Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં 3.5 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર પાયલનો આપઘાત:માતાએ કહ્યું-‘દીકરીને સંતાન ન થતા સાસરિયાએ હત્યા કરી લટકાવી દીધી, પતિ બહેન વકીલ હોવાની ધમકી આપતો

    2 सप्ताह पहले

    વડોદરા શહેરના બાજવા વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પરિણીતાનું શંકાસ્પદ હાલતમાં મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સાડા ત્રણ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનારી યુવતીનો તેના જ ઘરમાંથી લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે મૃતકના પિયર પક્ષે સાસરિયાઓ સામે દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગંભીર આક્ષેપ લગાવી જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ મૃતકની માતાએ આક્ષેપ કર્યો છે કે, તેમની દીકરીએ આપઘાત કર્યો નથી, પરંતુ તેની હત્યા કરીને લાશ લટકાવી દેવામાં આવી છે. સાથે જ કહ્યું કે, દીકરીના મોતના થોડા કલાક પહેલાં જ તેઓના જમાઈએ બહેન વકીલ હોવાની ઘાક જમાવી ધમકી આપી હતી. સંતાન ન થતાં સાસરિયાઓ આપતા હતા શારીરિક-માનસિક ત્રાસ પંચમહાલના કાલોલ તાલુકાના નાની ભાદ્રોલી ગામે રહેતા મૃતકના માતા ગીતાબેન દિલીપસિંહ પરમારે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં મુજબ, 2022માં તેમની દીકરી પાયલના લગ્ન વડોદરાના બાજવા આંબેડકરનગર ખાતે રહેતા સાહિલ સાથે સમાજના રીતરિવાજ મુજબ પ્રેમલગ્ન થયા હતા. લગ્ન બાદ પાયલ પિયર ખૂબ ઓછી આવતી હતી. આશરે એક વર્ષ બાદ તે પોતાની નાની ચંપાબેનના ગોધરામાં આવેલા શક્તિદાસની મુવાડી સ્થિત ઘરે આવવા લાગી હતી. એક પ્રસંગે પાયલે પોતાની નાની ચંપાબેનને જણાવ્યું હતું કે, પતિ સાહિલ, સાસુ હર્ષાબેન, સસરા જગદીશભાઈ અને દિયર સૌરભ દ્વારા સંતાન ન થવા બાબતે સતત માનસિક-શારીરિક ત્રાસ આપે છે. પાયલે આરોપ લગાવ્યો હતો કે, તેને ઝઘડા કરી મારઝૂડ કરે છે. મોડીરાત્રે નણંદનો ફોન આવ્યો, કહ્યું-‘પાયલે ફાંસો ખાઈ લીધો છે’ ગત 15 મેના રોજ પાયલના પતિ સાહિલે તેની નાની ચંપાબેનને ફોન કરીને ધમકીભર્યા શબ્દોમાં કહ્યું હતું કે, "તમારી દીકરીને સંતાન થતું નથી, હવે અમારે જે કરવાનું હશે તે મારી વકીલ બહેન મારફતે કરી લઈશું." આ ફોન આવ્યાના થોડા જ કલાકો બાદ, મોડીરાત્રે આશરે 2 વાગ્યે પાયલની નણંદ નિરાલીબેનનો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યું કે, પાયલે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ઘરને તાળું મારી સાસરિયાઓ ભાગી ગયા હતાઃ માતા મૃતકની માતા ગીતાબેને સાસરિયાઓ પર હત્યાનો સીધો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મારી દીકરી ક્યારેય આપઘાત ન કરે. તેની હત્યા કરીને ઓઢણી વડે મૃતદેહને લટકાવી દેવાયો હતો. હત્યા કર્યા બાદ સાસરિયાઓ ઘરની બહાર તાળું મારીને ભાગી ગયા હતા અને ત્રણ કલાક પછી પાછા આવીને ચેક કર્યું હતું કે તે મરી ગઈ છે કે નહીં. મારી દીકરીના ગળા પર ઈજાનો મોટો ઘા છે. આ પાંચેય ગુનેગારોને કડક સજા થવી જોઈએ અને મારી દીકરીને ન્યાય મળવો જોઈએ. પોલીસે 5 સાસરિયાઓ સામે ગુનો નોંધી તપાસ તેજ કરી ઘટનાની જાણ થતાં જ જવાહરનગર પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડ્યો હતો. એસીપી ચંદ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પિયર પક્ષના આક્ષેપો અને ફરિયાદના આધારે હાલમાં મૃતકના પતિ સાહિલ, સસરા જગદીશભાઈ, સાસુ હર્ષાબેન, દિયર સૌરભ અને નણંદ નિરાલીબેન સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે અને જો તેમાં હત્યાનો ખુલાસો થશે તો તે મુજબ કલમો ઉમેરીને આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    થલાપતિ વિજય અને ત્રિશા વિશે પ્રશ્ન પૂછાતા એક્ટ્રેસ ભડકી:માલવિકા મોહનને કહ્યું- 'લોકો ફક્ત સનસનાટી ફેલાવવા પ્રશ્નો પૂછે છે'; લાંબા સમયથી અફેરની ચર્ચા
    Next Article
    રાજકોટ એરપોર્ટ પરથી 150 કિલોથી વધુ ચાંદી ઝડપાઈ:સેન્ટ્રલ એજન્સીએ વહેલી સવારે પાર પાડ્યું ઓપરેશન, GSTએ ત્રણ વેપારીઓની પૂછપરછ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment