Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થલાપતિ વિજય અને ત્રિશા વિશે પ્રશ્ન પૂછાતા એક્ટ્રેસ ભડકી:માલવિકા મોહનને કહ્યું- 'લોકો ફક્ત સનસનાટી ફેલાવવા પ્રશ્નો પૂછે છે'; લાંબા સમયથી અફેરની ચર્ચા

    2 सप्ताह पहले

    એક્ટ્રેસ માલવિકા મોહનનને તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન સાઉથ સુપરસ્ટાર અને તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજય અને સાઉથ સ્ટાર ત્રિશા કૃષ્ણન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો. આના પર માલવિકા નારાજ થઈ ગઈ. બાદમાં તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર ટ્વીટ કરીને કહ્યું કે, 'કેટલાક પ્રશ્નો માત્ર સનસનાટી ફેલાવવાના ઉદ્દેશ્યથી પૂછવામાં આવ્યા હતા.' 'બિનજરૂરી પ્રશ્નો પૂછ્યા' માલવિકાએ X પર લખ્યું, 'હું ગઈકાલે એક ઇવેન્ટમાં ગઈ હતી. ત્યાં હાજર તમિલનાડુ મીડિયા અને તમામ પત્રકારો માટે મારા મનમાં પૂરો આદર છે, પરંતુ કેટલાક લોકોએ વારંવાર એવા પ્રશ્નો પૂછ્યા, જે બિલકુલ જરૂરી નહોતા અને માત્ર સનસનાટી ફેલાવનારા હતા.' એક્ટ્રેસે આગળ લખ્યું, 'થલાપતિ વિજયને હું છેલ્લા સાત વર્ષથી ઓળખું છું. હું તેમનો ખૂબ આદર કરું છું અને તેમને મારા મિત્ર માનીને પોતાને ભાગ્યશાળી સમજું છું. તેમની સફર ખરેખર ખૂબ જ શાનદાર રહી છે. હું ઈચ્છીશ કે આગળથી મીડિયા વાતચીત દરમિયાન બધા લોકો આદર અને સમજદારી જાળવી રાખે, જેથી કોઈને અસ્વસ્થતા અનુભવાય નહીં. આભાર.' ખરેખર, ચેન્નઈમાં આયોજિત એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન માલવિકાને પૂછવામાં આવ્યું હતું કે, એક્ટ્રેસ ત્રિશા કૃષ્ણન અવારનવાર વિજય સાથે ઘણી જગ્યાએ જોવા મળે છે, તો શું તેમને પણ તેમની સાથે મુસાફરી કરવાની કોઈ રીત ખબર છે? આ પ્રશ્ન પર માલવિકા નારાજ થઈ ગઈ અને તેણે જવાબ આપ્યો, ‘તમે મને કેવા-કેવા પ્રશ્નો પૂછી રહ્યા છો?’ ત્રિશા અને વિજયની ડેટિંગ ચર્ચા નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ત્રિશાને અભિનેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી વિજય સાથે જોડવામાં આવી રહી છે. જોકે, વિજય અને ત્રિશાએ અત્યાર સુધી તેમના સંબંધો વિશે જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી. ત્રિશા શુક્રવારે ચેન્નઈમાં પોતાની નવી રિલીઝ થયેલી ફિલ્મ 'કરુપ્પુ'ના સ્ક્રીનિંગમાં પહોંચી હતી. આ દરમિયાન ડિરેક્ટર આરજે બાલાજી અને એક્ટર કાર્થી પણ હાજર હતા. થિયેટરમાંથી બહાર નીકળતી વખતે તૃષા પોતાની કારમાં બેઠી હતી. તેણે બ્લેક ટી-શર્ટ અને જીન્સ પહેર્યું હતું. આ જ દરમિયાન એક ફેને કહ્યું, 'થલાપતિને કહેજો કે મેં તેમના ખબરઅંતર પૂછ્યા છે.' આના પર તૃષાએ હસતાં હસતાં જવાબ આપ્યો, ‘કંદીપા (ચોક્કસ).’ આ દરમિયાન તેનો ચહેરો શરમથી લાલ થઈ ગયો હતો. પહેલાં તો તેણે તરત જ ચાહકો સામેથી નજર હટાવી લીધી અને માથું નીચે કરીને ફોનમાં ધ્યાન પરોવી લીધું. જોકે, ચાહકોએ 'ત્રિશા…ત્રિશા' નામ લેતાં તેણે ફરી ફોનમાંથી મોં ઊંચું કર્યું હતું અને ચાહકો તરફ હાથ હલાવીને તેમનું અભિવાદન પણ કર્યું હતું. ત્રિશા અને વિજયની ડેટિંગની ચર્ચા, પ્રેમ માટે નિયમ પણ કુરબાન! ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ત્રિશાનું નામ સાઉથસુપરસ્ટાર અને તમિલનાડુના નવનિયુક્ત મુખ્યમંત્રી સી. જોસેફ વિજય ઉર્ફ થલાપતિ વિજય સાથે નામ જોડાઈ રહ્યું છે. જોકે, વિજય અને ત્રિશાએ અત્યાર સુધી તેમના સંબંધોને લઈને જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી. તાજેતરમાં સીએમ વિજયના એક નિર્ણયની પણ ઘણી ચર્ચા થઈ, જેમાં તેણે ત્રિશાની ફિલ્મ ‘કરુપ્પુ’ માટે 9 વાગ્યાના મોર્નિંગ શો (સ્પેશિયલ સ્ક્રીનિંગ) માટે વિશેષ પરવાનગી આપી. નોંધનીય છે કે, મોર્નિંગ શો પર રાજ્યમાં છેલ્લા 3 વર્ષથી પ્રતિબંધ હતો. સંપૂર્ણ સમાચાર વાંચો... શપથ ગ્રહણ સમારોહમાં હાજરી અને પરિવાર સાથેનું ખાસ જોડાણ આ પહેલા 10 મેના રોજ ત્રિશા તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે વિજયના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજર રહી હતી. આ દરમિયાન વિજયની માતાએ તેને પ્રેમથી ગળે લગાવી લીધી હતી. ઉપરાંત વિજયની બહેનો અને પરિવારના અન્ય સભ્યો સાથે પણ ત્રિશાનું ખાસ બોન્ડિંગ જોવા મળ્યું હતું. ત્રિશાના જન્મદિવસે જ થલાપતિનો 'વિજય' નોંધનયી છે કે, તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ આવ્યા હતા, જે દિવસે ત્રિશા તેનો 43મો જન્મદિવસ ઉજવી રહી હતી. ત્રિશાએ સવારે તિરુપતિ બાલાજીના દર્શન કર્યાં હતાં, અને વિજયની જીતના સમાચાર મળતા જ તે વિજયના નીલાંકરાઈ સ્થિત ઘરે પણ પહોંચી હતી. વિજય પર લગ્નેત્તર સંબંધનો આરોપ પર્સનલ લાઇફની વાત કરીએ તો, ત્રિશાની 2015માં બિઝનેસમેન વરુણ મણિયન સાથે સગાઈ થઈ હતી, પરંતુ બાદમાં બંને અલગ થઈ ગયા હતા. જ્યારે, વિજયે 1999માં સંગીતા સોરનાલિંગમ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો જેસન સંજય અને દિવ્યા સાશા છે. હાલમાં વિજય અને સંગીતાના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. 'ઇન્ડિયા ટુડે'ના રિપોર્ટ અનુસાર, સંગીતાએ પોતાની છૂટાછેડાની અરજીમાં પતિ વિજય પર લગ્નેત્તર સંબંધ (એક્સ્ટ્રા મેરિટલ અફેર)નો આરોપ લગાવ્યો હતો. જોકે, તેણે કોઈનું નામ લીધું ન હતું. પરંતુ આ આરોપ બાદ તરત જ વિજય અને ત્રિશા એક લગ્ન સમારોહમાં પહોંચ્યાં હતાં, જ્યાં બંનેએ ટ્વિનિંગ કર્યું હતું. બંનેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. ત્યારથી બંનેના સંબંધોની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Lucknow में Bulldozer Action, वकीलों का भयंकर बवाल,Police से भिड़े | Bulldozer Action | UP | Lucknow
    Next Article
    વડોદરામાં 3.5 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર પાયલનો આપઘાત:માતાએ કહ્યું-‘દીકરીને સંતાન ન થતા સાસરિયાએ હત્યા કરી લટકાવી દીધી, પતિ બહેન વકીલ હોવાની ધમકી આપતો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment