Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ ભવમાં મેસન ક્લબનું દેણું ચૂકવી નહીં શકું!:લોનના બહાને કોરા ચેક લખાવી ચેક બાઉન્સના કેસો કરતી મંડળીથી 50થી વધુ લોકો પરેશાન, પૂર્વ કર્મીની દુષ્કર્મની ફરિયાદમાં ડિરેક્ટર જામીન પર

    1 week ago

    રાજકોટની મેસન ક્લબ કો-ઓપરેટીવ સોસાયટી શેર હોલ્ડરો માટે હેરાનગતિરૂપ બની છે. લોન આપવાના બહાને કોરા ચેક અને કોરા કાગળો પર સહીઓ કરાવી ગુજરાતની અલગ અલગ કોર્ટમાં ચેક બાઉન્સના કેસ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 50થી વધુ લોકો આ મંડળીની ચુંગાલમાં ફસાઈ ચૂક્યા છે. આ મંડળીના ડિરેક્ટર પરાગ સોલંકી સામે ત્યાં જ અગાઉ નોકરી કરતી એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવેલી છે આમ છતાં પણ આ ડિરેક્ટરને હાઇકોર્ટમાંથી જામીન મળી જતા આ મહિલા તેમજ મેસન ક્લબથી પરેશાન લોકો મીડિયા સમક્ષ આવ્યા હતા અને પોતાની આપવીતી કહી હતી. મંડળીના ડિરેક્ટરના જામીન રદ કરવામાં આવે અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી તેમની ધરપકડ કરવામાં આવે અને શેર હોલ્ડરોને હેરાનગતિ માંથી મુક્તિ આપવામાં આવે એવી માંગણી કરી હતી. લોન લીધી ન હોવા છતાં હેરાન પરેશાન કરે છે રાજકોટની મેસન ક્લબ કો-ઓપરેટીવ સોસાયટી લી.ના ડિરેક્ટર પરાગ સોલંકી સામે એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે અને ત્યારબાદ તે જામીન પર છૂટી જતા આ મહિલા મીડિયા સમક્ષ આવી હતી અને જણાવ્યું હતું કે, વર્ષ 2020 માં મેસન ક્લબ કો-ઓપરેટીવ સોસાયટીમાં જોબ કરી હતી. જ્યાં બે વર્ષ નોકરી કરી હતી. આ મંડળીનો ચેરમેન પરાગ સોલંકી છે તેને મંડળીની જેટલી પણ લેડીઝ એમ્પ્લોય છે તેને હેરસ્ટમેન્ટ કરે. જ્યારે પણ એમ્પ્લોય જોઈન કરે ત્યારે તેમની પાસેથી કોરા ચેક લઈ લે છે. અગાઉ મેં તેમની ઉપર 376 કરેલી છે. તેમને મને ફસાવી બ્લેકમેલ કરેલી છે. મને ખોટા વાયદા અને વચનો આપી મારી સાથે કાવતરું ઘડ્યું છે. અગાઉ તેને અનેક છોકરીઓ સાથે રિલેશન હતા. હાલ મને હેરાન કરવા માટે અલગ-અલગ જગ્યાએ ચેક નાખે છે. એક પણ પ્રકારની લોન લીધી ન હોવા છતાં હેરાન પરેશાન કરે છે. હાલ લવાદ કોર્ટમાં તેના બધા ઓળખીતા છે જેથી કોઈ તેનું કાંઈ બગાડી શકતું નથી. દુષ્કર્મનો ગૂનો દાખલ થયો હોવા છતાં પણ તે પણ દિવસ જેલમાં રહ્યો નથી. જ્યારથી તેને જામીન મળ્યા છે ત્યારથી તે દ્વારકા અને અંજાર સહિતના અલગ અલગ શહેરોમાં કેસ કરે છે. પરાગ સોલંકી સાથે તેની પત્ની પણ સામેલ છે. આ ઉપરાંત તેનો પુત્ર વૈભવ સોલંકી પણ છે. આ સાથે જ રિકવરી એજન્ટ વિવેક ટાંક અને મોન્ટુ ટાંક સહિતના તેને સપોર્ટ કરે છે અને હાલ હું મહિલા તરીકે એટલું જ કહું છું કે મને અને મારા જેવી અન્ય મહિલાઓને ન્યાય અપાવવામાં આવે એવી કલેકટરને રજૂઆત છે. પોલીસને એટલું જ કહેવા માગું છું કે, જો આ શખ્સ પકડાશે નહીં તો અલગ અલગ યુવતીઓ પર આ પ્રકારના કેસ કરશે. છેલ્લા દોઢ વર્ષથી આ શખ્સ મને હેરાન પરેશાન કરે છે. તે અલગ-અલગ યુવતીઓ સાથે રિલેશન રાખી તેને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરે છે. તેને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે તે રદ થાય અને તે ફરીથી જેલમાં જાય એવી માંગણી છે. તમારા પિતા પૈસા ન ભરે તો તમે તમારી નોકરીમાંથી જે પગાર આવે તે આમાં ભરશો જ્યારે રાજીવ દવેએ જણાવ્યું હતું કે, વર્ષ 2019માં કોરોના કાળ દરમિયાન મેં અને મારી પત્નીએ મેસન ક્લબમાંથી 1-1 લાખની લોન લીધી હતી. જે બાદ હપ્તા ભરવાનું સ્ટોપ થઈ ગયું હતું. જે બાદ મારા અને મારી પત્નીના નામના બાઉન્સ ચેક કરવાનું ચાલુ કર્યું. આ ઉપરાંત તેમને અલગ-અલગ સમરી દાવા પણ કર્યા. આ સાથે જ કોર્ટમાંથી જપ્તીના ઓર્ડર અપાવવામાં આવ્યા. મારા સમરી દવામાં છેલ્લી ઘડી સુધી સમાધાનની વાત કરવામાં આવી અને ત્યારબાદ તેઓ ફરી ગયા જેને કારણે મારે જેલમાં જવું પડ્યું. નવ દિવસ સુધી હું જેલમાં રહ્યો. જે બાદ મારા દીકરા અને દીકરીએ રૂ.1.80 લાખ ભર્યા ત્યારે હું જેલમાંથી છૂટ્યો. જોકે, એ દરમિયાન મારા દીકરા અને દીકરી પાસેથી જામીન પેટે અલગ-અલગ પાંચ-પાંચ ચેક લઈ લેવામાં આવ્યા. આ સાથે તેમાં નોટરાઇઝ પણ કરાવવામાં આવ્યું કે, જો તમારા પિતા પૈસા ન ભરે તો તમે બંને તમારી નોકરીમાંથી જે પગાર આવે તે આમાં ભરશો. આ સાથે જ એમ પણ કહ્યું કે તમે જે ચેક આપ્યા છે તેનો મતલબ એવો થાય છે કે તમારા માતા-પિતા મૃત્યુ પામે તે બાદ પણ તમે આ પૈસા ભરવા માટે બંધાયેલા છો. આ મંડળીના મુખ્ય વ્યક્તિ પરાગ સોલંકી અને તેની સાથેના મોટું ટાંક અને તેનો ભાઈ વિવેક ટાંક છે. 1 લાખની લોનની સામે રૂ.14 લાખ જેટલાના ચેક બાઉન્સના કેસ તેમણે જણાવ્યું કે, મારા અને મારા જેવા અન્ય લોકોએ આ બાબતે પોલીસ ફરિયાદ કરેલી છે. આ પ્રકારે હેરાનગતિ ભોગવતા અંદાજિત 50થી વધુ લોકો છે. પરાગ સોલંકી ગઈકાલે જામીન ઉપર છૂટી ગયા તેવી ખબર પડી તે સાથે જ મારી દીકરી ગઈકાલે આખી રાત ડિપ્રેશનમાં રહી. કારણકે તેવું કહી રહી છે કે શું હવે મારી સામે પણ કેસ થશે? તેમણે વધુમાં કહ્યું કે મંડળી રાજકોટની છે, પૈસા લેવા વાળા રાજકોટના છે પરંતુ મારા તેમજ મારા જેવા અન્ય લોકો વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ શહેરોમાં ચેક બાઉન્સના કેસ કરેલા છે. મારા અને મારી પત્ની વિરુદ્ધ 3.50 લાખના બે કેસ દ્વારકાની કોર્ટમાં કરેલા છે. અમારી એવી પરિસ્થિતિ જ નથી કે દ્વારકા જઈને આ બધી વસ્તુઓનો સામનો કરી શકીએ. રૂ.1 લાખની લોનની સામે રૂ.14 લાખ જેટલાના ચેક બાઉન્સના કેસ કરવામાં આવ્યા છે. હું અત્યાર સુધીમાં 3.50 લાખ ભરી ચૂક્યો છું પરંતુ મને એવું નથી લાગતું કે આ ભવમાં હું મેસન ક્લબનું દેણું ચૂકવી શકું. વિરપુરમાં લોન આપવાના બહાને કોરા ચેક પર સહી કરાવી વિરપુર ખાતે રહેતી જીજ્ઞાબેન સુધીરભાઈ નિમાવતે રાજકોટની મેસન ક્લબ કો-ઓપરેટીવ સોસાયટી લી.ના ડિરેક્ટર તથા અન્ય જવાબદાર વ્યક્તિઓ સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે લોન આપવાના બહાને કોરા ચેકો અને કોરા કાગળો પર સહી લેવાઈ હોવાનો તેમજ બાદમાં તે ચેકોમાં મનસ્વી રકમો ભરી વિવિધ કોર્ટોમાં કેસો દાખલ કરી માનસિક, આર્થિક અને શારીરિક હેરાનગતિ કરવામાં આવી હોવાનો આરોપ મૂક્યો છે. ફરિયાદ મુજબ વર્ષ 2019 દરમિયાન લોજિંગ (ટિફિન)ના ધંધાના વિસ્તરણ માટે નાણાંની જરૂરિયાત ઉભી થતાં રાજકોટ સ્થિત મેસન ક્લબ કો-ઓપરેટીવ સોસાયટી લી. પાસેથી લોન મેળવવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. સોસાયટીના એજન્ટ વિમલભાઈ તથા ડિરેક્ટર પરાગભાઈ અનિલભાઈ સોલંકીએ લોન પ્રક્રિયા માટે ફરિયાદી પાસેથી 10 કોરા ચેકો તથા જામીનદારો પાસેથી પણ કોરા ચેકો અને કોરા કાગળો પર સહી લેવડાવી હતી.બાદમાં ફરિયાદીના એસબીઆઈ ખાતામાં કુલ રૂ. 2.22 લાખ જેટલી લોનની રકમ જમા થઈ હતી. ફરિયાદી દ્વારા 14 માસિક હપ્તા ભરી દેવાયા હતા, પરંતુ કોરોનાકાળ દરમિયાન ધંધો બંધ થઈ જતા હપ્તા ભરવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. ઉના અને અંજાર જેવી બહારની કોર્ટોમાં પણ કેસો દાખલ કરાયા ફરિયાદ અનુસાર, ત્યારબાદ સોસાયટી દ્વારા ફરિયાદીના કોરા ચેકોમાં અલગ-અલગ મોટી રકમો ભરી રાજકોટ સહિત વિવિધ કોર્ટોમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કેસો દાખલ કરવામાં આવ્યા. રાજકોટની કોર્ટમાં અનેક કેસો ઉપરાંત ઉના (વેરાવળ) અને અંજાર (કચ્છ) જેવી બહારની કોર્ટોમાં પણ કેસો દાખલ કરાયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જીજ્ઞાબેને વધુમાં આક્ષેપ કર્યો છે કે, સોસાયટીના મેનેજર મોન્ટુભાઈ વિનોદભાઈ ટાંક અને નિશાંતભાઈ દવે તેમના ઘરે ઉઘરાણી માટે આવ્યા હતા અને લોનની રકમ ન ચૂકવાય તો ઘરનો સામાન ઉઠાવી જવાની ધમકી આપી હતી. તે દરમિયાન બળજબરીપૂર્વક આઈસીઆઈસીઆઈ બેન્કના બે કોરા ચેકો પણ લઈ જવામાં આવ્યા હોવાનો આરોપ છે. ફરિયાદમાં વધુ ગંભીર આક્ષેપ કરતા જણાવાયું છે કે રાજકોટ સ્થિત સોસાયટીની ઓફિસ ખાતે સમાધાનની વાતચીત દરમિયાન ડિરેક્ટર પરાગભાઈ સોલંકીએ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી ધમકીઓ આપી હતી. તેમજ મેનેજર વિવેકભાઈ ટાંકે લોનનું સ્ટેટમેન્ટ આપવા બદલ કોરા સ્લિપમાં સહી કરવાની માંગણી કરી હતી. જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માગ ફરિયાદીનું કહેવું છે કે સોસાયટીના જવાબદારોએ અલગ-અલગ કોર્ટોમાં કેસો દાખલ કરી સતત માનસિક, શારીરિક અને આર્થિક ત્રાસ આપ્યો છે. આથી મેસન ક્લબ કો-ઓપરેટીવ સોસાયટી લી.ના ડિરેક્ટર પરાગભાઈ અનિલભાઈ સોલંકી, મેનેજર મોન્ટુભાઈ વિનોદભાઈ ટાંક, મેનેજર વિવેકભાઈ વિનોદભાઈ ટાંક, નિશાંતભાઈ દવે તથા અન્ય જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ દર્શને જતાં માસિયાઈ 3 ભાઈઓને અકસ્માત નડ્યો:વેરાવળ-સોમનાથ બાયપાસ પર મિની ટ્રેક્ટર અને એક્ટિવાની ટક્કર, ઘટનાસ્થળે 18 વર્ષીય યુવકનું મોત, અન્ય 2 ગંભીર
    Next Article
    શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ 23થી 25 જૂને યોજાશે:તમામ IAS, IPS અને IFS અધિકારીઓને કાર્યક્રમમાં જોડાવા સૂચના, ટ્રેનથી ફરજિયાત પ્રવાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment