Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાનાં ફૂડ વિભાગના મેગા દરોડા:32 કિલો અખાદ્ય ખોરાક અને 120 લિટર એક્સપાયર કોલ્ડ્રિંક્સનો નાશ, 'જય હિન્દ મદ્રાસ કાફે' સીલ કરી 13 પેઢીને નોટિસ

    12 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વિવિધ વિસ્તારોની 41 ખાદ્ય પેઢીઓ અને રેસ્ટોરન્ટ્સમાં સર્વેલન્સ ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઝુંબેશ દરમિયાન 32 કિલો અખાદ્ય અને વાસી ખોરાક તેમજ 120 લિટર એક્સપાયર કોલ્ડડ્રિંક્સના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ગંભીર અસ્વચ્છતા, અખાદ્ય ખોરાકનો સંગ્રહ અને લાયસન્સ સંબંધિત ત્રુટિઓ જણાતા કસ્તુરબા રોડ પર આવેલા "જય હિન્દ મદ્રાસ કાફે"ને સીલ કરી દેવામાં આવ્યું હતું. ઉપરાંત, જૂનું માર્કેટ યાર્ડ સ્થિત "શ્યામ એન્ડ કંપની"માંથી લાલ મરચું, ધાણાજીરું અને ટર્મરિક પાવડરના કુલ 3 નમૂનાને પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનાર 13 પેઢીને સ્ટોરેજ, લાયસન્સ અને હાઈજેનિક કન્ડિશન અંગે નોટિસ આપી તેની પાસેથી રૂ. 24,000 વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો. ફૂડ વિજિલન્સ શાખાએ જય હિન્દ મદ્રાસ કાફે સીલ કર્યું પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ, અખાદ્ય સામગ્રી અને અસ્વચ્છતા સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન ફૂડ વિજિલન્સ શાખાએ જય હિન્દ મદ્રાસ કાફે સીલ કર્યું છે, જ્યારે શ્યામ એન્ડ કંપનીમાંથી લાલ મરચું, ધાણાજીરું અને ટર્મરિક પાવડરના નમૂના લેવાયા છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. 32 કિલો અખાદ્ય ખોરાક અને 120 લિટર એક્સપાયર કોલ્ડ્રિંક્સનો નાશ આજે મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને ડેઝીગ્નેટેડ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગની ટીમે શહેરના જુદા જુદા મુખ્ય માર્ગો, કોમર્શિયલ વિસ્તારો અને હોટલ-રેસ્ટોરન્ટ્સ પર વ્યાપક સર્વેલન્સ ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઝુંબેશ દરમિયાન શહેરની એકીસાથે 41 જેટલી ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતી પેઢીઓ અને રેસ્ટોરન્ટ્સમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન આશરે 32 કિલો જેટલો અખાદ્ય તથા વાસી ખોરાક અને 120 લિટર જેટલો એક્સપાયર થયેલો કોલ્ડડ્રિંક્સનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ પાસેથી રૂ. 24000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. 'જય હિન્દ મદ્રાસ કાફે' સીલ કરાયું ફૂડ વિભાગની ટીમે કસ્તુરબા રોડ પર રજપૂત બોર્ડિંગ પાસે અને બીલખા પ્લાઝા સામે આવેલા "જય હિન્દ મદ્રાસ કાફે" ખાતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્યાં અત્યંત ગંદકી અને દુર્ગંધયુક્ત વાતાવરણ જોવા મળ્યું હતું. ફ્રિજમાં વાસી તેમજ અખાદ્ય ખોરાકનો જથ્થો સંગ્રહાયેલો હતો. કિચનમાં કોઈ પણ જાતના ઢાંકણ વગર ખુલ્લા મસાલા અને પ્રીપેડ ફુડનો જથ્થો રાખી મૂકવામાં આવ્યો હતો. હાઇજેનિક કન્ડિશનનો અભાવ અને લાયસન્સ સંબંધિત ગંભીર ત્રુટિઓ સામે આવતા આ પેઢીને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી હતી. શંકાસ્પદ ખાદ્ય સામગ્રીના 3 નમૂના લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા આ સાથે જ જૂનું માર્કેટ યાર્ડમાં શોપ નંબર E69, RTO પાસે આવેલી "શ્યામ એન્ડ કંપની" નામની પેઢીમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSS Act) હેઠળ ચકાસણી હાથ ધરાઈ હતી. ત્યાંથી શંકાસ્પદ ખાદ્ય સામગ્રીના કુલ 3 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં લુઝ લાલ મરચા પાવડર, લુઝ ધાણાજીરું પાવડર અને શંખ મસાલા ટર્મરિક પાવડર (500g પૅક્ડ)નો સમાવેશ થાય છે. આ તમામ સાંપલોને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 13 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અને હાઇજેનિક કન્ડિશન જાળવવા અંગે નોટિસ તપાસ દરમિયાન મવડી બાયપાસ રોડ પર આવેલી "ક્રીશ નમકીન"માંથી 22 કિલો દાજીયા તેલનો નાશ કરાયો હતો અને રૂ. 3000 નો દંડ ફટકારાયો હતો. 150 ફૂટ રીંગ રોડ પર સ્થિત "સીતારામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ"માંથી 120 લિટર એક્સપાયર કોલ્ડડ્રિંક્સ અને 10 કિલો પડતર લોટનો નાશ કરી રૂ. 1000નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. ઉપરાંત, નંદી પાર્કમાં આવેલ બાલાજી છોલે ભટુરે પાસેથી રૂ. 1000, ઉમા પાન કોલડ્રિક્સ પાસેથી રૂ. 500, રામ ડિલક્સ પાસેથી રૂ. 500, શ્રી સંત કૃપા ટી સ્ટોલ પાસેથી રૂ. 500, ન્યુ બોમ્બે સ્ટાઇલ ભેળ પાસેથી રૂ. 2000, પટેલ પાન કોલ્ડ્રીક્સ પાસેથી રૂ. 5000, શ્રી મોમાઈ હોટલ પાસેથી રૂ. 5000, Gj 5 ગોલા પાસેથી રૂ. 5000 અને ક્રિષ્ના પાન એન્ડ કોલ્ડ્રીક્સ પાસેથી રૂ. 500 વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. તમામ 13 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અને હાઇજેનિક કન્ડિશન જાળવવા અંગે આકરી નોટિસ આપવામાં આવી હતી. 28 જેટલી પેઢીઓમાં પણ સ્થળ તપાસ કરાઈ આ ઉપરાંત આરોગ્ય શાખાની ટીમ દ્વારા સફાયર ફૂડ (પિઝા હટ), બાલાજી પંજાબી, ઠાકરધણી પાન, રસ્તા રોક કોલ્ડ્રીંક્સ, વિહાન નમકીન, હરિ ઓમ પાણીપુરી, ખોડીયાર ડાઇનિંગ હોલ, રામદેવ ઘૂઘરા, Gj 5 સેન્ડવીચ, પૂજા મદ્રાસ કાફે, સરગમ ફૂડ, ચામુંડા લસ્સી અને રાજસ્થાની ગુલ્ફીવાલા સહિત શહેરની અન્ય 28 જેટલી પેઢીઓમાં પણ સ્થળ તપાસ કરવામાં આવી હતી. મનપાના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ ખાદ્યપદાર્થોના વિક્રેતાઓ સામે આ પ્રકારનું સઘન ચેકિંગ ચાલુ જ રહેશે અને નાગરિકોના આરોગ્ય સાથે ખીલવાડ કરનારાઓ સામે આકરામાં આકરાં પગલાં લેવાશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં મહિલા રોજગાર મેળામાં 251ની પ્રાથમિક પસંદગી:487 મહિલાઓએ ભાગ લીધો, 'નારી વંદન ઉત્સવ' અંતર્ગત 7 કંપનીઓએ ઇન્ટરવ્યૂ કર્યા
    Next Article
    પાટણ TP સમિતિએ 1% સેસ, રેકોર્ડ સ્કેનિંગ મંજૂર કર્યુ:ટાઉન પ્લાનિંગ સમિતિની મહત્વની બેઠકમાં અર્બન ફોરેસ્ટ પ્રસ્તાવ પાસ, 2 પ્લોટનું વેચાણ મુલતવી રાખ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment