Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SBI 50 લાખ લૂંટમાં સ્થાનિક ટપોરીની સંડોવણી:સુરતના જ ચોરને 4 બાઈક ચોરીની સોપારી આપી, ખાસ પટનાથી ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવીને લાવ્યા

    1 सप्ताह पहले

    સુરતના વરાછા વિસ્તારની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં બ્રાન્ચમાં 27 એપ્રિલે ધોળા દિવસે ગનપોઈન્ટ પર 50 લાખની સનસનાટીભરી લૂંટ આચરવામાં આવી હતી. આ મામલે સુરત પોલીસની ઝોન-1ની ટીમે તમિલનાડુ-કર્ણાટક બોર્ડર પરથી ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી આ ટોળકીના વધુ બે સાગરીતો વિકાસકુમાર ઉર્ફે ચંદન અને સંજીત ઉર્ફે સંચીત રાજભરની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી વિકાસકુમારની કડક પૂછપરછમાં સુરત પોલીસ સમક્ષ લૂંટના આંતરરાજ્ય કાવતરાના એવા ચોંકાવનારા ખુલાસા થયા છે, જે સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. સુરતના જ ટપોરીને આપી 4 બાઈક ચોરીની સોપારી પોલીસ કસ્ટડીમાં રહેલા મુખ્ય સૂત્રધાર વિકાસે કબૂલાત કરી હતી કે, લૂંટની ઘટનાને અંજામ આપવા માટે વાહનોની વ્યવસ્થા કરવાનું પ્લાનિંગ અગાઉથી જ નક્કી હતું. આ માટે વિકાસે સુરતના જ એક સ્થાનિક ટપોરી (બાઇક ચોર)નો સંપર્ક કર્યો હતો અને લૂંટમાં ઉપયોગ કરવા માટે 4 બાઇક ચોરી લાવવાની સોપારી આપી હતી. જોકે, આ આંતરરાજ્ય ગેંગની આશા પર પાણી ફેરવતા સુરતનો આ ટપોરી માત્ર ખટોદરા વિસ્તારમાંથી એક જ બાઈક ચોરી શક્યો હતો. બાકીની બે બાઈક લૂંટારું લાવીને લૂંટ ચલાવવાનું નક્કી કર્યું હતું. હાલ પોલીસે આ બાઈક ચોરને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પટનાથી ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવી સુરત લાવ્યા બાઇક ચોરીની સોપારી આપવાની સાથે સાથે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પણ માસ્ટર પ્લાન તૈયાર કરાયો હતો. વિકાસે પોલીસને જણાવ્યું હતું કે, તે બિહારના પટનાથી ખાસ ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવડાવીને સુરત લાવ્યો હતો. આ નંબર પ્લેટ આપવાનું કામ પટનાના વોન્ટેડ આોપી એલેક્સે કર્યું હતું. પ્લાન મુજબ સુરતમાંથી ચોરી કરાયેલી બાઇક પર આ બિહારથી લાવેલી ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી દેવાઈ હતી. જેથી લૂંટ બાદ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ કરે તો પણ અટવાઈ જાય. એથિકલ હેકર વિકાસે 6 મહિનાથી બેંકોની રેકી કરી ધરપકડ કરાયેલા આરોપી વિકાસ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તે ટેકનિકલ એક્સપર્ટ છે. તેણે કોમ્પ્યુટરમાં એથિકલ હેકિંગનો સ્પેશિયલ કોર્સ કર્યો છે. આ ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ તે ગુનાખોરીમાં કરતો હતો. લૂંટના બરાબર છ મહિના પહેલાં જ વિકાસ સુરત આવ્યો હતો. તે સુરતના અલગ અલગ વિસ્તારમાં ફરીને CCTV કેમેરા, પોલીસનું પેટ્રોલિંગ અને બેંકોની સુરક્ષા વ્યવસ્થાની બારીકાઈથી રેકી કરતો હતો. આખરે તેણે વરાછાની SBI બેંકને ટાર્ગેટ તરીકે પસંદ કરી હતી. પટનાની જેલમાં જ લખાઈ લૂંટની આખી સ્ક્રિપ્ટ આ હાઇટેક લૂંટના તાર બિહારની પટના જેલ સાથે જોડાયેલા છે. તપાસમાં સામે આવ્યું છે કે, વિકાસ પટના જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર કુંદર ભગતનો પિતરાઈ ભાઈ છે. ગેંગસ્ટર કુંદને જેલની અંદરથી જ સ્માર્ટફોન અને આઇપી બેઝ્ડ સિક્યોર એપ્લિકેશન સિગ્નલ એપનો ઉપયોગ કરી સુરતમાં રહેતા વિકાસ સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો હતો. જેલમાંથી જ લૂંટની આખી સ્ક્રિપ્ટ લખાઈ હતી અે તેના મોહરા તરીકે વિકાસ અને તેની ગેંગે સુરતમાં ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસ હવે શું તપાસ કરી રહી છે? સુરત પોલીસની ઝોન-1ની ટીમે હાલ આ ગુનામાં સામેલ પટનાના વોન્ટેડ એલેક્સ અને સુરતના સ્થાનિક બાઈક ચોર ટપોરીને પકડવા માટે અલગ-અલગ ટીમો રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત, લૂંટાયેલા 50 લાખ રૂપિયામાંથી આ આરોપીઓનો હિસ્સે કેટલા આવ્યા અને તે ક્યાં છૂપાવ્યા છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. આ સમાચાર પણ વાંચો ચંદને લૂંટારુઓને આપ્યો'તો આશરો, પોલીસથી બચતા-બચતા ભરૂચ-સોમનાથ પણ ગયા સુરતની વરાછા બ્રાન્ચની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ₹50 લાખ લૂંટ કેસની તપાસમાં બહાર આવ્યું છે કે, લૂંટારૂ ટોળકીને સુરતમાં ચંદન ઉર્ફે જેક નામના શખ્સે આશરો આપ્યો હતો અને લૂંટ બાદ આરોપીઓ પોલીસથી બચવા ભરૂચ તથા સોમનાથ સુધી પહોંચી ગયા હતા. જોકે, હજુ પણ ₹48 લાખથી વધુની રોકડ રકમ અને લૂંટમાં વપરાયેલા હથિયારો કબજે કરવાના બાકી હોવાથી પોલીસે માસ્ટરમાઇન્ડ કુંદન ભગત સહિત અન્ય સાત ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર કુંદને બિહારની જેલમાંથી સુરતની SBIમાં 50 લાખની લૂંટ કરાવી વરાછામાં આવેલી SBI બેંકમાં 50 લાખની લૂંટના તાર બિહારની જેલ સાથે જોડાયા છે. આ લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હાલ બિહારની આદર્શ સેન્ટ્રલ જેલ બેઉર (પટના)માં બંધ છે. જેલમાં હોવા છતાં તેણે પોતાની ગેંગના સભ્યો સાથે સંપર્ક જાળવી રાખી સુરતની બેંકને ટાર્ગેટ બનાવી હતી. કુંદન ભગત અગાઉ દેહરાદૂનમાં 12 કરોડની રિલાયન્સ જ્વેલરી લૂંટમાં પણ સંડોવાયેલો હતો. ક્રાઇમ બ્રાન્ચ ઝડપાયેલા કુખ્યાત કુંદન ભગત ગેંગના બે સાગરીત એવા શુભમ અને વિકાસને UPથી સુરત લાવી હતી. કુંદન જેલમાં હોવા છતાં એક ખાસ એપના માધ્યમથી તે લૂંટારુઓને સૂચનાઓ આપતો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર સુરત ક્રાઇમ બ્રાન્ચે ગ્રાહક બની શૂઝની દુકાને ત્રાટકી બે શખ્સને દબોચ્યા સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના ગોંડાથી મુખ્ય આરોપી શુભમ સિંહ અને તેને આશરો આપનાર તેના મિત્ર વિકાસ સિંહની ધરપકડ કરી હતી. પોલીસની તપાસ એકદમ ફિલ્મી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાયબરેલીમાં વિકાસની શૂઝની દુકાને ગ્રાહક બનીને તપાસ કરી હતી. ત્યારબાદ સતત પીછો કરી બંનેને ગોંડા પાસેથી ઝડપી પાડ્યા હતા. મુખ્ય આરોપી શુભમ મૂળ બિહારનો વતની છે અને રાયબરેલીમાં વિકાસની દુકાન પાસે જ પોતાની દુકાન ચલાવતો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર આ પણ વાંચો: SBIમાં બંદૂકની અણીએ 13 મિનિટમાં 50 લાખની લૂંટ,એક્સક્લૂઝિવ CCTV આ પણ વાંચો: રોકડ ભરેલી પેટી 5 મિનિટમાં ઉઠાવી ગયા, ટહેલતાં ટહેલતાં કેશવાનના બે ગનમેનની બાજુમાંથી 7 લૂંટારા ફરાર આ પણ વાંચો: SBIમાં 50 લાખ લૂંટની ઈનસાઈડ સ્ટોરી આ પણ વાંચો: SBIમાં 50 લાખની લૂંટનો મુખ્ય આરોપી અયોધ્યાના આશ્રમમાં છૂપાયો હતો આ પણ વાંચો: સુરત SBI 50 લાખ લૂંટ કેસમાં મુકેશ કુમારની ધરપકડ આ પણ વાંચો: બંદૂકની ગોળી ડાબા પગથી જમણા પગમાંથી આરપાર થઈ
    Click here to Read More
    Previous Article
    ગોધરા-રાબડિયા બસનો સમય બદલાયો:વિદ્યાર્થીઓની રજૂઆત બાદ સવારે 7:45 વાગ્યે નક્કી કરાયો, NSUIએ આભાર માન્યો
    Next Article
    Navi Mumbai airport to launch international flights from July 15 with Abu Dhabi service

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment