Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજે 125 વર્ષ જૂની ટોપલા ઉજાણી પરંપરા:જળચોક ઠાકોર વાસમાંથી નીકળેલી શોભાયાત્રામાં મહિલાઓ માથે પૂજાના ટોપલા લઈને જોડાઈ

    9 hours ago

    પાટણના જળચોક ઠાકોર વાસમાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ભાદરવા સુદ પાંચમના દિવસે 125 વર્ષથી વધુ જૂની પરંપરા મુજબ ભવ્ય ટોપલા ઉજાણી યોજાઈ હતી. આ પ્રસંગે જળચોકમાંથી નૈવેદ્ય સાથે પગપાળા શોભાયાત્રા નીકળી હતી. તેમાં મહિલાઓ માથે પૂજાના ટોપલા લઈને જોડાઈ હતી. ડીજેના તાલે માતાજીના ગુણગાન ગાતી આ શોભાયાત્રા અંબાજી નગરના મંદિરે પહોંચી હતી. ત્યાં માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવી વિધિવત પૂજા કરવામાં આવી. પૂજા પૂરી થયા પછી સમાજના બધા લોકોએ સાથે બેસીને સમૂહ ભોજન લીધું. આ અનોખી પરંપરાને જીવંત રાખવા માટે, નોકરી કે કામ માટે બહારગામ કે વિદેશમાં રહેતા પરિવારો પણ ખાસ વતનમાં આવ્યા હતા. 125 વર્ષથી વધુ સમયથી ચાલતી આ પરંપરા સમાજમાં પ્રેમ અને એકતાનો સંદેશ ફેલાવે છે.
    Click here to Read More
    Previous Article
    ચાંદી ₹2418 વધીને ₹2.29 લાખ પ્રતિ કિલો પર પહોંચી:સોનું ₹992 મોંઘું થઈને ₹1.52 લાખનું થયું, ગઈકાલે સોનું ₹1,036 અને ચાંદી ₹179 સસ્તી થઈ હતી
    Next Article
    પતિના આડા સંબંધનો વિરોધ કરતા પરિણીતાનો આપઘાત:ટંકારાના નેકનામ ગામે પતિ અને જેઠ સામે ફરિયાદ, પોલીસે ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment