Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ કલેક્ટર કચેરીનો પ્રેરણાદાયી પ્રોજેક્ટ:પ્લાસ્ટિક મુક્તિ માટે કાચની બોટલમાં RO પાણી, સખીમંડળની બહેનોને સંચાલન અને આવક

    14 घंटे पहले

    ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અને મહિલા સશક્તિકરણના બેવડા ઉદ્દેશ્ય સાથે એક અનોખો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જિલ્લા કલેક્ટર કચેરી અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના સહયોગથી જિલ્લા સેવા સદન ખાતે RO વોટર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાંથી પાણીનું વેચાણ પ્લાસ્ટિકને બદલે પર્યાવરણને અનુકૂળ કાચની બોટલમાં કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના CSR ફંડમાંથી આશરે રૂ. 21 લાખ ફાળવવામાં આવ્યા છે. આ ભંડોળથી પ્રતિ કલાક 200 લિટર RO પાણીનું ઉત્પાદન કરી શકે તેવો પ્લાન્ટ સ્થાપિત કરાયો છે. બજારમાં સામાન્ય રીતે પ્લાસ્ટિક બોટલમાં મળતા પાણીથી થતી કચરાની સમસ્યાને ટાળવા માટે, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રે કાચની બોટલનો વિકલ્પ પસંદ કર્યો છે. આ પ્રોજેક્ટનું એક મુખ્ય પાસું મહિલા સશક્તિકરણ છે. જિલ્લા કલેક્ટર દ્વારા 'વિશ્વાસ સખીમંડળ'ની બહેનોને RO વોટર પ્લાન્ટના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે. પ્લાન્ટના સંચાલનથી થતી આવકનો લાભ સખીમંડળની બહેનોને મળશે, જેનાથી તેઓ આત્મનિર્ભર બનશે. આ રીતે, સરકારી કચેરીઓને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની સાથે મહિલાઓ માટે આવકનું સાધન પણ ઊભું થયું છે. હાલમાં, જિલ્લા સેવા સદનની વિવિધ કચેરીઓમાં કાચની બોટલમાં ભરેલું RO પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે. પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ ટાળીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્રનો આ પ્રોજેક્ટ બે મહત્વના હેતુઓને એકસાથે સિદ્ધ કરી રહ્યો છે. એક તરફ, તે પ્લાસ્ટિક મુક્ત ભારતના સંકલ્પને વેગ આપે છે, જ્યારે બીજી તરફ, સખીમંડળની બહેનોને રોજગારી અને સ્વરોજગારની તક પૂરી પાડે છે. કલેક્ટર કચેરીના આ પ્રયાસથી બહેનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહિલાઓને માત્ર આર્થિક સહાય આપવાને બદલે તેમને વ્યવસાય સાથે જોડીને આત્મનિર્ભર બનાવવાનો આ પ્રયાસ અન્ય સરકારી કચેરીઓ અને સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણને એક જ મંચ પર લાવતો ગીર સોમનાથનો આ પ્રોજેક્ટ આત્મનિર્ભરતાની નવી દિશા પ્રદાન કરી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કરોડોની જમીન પચાવવા ભૂમાફિયા ત્રિપુટીનું કારસ્તાન:કલોલના ઉસ્માનાબાદમાં મૂળ જમીન માલિકની જગ્યાએ બોગસ શખ્સ ઉભો કરી દસ્તાવેજ કરી નાંખ્યો, કલેક્ટરના આદેશ બાદ ગુનો દાખલ
    Next Article
    રીંછે સીમમાં આતંક મચાવ્યો:સવારે પાલનપુર તાલુકાના હસનપુર-ખરોડપુર ગામની સીમમાં ઘરમાં વૃદ્ધા પર હુમલો કર્યો; રસ્તામાં 4 ને ઘાયલ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment