Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    18 થી 19 વર્ષના 2438 નવા મતદારો ઉમેરાયા:સાબરકાંઠા જિલ્લામાં મતદારયાદી સુધારણા ઝુંબેશના બીજા રવિવારે 5341 ફોર્મ જમા થયા

    1 day ago

    ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીને વધુ અદ્યતન અને ચોક્કસ બનાવવા ઓક્ટોબરના ત્રણ રવિવાર અને નવેમ્બરના એક રવિવાર દરમિયાન વિશેષ મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ અભિયાનના બીજા રવિવારે તા. 18-10-2026ના રોજ સાબરકાંઠાના વિવિધ બૂથ ઉપર મળીને કુલ 5341 ફોર્મ જમા થયા હતા. જેમાં ફોર્મ 6 2438, ફોર્મ 7 394 અને ફોર્મ 8 2509 આવ્યા હતા. સૌથી વધુ ફોર્મ હિંમતનગરમાં 1605 આવ્યા હતા. રવિવારના વિશેષ કેમ્પમાં જિલ્લામાં કુલ 5341 ફોર્મ આવ્યા. હતા. જેમાં હિંમતનગરમાં 1605, ઇડરમાં 1427, ખેડબ્રહ્મામાં 924 અને પ્રાંતિજમાં 1385 ફોર્મ બી.એલ.ઓ. પાસે જમા આવ્યા હતા. જ્યારે 18 થી 19 વર્ષના નવા મતદારોના હિંમતનગરમાં 612, ઇડરમાં 568, ખેડબ્રહ્મામાં 662 અને પ્રાંતિજમાં 596 ફોર્મ મળી કુલ 2438 ફોર્મ જમા થયા હતા. જ્યારે ફોર્મ 7 મતદારોના નામ કમી કરવા માટેના રવિવારની ઝુંબેશમાં કુલ 394 ફોર્મ આવ્યા હતા તથા ફોર્મ 8 નામ સરનામા તથા અન્ય વિગતો સુધારવા માટેના ફોર્મ 2509 આવ્યા હતા. નામ કમી કરવા માટે હિંમતનગરમાં 106, ઇડરમાં 117, ખેડબ્રહ્મામાં 30 તથા પ્રાંતિજમાં 141 ફોર્મ આવ્યા હતા. તો નામ સરનામા તથા અન્ય વિગતો સુધારવા માટે હિંમતનગરમાં 887, ઇડરમાં 742, ખેડબ્રહ્મામાં 232 અને પ્રાંતિજમાં 648 ફોર્મ આવ્યા હતા. આ વિશેષ સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં નોંધાયેલા વિશેષ મતદારો પોતાના આધાર પુરાવા રજૂ કરી મતદાર યાદીમાં નામ દાખલ કે સુધારો કરાવી શકશે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ નોંધાઈ:પોશીના તાલુકાના માલવાસમાં આડાસંબંધની શંકામાં 4 શખ્સોનો યુવક પર જીવલેણ હુમલો
    Next Article
    રાજસ્થાનના ભરતની ટીમ દ્વારા પૂતળાનું નિર્માણ‎:હિંમતનગર શહેરમાં 35 ફૂટના રાવણના પૂતળાનું દહન કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment