Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા-રાબડિયા બસનો સમય બદલાયો:વિદ્યાર્થીઓની રજૂઆત બાદ સવારે 7:45 વાગ્યે નક્કી કરાયો, NSUIએ આભાર માન્યો

    1 week ago

    ગોધરા-રાબડિયા રૂટ પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ગોધરા-રાબડિયા બસનો સમય સવારે 7:45 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો છે, જેનું નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પ્રમુખ આશિષ એન. પરમારે સ્વાગત કર્યું છે. અગાઉ વિદ્યાર્થીઓએ બસના સમયને લઈને રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બદલાયેલા સમયને કારણે કોલેજ અને યુનિવર્સિટીમાં સમયસર પહોંચવામાં મુશ્કેલીઓ પડતી હતી. આ અંગે GSRTC તંત્ર સમક્ષ લેખિત અને ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સમસ્યાને ગંભીરતાથી લઈને GSRTC દ્વારા બસનો સમય સવારે 7:45 વાગ્યે નક્કી કરાયો છે. આનાથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં સમયસર પહોંચવામાં સુવિધા મળશે. NSUIએ જણાવ્યું કે નવો સમય વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે અનુકૂળ છે અને તેઓ આ નિર્ણયથી સંતુષ્ટ છે. આશિષ એન. પરમારે GSRTC તંત્ર અને વિભાગીય નિયામકનો આભાર માન્યો. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને લેવાયેલો આ નિર્ણય પ્રશંસનીય છે. ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓની સુવિધા અને હિત માટે તંત્ર તરફથી આવો જ સહયોગ મળતો રહેશે તેવી આશા તેમણે વ્યક્ત કરી.
    Click here to Read More
    Previous Article
    મનપાની કરોડોની TP-4ની જમીન પર ગેરકાયદેસર કબજો?:ગેરકાયદેસર દબાણથી મનપા અજાણ, કમિશનરે કહ્યું- તપાસ કરીને જાણ પગલાં લેશું
    Next Article
    SBI 50 લાખ લૂંટમાં સ્થાનિક ટપોરીની સંડોવણી:સુરતના જ ચોરને 4 બાઈક ચોરીની સોપારી આપી, ખાસ પટનાથી ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવીને લાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment