Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ TP સમિતિએ 1% સેસ, રેકોર્ડ સ્કેનિંગ મંજૂર કર્યુ:ટાઉન પ્લાનિંગ સમિતિની મહત્વની બેઠકમાં અર્બન ફોરેસ્ટ પ્રસ્તાવ પાસ, 2 પ્લોટનું વેચાણ મુલતવી રાખ્યું

    12 hours ago

    પાટણ નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ સમિતિની મહત્વની બેઠક ચેરમેન ડિમ્પલબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં બાંધકામ ખર્ચ પર 1 ટકા સેસ, ટીપી રેકોર્ડનું ડિજિટાઈઝેશન અને અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટ જેવા મહત્વના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, બે પ્લોટના વેચાણ અને એક સેવાકીય સંસ્થાને પ્લોટ ફાળવવાના મુદ્દા મુલતવી રાખવામાં આવ્યા હતા. સરકારના પરિપત્ર મુજબ, બાંધકામ ખર્ચ પર 1 ટકા સેસ વસૂલવાના નિર્ણયને સમિતિએ મંજૂરી આપી હતી. આ ઉપરાંત, ટીપી શાખાના જૂના અને વારંવાર ઉપયોગમાં લેવાતા રેકોર્ડને સુરક્ષિત રાખવા માટે તેને સ્કેન તથા લેમિનેટ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. પર્યાવરણની જાળવણીના હેતુથી, સામાજિક માળખા માટે ફાળવાયેલા એક પ્લોટને અર્બન ફોરેસ્ટ તરીકે વિકસાવવા માટે હેતુફેરની દરખાસ્ત સરકારમાં મોકલવાની બાબત મંજૂર કરાઈ હતી. અધ્યક્ષસ્થાનેથી રજૂ થયેલા કામમાં, પાટણ નગરપાલિકાના ડેવલપમેન્ટ પ્લાન (DP)માં સરકાર દ્વારા દર્શાવાયેલી પૂર્તતાઓ પૂર્ણ કરીને કલમ 9 હેઠળ પુનઃ સાદર કરવાની બાબતને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. નગરપાલિકાના બે પ્લોટ વેચીને આવક ઊભી કરવા અંગેના મુદ્દાને આગામી બેઠક સુધી મુલતવી રાખવાનો નિર્ણય કરાયો હતો. સમિતિના સભ્ય નવીન પ્રજાપતિએ હાલ પાટણમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપો વધુ થતા હોવાથી આ પ્રસ્તાવને હાલ પૂરતો મુલતવી રાખવા જણાવ્યું હતું. આશરો સેવાકીય સંસ્થાને પ્લોટ ફાળવવા બાબતે પણ સદસ્ય નવીન પ્રજાપતિએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આશરો સંસ્થાના પ્રમુખ નગરપાલિકાના સભ્ય હોવાથી ભાજપ પાર્ટીની છાપ ખરડાઈ શકે છે, જેથી આ મુદ્દાને કાયમી અસરથી મુલતવી રાખવા ભલામણ કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપાનાં ફૂડ વિભાગના મેગા દરોડા:32 કિલો અખાદ્ય ખોરાક અને 120 લિટર એક્સપાયર કોલ્ડ્રિંક્સનો નાશ, 'જય હિન્દ મદ્રાસ કાફે' સીલ કરી 13 પેઢીને નોટિસ
    Next Article
    કરોડોની જમીન પચાવવા ભૂમાફિયા ત્રિપુટીનું કારસ્તાન:કલોલના ઉસ્માનાબાદમાં મૂળ જમીન માલિકની જગ્યાએ બોગસ શખ્સ ઉભો કરી દસ્તાવેજ કરી નાંખ્યો, કલેક્ટરના આદેશ બાદ ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment