Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ એરપોર્ટ પરથી 150 કિલોથી વધુ ચાંદી ઝડપાઈ:સેન્ટ્રલ એજન્સીએ વહેલી સવારે પાર પાડ્યું ઓપરેશન, GSTએ ત્રણ વેપારીઓની પૂછપરછ શરૂ કરી

    2 weeks ago

    સફેદ સોનુ બની ગયેલ ચાંદીના મોટા વ્યવહારોના કારણે રાજકોટ ચર્ચામાં આવ્યું છે. હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સેન્ટ્રલ આઈબીના ઇનપુટ આધારે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરી કરોડોની કિંમતની મોટી માત્રામાં ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 150 કિલોથી વધુ ચાંદીનો આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગાવનાર 3 જેટલા વેપારીની પુછપરછ શરૂ કરવામાં આવી છે. બિલો તપાસવાનું શરૂ આ ઘટનાને પગલે રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં આવેલી ચાંદી બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તપાસમાં હવે GSTએ પણ ઝંપલાવ્યું છે અને વેપારીઓની પુછપરછ શરૂ કરી બિલો તપાસવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે તપાસના અંતે મોટી ટેક્સ ચોરીનો આંક પણ સામે આવે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે. પાર્સલોની તપાસ કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા સેન્ટ્રલ આઈબી તરફથી ચોક્કસ બાતમી મળી હતી કે, મુંબઈથી રાજકોટ આવતી ફ્લાઈટમાં મોટા પ્રમાણમાં કિંમતી ધાતુનો જથ્થો આવી રહ્યો છે. આ બાતમીના આધારે સેન્ટ્રલ એજન્સીના ઉચ્ચ અધિકારીઓની ટીમે રાજકોટ એરપોર્ટ પર વહેલી સવારથી જ ગુપ્ત વોચ ગોઠવી દીધી હતી. ફ્લાઈટના લેન્ડિંગ બાદ કાર્ગો વિભાગ અને શંકાસ્પદ પાર્સલોની તપાસ કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા કારણ કે બોક્સમાંથી મોટી માત્રામાં ચાંદીનો જથ્થો મળી આવ્યો હતો. જેની વર્તમાન બજાર કિંમત 150 કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે. વારાણસીથી 'સનરાઈઝ પેઢી'ના વેપારીએ મોકલ્યો હતો જથ્થો આ હાઈપ્રોફાઈલ કેસની પ્રાથમિક પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણીમાં ચોંકાવનારા ખુલાસા થયા છે અને આ ચાંદીનો જથ્થો ઉત્તર પ્રદેશના વારાણસી (કાશી) ખાતે આવેલી 'સનરાઈઝ પેઢી'ના વેપારી દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ થઈને ફ્લાઈટ મારફ્તે રાજકોટ એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. હવાલા નેટવર્ક કે ટેક્સ ચોરીનું મોટું કૌભાંડ હતું કે કેમ તે દિશામાં તપાસ આટલી મોટી માત્રામાં ચાંદી મોકલવા પાછળનો મુખ્ય હેતુ શું હતો અને તેની પાછળ કોઈ હવાલા નેટવર્ક કે ટેક્સ ચોરીનું મોટું કૌભાંડ કામ કરી રહ્યું છે કે કેમ તે અંગે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. ચાંદીનો કરોડો રૂપિયાનો જથ્થો રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને સોના-ચાંદીના વેપાર સાથે સંકળાયેલા વેપારીને પહોંચાડવાનો હોવાનું સામે આવતા હાલ રાજકોટના 3 જેટલા વેપારીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. આ કેસની ગંભીરતાને જોતાં હવે ઈન્કમ ટેક્સ અને જીએસટી ડિપાર્ટમેન્ટ પણ જાણ કરવામાં આવતા તેમના દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશના વારાણસીની સનરાઈઝ પેઢી અને રાજકોટના વેપારી વચ્ચે અગાઉ આવા કેટલા વ્યવહારો થયા છે, બિલિંગ પ્રોસેસ બરાબર થઇ છે કે કેમ અને આ કિંમતી ધાતુના અસલી માલિકો કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં 3.5 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર પાયલનો આપઘાત:માતાએ કહ્યું-‘દીકરીને સંતાન ન થતા સાસરિયાએ હત્યા કરી લટકાવી દીધી, પતિ બહેન વકીલ હોવાની ધમકી આપતો
    Next Article
    પુરુષોત્તમ માસના પ્રારંભે ગોમતી નદીમાં સ્નાન કરતા રાજકોટના ભાઈઓ ડૂબ્યા:સર્જાયેલી દુર્ઘટનામાં એક યુવાનનો બચાવ અન્ય એક લાપતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment