યા છે. મહાનગરપાલિકાની સંમતિ વિના કે કોઈ ભાડા કરાર વિના વર્ષોથી આ પ્લોટનો વ્યવસાયિક ઉપયોગ થઈ રહ્યો છે. આ પાલિકાની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડવાનું મોટું કૌભાંડ હોઈ શકે છે. આ અંગે તાત્કાલિક કડક પગલાં લેવાવા જોઈએ. આજ સુધીનું તમામ વ્યાપારી ભાડુ જવાબદારો પાસેથી વસૂલવામાં આવે કોંગ્રેસ કોર્પોરેટરે આક્રોશ વ્યક્ત કરતા માંગ કરી છે કે, આ સરકારી પ્લોટમાં જે દિવસથી ગેરકાયદેસર રીતે સામગ્રી મૂકીને તેનો ઉપયોગ શરૂ કરાયો છે, તે દિવસથી આજ દિન સુધીનું તમામ વ્યાપારી ભાડું જવાબદારો પાસેથી વસૂલવામાં આવે. આ સાથે જ સરકારી મિલકત પર ગેરકાયદેસર દબાણ અને કબ્જો કરનારા તત્વો વિરૂદ્ધ કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકાના શાસકો અને કમિશનર આ ગંભીર પત્ર પર શું એક્શન લે છે. ટીપીના પ્લાનિંગ દરમિયાન અમુક પર્સન્ટેજ લેન્ડ કોર્પોરેશનને મળતી હોય ડેપ્યુટી કમિશનર એ.બી.મંડોરીએ જણાવ્યું કે, કોર્પોરેશન વિસ્તારમાં જનરલી એવી પોલિસી હોય છે કે જ્યારે ટીપીનું પ્લાનિંગ થતું હોય છે ત્યારે અમુક પર્સન્ટેજ લેન્ડ કોર્પોરેશનને મળતી હોય છે અને એ ખુલ્લા પ્લોટ હોય છે એના જનરલી આપણે કબ્જા લઈને આપણા રિઝર્વેશનમાં રાખતા હોઈએ છીએ. આપે પૂછ્યું કેટલા પ્લોટ છે, એનો કોઈ ફિક્સ આંકડો હું કહી ન શકું મારે થોડું ડિટેલ જોવું પડશે.વધુમાં જણાવ્યું કે એવું અમને બે-ચાર માધ્યમોથી જાણવા મળ્યું છે કે એક પ્લોટ છે અને કોર્પોરેશન વિસ્તારમાં કોઈ કોન્ટ્રાક્ટરનો સામાન પડ્યો રહે છે. અમે એમાં અમારા લોકલ જે અમારી કોર્પોરેશનના એન્જિનિયરો છે, ટીપીની ટીમ છે એને સ્થાનિકે મોકલીને તપાસ કરાવી લઈએ છીએ કે હકીકતમાં શું છે. જો લોંગ ટાઈમ છે તો પહેલાં અમે એ જોઈ લેશું કે એ લોંગ ટાઈમ જે પ્લોટ છે તો એ કબ્જો કરવાનો મતલબ શું હતો, એનો પર્પઝ શું છે? કોર્પોરેશનને એ જગ્યા બીજા હાલ ટેમ્પરરી કોઈ યુઝફુલ થઈ શકે એમ છે કે કેમ? આ બધા એન્ગલોને લાગુ કરીને અમે એમાં તપાસ કરી લેશું.
    Click here to Read More
    Previous Article
    વઢવાણમાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ ઉજવાયો:મનપાના ડેપ્યુટી કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
    Next Article
    ગોધરા-રાબડિયા બસનો સમય બદલાયો:વિદ્યાર્થીઓની રજૂઆત બાદ સવારે 7:45 વાગ્યે નક્કી કરાયો, NSUIએ આભાર માન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment