Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મહાનગરપાલિકામાં સત્તાનું નવું માળખું જાહેર:આરોગ્ય, પાણી, TP સહિતની 12 મહત્વની સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેનની સત્તાવાર જાહેરાત

    9 hours ago

    સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને લોકાભિમુખ બનાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ રાજકીય અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા લાંબા સમયથી ચાલી રહેલી અટકળો અને મનોમંથનનો અંત આણીને મહાનગરપાલિકાની અલગ-અલગ 12 વૈધાનિક અને વિશેષ સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. પક્ષના મોવડી મંડળ સાથે પરામર્શ કર્યા બાદ આ તમામ નામો પર આખરી મહોર મારવામાં આવી છે. આ નવી વરણીઓમાં પ્રાદેશિક સમીકરણો, જ્ઞાતિગત સંતુલન, અનુભવ અને પક્ષ પ્રત્યેની વફાદારીને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આગામી સમયમાં આ સમિતિઓ સુરત શહેરના વિકાસ કાર્યોને આખરી ઓપ આપવામાં અને પ્રજાલક્ષી કાર્યોની ગતિ વધારવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. અનુભવી અને સક્રિય ચહેરાઓને જવાબદારી સોંપાઈ કોઈપણ મહાનગરના વિકાસમાં આરોગ્ય, રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ કરોડરજ્જુ સમાન હોય છે. આ સુવિધાઓ સાથે સીધી જોડાયેલી સમિતિઓમાં પક્ષ દ્વારા અનુભવી અને સક્રિય ચહેરાઓને જવાબદારી સોંપવામાં આવી છે. આરોગ્ય સમિતિ સુરત જેવા ઝડપથી વિકસતા સ્માર્ટ સિટીમાં આરોગ્ય સેવાઓનું સ્તર જાળવી રાખવું એ મોટી ચેલેન્જ છે. આ મહત્વપૂર્ણ સમિતિના ચેરમેન તરીકે અશોક રાંદેરીયાની વરણી કરવામાં આવી છે, જ્યારે તેમની સાથે વાઇસ ચેરમેન તરીકે વિક્રમ દેસાઈ ખભેખભો મિલાવીને કામ કરશે. હોસ્પિટલોનું સંચાલન, રોગચાળા નિયંત્રણ અને હેલ્થ સેન્ટરોના અપગ્રેડેશનની જવાબદારી આ ટીમ પર રહેશે. જાહેર બાંધકામ સમિતિ (PWD) શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બ્રિજ, રસ્તા અને સરકારી ઇમારતોના નિર્માણ માટે આ સમિતિ સૌથી મહત્વની ગણાય છે. આ સમિતિના સુકાની તરીકે રાજેન્દ્ર પટેલને ચેરમેનની કમાન સોંપાઈ છે. તેમની સાથે વાઇસ ચેરમેન તરીકે મહિલા કોર્પોરેટર શીતલ પ્રતીક પટેલની નિયુક્તિ કરવામાં આવી છે, જે પક્ષના સંતુલન અભિગમને દર્શાવે છે. પાણી સમિતિ સુરતની જનતાને શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે આ સમિતિ કાર્યરત હોય છે. પાણી સમિતિના ચેરમેન પદે રશ્મિબેન સાબુની વરણી કરીને મહિલા નેતૃત્વ પર ભરોસો મૂકવામાં આવ્યો છે. તેમની સાથે વહીવટી કુશળતા માટે વાઇસ ચેરમેન તરીકે મહેશકુમાર મકવાણાને મૂકવામાં આવ્યા છે. ગટર સમિતિ ડ્રેનેજ લાઈનો અને એસટીપી પ્લાન્ટના આધુનિકીકરણ માટે આ સમિતિ જવાબદાર છે. આ સમિતિના ચેરમેન તરીકે રવિન્દ્ર વિઠ્ઠલભાઈ ખેરનાર અને વાઇસ ચેરમેન તરીકે રાજનીત દેસાઈના નામની ઘોષણા કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ભરાતા પાણીના નિકાલની સમસ્યા ઉકેલવી એ આ નવી ટીમની પ્રાથમિકતા રહેશે. શહેરના આયોજનબદ્ધ વિકાસ અને કાયદાકીય બાબતોના નિકાલ માટે નિષ્ણાત અને દુરંદેશી ધરાવતા સભ્યોની પસંદગી અનિવાર્ય બને છે. તેને ધ્યાનમાં રાખીને વરણીઓ થઈ છે. નગર નિયોજન (ટાઉન પ્લાનિંગ) સમિતિ સુરતના ભૌગોલિક વિસ્તારની નવી ટી.પી. સ્કીમો (TP Schemes) મંજૂર કરવા અને ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આ સમિતિ સુપર પાવર ગણાય છે. આ સમિતિના ચેરમેન તરીકે સિનિયર નેતા મહેન્દ્ર દેસાઈની નિયુક્તિ થઈ છે અને તેમની સાથે વોઇસ ચેરમેન તરીકે અશોક માંગીલાલ શાહ સેવા આપશે. કાયદા સમિતિ મહાનગરપાલિકાના કાનૂની વિવાદો, કરારો અને કોર્ટ મેટર્સની દેખરેખ રાખતી કાયદા સમિતિનું સુકાન મહિલાઓના હાથમાં સોંપાયું છે. જેમાં ચેરમેન તરીકે મોહિનીબેન રાઠોડ અને વોઈસ ચેરમેન તરીકે કાવ્યાબેન પટેલની વરણી કરાઈ છે. સુરતના શ્રમિક વર્ગ, સ્લમ વિસ્તારો અને મધ્યમ વર્ગના ઉત્થાન માટે કલ્યાણકારી સમિતિઓનું માળખું પણ જાહેર કરાયું છે. સમાજ કલ્યાણ આનંદ પ્રમોદ સમિતિ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સામાજિક કલ્યાણના કાર્યો માટે રાજેશ રાણાને ચેરમેન બનાવવામાં આવ્યા છે, જ્યારે ઈશ્વરભાઈ નારોલા વાઇસ ચેરમેન તરીકે પદભાર સંભાળશે. રુગ્ણાલય રાહત અને તંદુરસતી વર્ધક સમિતિ મ્યુનિસિપલ હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓને અપાતી રાહતો માટે આ સમિતિ કામ કરે છે. તેમાં ચેરમેન પદે અલકાબેન પાટીલ અને વાઇસ ચેરમેન પદે હેમાક્ષીબેન ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિ સંપૂર્ણપણે મહિલા સંચાલિત રહેશે. ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબોને ઘર આપવા તેમજ શહેરમાં ગ્રીન કવર અને બગીચાઓ વધારવા માટે સુરેશભાઈ ધામેલીયાને ચેરમેન પદ સોંપાયું છે. તેમની સાથે વાઇસ ચેરમેન તરીકે વિધિબેન ચનાભાઈ રાઠોડ કામ કરશે. સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિ ઝૂંપડપટ્ટી વિસ્તારના પુનઃવસન અને ત્યાં પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે પક્ષે દિગ્વિજયસિંહ બારડ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે અને તેમને ચેરમેન બનાવ્યા છે. વાઇસ ચેરમેન તરીકે વંદનાબેન ઘોઘારી તેમની સાથે જોડાશે. શહેરની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે પણ મહત્વના નામો સામે આવ્યા છે. લાઈટ એન્ડ ફાયર સમિતિ સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ્સ અને અગ્નિશમન દળની સજ્જતા માટે આ સમિતિ કામ કરે છે. તેના ચેરમેન તરીકે સોનુબેન આંબલીયા અને વાઇસ ચેરમેન તરીકે સુધાબેન રાજેશ પાંડેની વરણી કરવામાં આવી છે. જાહેર પરિવહન અને પ્રવૃત્તિ સમિતિ બીઆરટીએસ (BRTS) અને સિટી બસ સેવાની કનેક્ટિવિટી સુધારવા માટે મનીષભાઈ ચીમનભાઈ પટેલને ચેરમેન અને રીનાસિંહ અજીતસિંહ રાજપુતને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જાહેર કરાયેલી આ યાદીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, પક્ષે જૂના અને અનુભવી નેતાઓની સાથે સાથે યુવા અને મહિલા ચહેરાઓ વચ્ચે ઉત્તમ સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે. 12 સમિતિઓમાંથી કેટલીક મહત્વની સમિતિઓમાં ટોચના પદો મહિલાઓને સોંપીને 'મહિલા સશક્તિકરણ' નો મજબૂત સંદેશ આપવામાં આવ્યો છે. હવે જ્યારે નામો જાહેર થઈ ચૂક્યા છે, ત્યારે તમામ નવા નિયુક્ત ચેરમેનો અને વાઇસ ચેરમેનો સામે સુરતને વૈશ્વિક સ્તરે વધુ સ્વચ્છ, સુંદર અને સુવિધાજનક બનાવવાનો મોટો પડકાર રહેશે.
    Click here to Read More
    Previous Article
    વાપીના રાતા ગામમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી સાપનું રેસ્ક્યૂ:બિનઝેરી 'રૂપસુંદરી' સાપને સુરક્ષિત બહાર કઢાયો, વન વિભાગે જંગલમાં છોડ્યો
    Next Article
    બાલીસણા હાઈસ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન અને ગુરુવંદના:125થી વધુ વિદ્યાર્થીઓએ શાળાના સ્મરણો વાગોળી ગુરુજનોનું સન્માન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment