Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ નોંધાઈ:પોશીના તાલુકાના માલવાસમાં આડાસંબંધની શંકામાં 4 શખ્સોનો યુવક પર જીવલેણ હુમલો

    1 day ago

    પોશીનાના માલવાસમાં આડાસંબંધની શંકામાં યુવક પર ચાર શખ્સોએ ભેગા મળીને લાકડી અને ગડદાપાટુનો ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ખેરોજ પોલીસ સ્ટેશનમાં ચાર હુમલાખોરો સામે રાયોટિંગ અને મારપીટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. માલવાસના રહેવાસી મહેન્દ્રભાઈ નુરાભાઈ પરમાર ગત તા. 09-10-2026ના રોજ ગામમાં યોજાયેલા નોરતામાંથી મજૂરીના પૈસા લેવા રાવજીભાઈ પરમારના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં લસાભાઈ પરમારના ઘર પાસે ગામના જ રત્નાભાઈ વાદીભાઈ પરમાર, લાલાભાઈ રત્નાભાઈ પરમાર, ભમરાભાઈ વાદીભાઈ પરમાર અને મહેશભાઈ ભમરાભાઈ પરમાર હાજર હતા. આ ચારેયે મહેન્દ્રભાઈને રોકીને તારે અમારા ભાઈની પત્ની સાથે આડા સંબંધો છે તેમ કહી ઉશ્કેરાઈને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. મહેન્દ્રભાઈએ આ આક્ષેપોનો સદંતર ઇનકાર કરતાં જ ભમરાભાઈ પરમારે પોતાના હાથમાં રહેલી લાકડી વડે મહેન્દ્રભાઈની છાતી તથા પીઠના ભાગે સપાટા મારી દીધા હતા. હુમલામાં યુવક જમીન પર ઢળી પડતાં અન્ય ત્રણ શખ્સોએ તેને ગડદાપાટુનો માર માર્યો હતો અને બળજબરીપૂર્વક ઘરમાં ઢસડી જઈ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવની જાણ થતાં ગામના આગેવાનો સમયસર દોડી આવ્યા હતા અને વચ્ચે પડીને યુવકને છોડાવી સહી-સલામત ઘરે પહોંચાડ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા મહેન્દ્રભાઈને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આરોપીઓ કુટુંબીજનો જ હોવાથી શરૂઆતમાં સામાજિક ધોરણે સમાધાનના પ્રયાસો હાથ ધરાયા હતા. પરંતુ મામલાનો કોઈ જ ચોક્કસ ઉકેલ ન આવતા અંતે ભોગ બનનારના ભાઈ લક્ષ્મણભાઈ નુરાભાઈ પરમારે ગત તા. 17-10-2026ના રોજ ખેરોજ પોલીસ સ્ટેશનમાં પહોંચીને લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:દિવ્યાંગ હોવા છતાં રોજનું 35 કિમી સાઈક્લિંગ કરી પોતાનું અને પુત્ર, પુત્રીનું જીવન બહેતર બનાવ્યું
    Next Article
    18 થી 19 વર્ષના 2438 નવા મતદારો ઉમેરાયા:સાબરકાંઠા જિલ્લામાં મતદારયાદી સુધારણા ઝુંબેશના બીજા રવિવારે 5341 ફોર્મ જમા થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment