Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરસરામી દરજી સમાજ ભરૂચની વાર્ષિક સભા યોજાઈ:તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરાયું

    1 day ago

    ભરૂચના શ્રી નીલકંઠ મહાદેવ વાડી ખાતે ફરસરામી દરજી સમાજની વર્ષ ૨૦૨૬ની વાર્ષિક સામાન્ય સભા નીલકંઠ હોલમાં યોજાઈ હતી. આ સભામાં વહીવટી કાર્યવાહી સાથે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક સામાન્ય સભા પ્રમુખ મનહર રામજીના અધ્યક્ષસ્થાને મળી હતી. સભાના પ્રારંભે વર્ષ દરમિયાન અવસાન પામેલા સભ્યોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રમુખ મનહર રામજીએ વર્ષ દરમિયાન સમાજ દ્વારા કરાયેલા કાર્યો અને ભવિષ્યના નવા કાર્યો અંગેના વિચારો રજૂ કર્યા હતા. સમાજના મંત્રી વસંત કાપડિયાએ વાર્ષિક હિસાબો રજૂ કરીને સમાજની નાણાકીય સ્થિતિનો ચિતાર આપ્યો હતો. આ પ્રસંગે, ફરસરામી દરજી જ્ઞાતિના ધોરણ ૮, ૯, ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ રૂપિયા એક લાખના 'ચંપકભાઈ પરમાર્થી સ્કોલરશીપ' ચેકનું વિતરણ ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ મનહર રામજી, મંત્રી વસંત કાપડિયા, ટ્રસ્ટી જયેશ કાપડિયા, નીતિન ટેલર સહિત અન્ય કાર્યકરો, સ્કોલરશીપના લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કટ્ટર આરબ દોસ્તોનો ટ્રમ્પ પર વિશ્વાસ ડગ્યો:ઈરાનને ખમૈયા કરાવવા પ્લેનોથી સોનું મોકલાયું? ચીન-રશિયા પણ મેદાને, જાણો 50 વર્ષનો સૌથી મોટો જીઓપોલિટિકલ ડ્રામા
    Next Article
    પ્રામાણિક અધિકારીની બદલી રોકવા સરપંચો મેદાને:ચોટીલા પ્રાંત અધિકારીને યથાવત રાખવા કલેક્ટરને રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment