Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરોડોની જમીન પચાવવા ભૂમાફિયા ત્રિપુટીનું કારસ્તાન:કલોલના ઉસ્માનાબાદમાં મૂળ જમીન માલિકની જગ્યાએ બોગસ શખ્સ ઉભો કરી દસ્તાવેજ કરી નાંખ્યો, કલેક્ટરના આદેશ બાદ ગુનો દાખલ

    13 hours ago

    કલોલ તાલુકાના ઉસ્માનાબાદ ગામની સીમમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી પાડવાનું કાવતરું પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદ થલતેજના મૂળ જમીન માલિકની બીમારીનો લાભ ઉઠાવી ભાગદારીમાં ખેતી કરવાના બહાને ઘૂસેલા ત્રણ શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી બોગસ માણસ ઉભો કરી ગેરકાયદેસર રીતે વેચાણ દસ્તાવેજ કરી નાખ્યો હતો.આ મામલે કલેક્ટરની સીટની તપાસના અંતે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ખેડૂતની જાણ બહાર ખોટી સહીઓ કરી દસ્તાવેજ કરી નાખવામાં આવ્યો અમદાવાદના થલતેજમાં રહેતા ફરિયાદી ભરતકુમાર આતાજી ઠાકોરે વર્ષ 2003માં ઉસ્માનાબાદ ગામની સીમના ખાતા નંબર 268ના બ્લોક/સર્વે નંબર 104 (જૂનો સર્વે નંબર 91) વાળી 1-76-54 હેક્ટર જમીન હીરબાઈ ગઢવી પાસેથી રજિસ્ટર વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. તે સમયે ફરિયાદી અમદાવાદ રહેતા હોવાથી અને કમરની બીમારીના કારણે પથારીવશ થઈ ગયા હોવાનો લાભ આરોપીઓએ ઉઠાવ્યો હતો. ફરિયાદીએ છારોડી ગામના રણછોડજી બાબુજી ઠાકોર અને તેમના ભાઈઓ ગોવિંદજી તથા જશાજી ઠાકોર પર વિશ્વાસ મૂકીને ભાગીદારીમાં જમીન વાવેતર કરવા આપી હતી. જોકે આ જમીન હડપ કરી લેવાના ઈરાદા સાથે આરોપીઓએ વર્ષ 2003માં જ એક બોગસ અને બનાવટી વ્યક્તિને ફરિયાદી તરીકે સબ રજિસ્ટ્રાર કચેરી કલોલ ખાતે રજૂ કર્યો હતો. અને મૂળ જમીન માલિકની જાણ બહાર ઠાકોર ભરતજી આતાજી નામની ખોટી અને બનાવટી સહીઓ કરી વેચાણ દસ્તાવેજ તૈયાર કરાવી લીધો હતો. બાદમાં આ બનાવટી દસ્તાવેજના આધારે રેવન્યુ રેકર્ડમાં નોંધ પડાવીને આરોપીઓએ જમીન અન્ય વ્યક્તિઓને વેચી મારી ઠગાઈ આચરી હતી.આ સમગ્ર કૌભાંડ અંગે ફરિયાદીને જાણ થતાં તેમણે જીલ્લા જમીન તકેદારી સમિતિ કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે અરજી કરી હતી. કલેક્ટર કચેરીની તપાસ પૂર્ણ થતાં ગુનો આચરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. આખરે કલેક્ટરના આદેશ બાદ સાંતેજ પોલીસે આ ગુનાહિત કાવતરા અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ TP સમિતિએ 1% સેસ, રેકોર્ડ સ્કેનિંગ મંજૂર કર્યુ:ટાઉન પ્લાનિંગ સમિતિની મહત્વની બેઠકમાં અર્બન ફોરેસ્ટ પ્રસ્તાવ પાસ, 2 પ્લોટનું વેચાણ મુલતવી રાખ્યું
    Next Article
    ગીર સોમનાથ કલેક્ટર કચેરીનો પ્રેરણાદાયી પ્રોજેક્ટ:પ્લાસ્ટિક મુક્તિ માટે કાચની બોટલમાં RO પાણી, સખીમંડળની બહેનોને સંચાલન અને આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment